________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સૂરિરાજ શ્રી અભયદેવસૂરિ
અક ૧]
[ * ]
સ્તંભનપુર ગામની પાસે સેઢી નદી છે. એ નદીના કિનારે પલાશનું વૃક્ષ છે. એ વૃક્ષની નીચે પૂર્વે નાગાર્જુને પાર્શ્વપ્રભુની પ્રતિમા સમક્ષ રસસિદ્ધિ સાધી હતી. રસના સ્થંભનથી સ્ત ંભન પાર્શ્વનાથ તરીકે પ્રસિદ્ધ થયેલા એ પ્રતિમાજીને ત્યારપછી નાગાર્જુને જમીનમાં ભડારી દીધાં હતાં. હાલમાં એ પ્રતિમાવાળી ભૂમિ ઉપર દરરોજ ગાય દુધ મૂકે છે. માટે ત્યાં જઇને એ પ્રતિમાને પ્રગટ કરી શાસન પ્રભાવના કરેા. એ પ્રભુના નવણ જળથી તમારા કુષ્ટ રાગ પણ દૂર થશે. આમ કહીને ધરણે અદૃશ્ય થયા.
પ્રભાતના સમયે, સૂરિજી અધા વૃત્તાંત શ્રી સધને જણાવીને સંધ સહિત પ્રતિમાવાળા સ્થાને આવ્યા. ત્યાં ખત્રીશ શ્લોક પ્રમાણ જયંતિહુઅણુ સ્તોત્રની રચના કરી અને એ સ્તોત્ર વડે સ્તુતિ કરી. શ્રી સંધ સમક્ષ ભૂમિમાં રહેલા શ્રી સ્તંભન પાર્શ્વનાથ પ્રભુની પ્રતિમાને પ્રગટ કરી. શ્રી સધ અને સૂરિજી પ્રતિમાજીનાં દર્શન કરી કૃતાર્થ થયા.૧ ત્યાર પછી શ્રી સથે હપૂર્વક સ્નાત્ર મહોત્સવ કરીને પ્રભુના નવણુ જળને આચાર્યશ્રીના શરીરે છાંટયું. આથી સુરિજીને રોગ નાશ થયા. જયંતહુઅણુ સ્તંાત્રની છેલ્લી એ ગાથા ધરણેદ્રના કહેવાથી સૂરિજીએ ગોપવી દીધી. આવી રીતે સૂરિજીએ જૈન શાસનની પ્રભાવના કરી તેથી જે ક્ષેાકેા સૂરિજીની અને જૈન શાસનની નિન્દા કરતા હતા તે લેાકેા ગુણ ગાન કરવા લાગ્યા. તે પછી શ્રી સંધે સૂરિજીને પૂછ્યું કે આ પ્રતિમા કેણું ભરાવ્યા છે. તેના જવાબમાં રિપુંગવ આ પ્રમાણે કહ્યુ
ગત ચોવીશીના સેાળમા જિનેશ્વર નેમિનાથના શાસનના ૨૨૨૨ વર્ષે આષાઢી નામના એક ધર્મવીર આત્માએ આત્મકલ્યાણની પ્રાપ્તિ માટે ત્રણ પ્રતિમાજી ભરાવ્યાં હતાં. તેમાંની આ એક છે. આ સ્તંભન પાર્શ્વનાથની પ્રતિમાજીને વરૂણપતિએ, સૌધર્મ પતિએ, અને પાતાળપતિએ પૂછ છે. તે પછી સમુદ્રનાં તળીએ રહ્યાં તે પછી સમુદ્ર માર્ગે મુસાફરી કરતા કાંતિપુરના ધનપતિ શેઠે સમુદ્રમાં પેાતાના વહાણુ સ્થંભી જવાથી અને અધિષ્ઠાયક દેવની પ્રેરણાથી સમુદ્રમાંથી આષાઢી શ્રાવકે ભરાવેલ આ પ્રતિમાજીની સાથે એ પ્રતિમાજી એટલે કુલ ત્રણ પ્રતિમાજી કાઢયાં. તેમાંથી એક પ્રતિમાજી શેઢી નદીના કિનારે સ્તંભનકપુરમાં, આજ પ્રતિમા ચારૂપમાં અને ત્રીજી નેમિનાથની પ્રતિમાજી શ્રીપત્તનમાં રહી. તે પછી નાગાર્જુને આ પ્રતિમાજી સમક્ષ રસસિદ્ધિ સાધીને અહિં ભડારેલાં હતાં. તે જ આષાઢી શ્રાવકે ભરાવેલ આ પ્રતિમાજી છે. શ્રીસંઘપણુ સૂરિજીનાં મુખથી શ્રી સ્ત ંભનપાની પ્રતિમાને અદ્ભુત મહિમા સાંભળી અત્યંત ભકિતભયા હ્રદયે જૈનશાસનની પ્રભાવના કરવામાં તત્પર બન્યા. શ્રીમાન સૂરિજીના આવા પ્રભાવથો ગુજરાતને રાજા ભીમ પણ સૃરિજીના ભક્ત બન્યા હતા. ત્યારપછી શ્રી સથે શેઢીના કિનારે સ્તંભનકપુરમાં નવીન મંદિર બંધાવીને સૂરિજીના હાથે શ્રી સ્તંભનપાર્શ્વનાથ પ્રભુના બિંબની પ્રતિષ્ઠા કરાવી.
તે પછી અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત પર ચઢાઈ કરી ત્યારે શ્રી સ્તંભનપાનાથ મુનિરાજ શ્રી સ. ૧૧૧૯ માં પ્રતિષ્ઠા કર્યાના ઉલ્લેખ છે.
૧ ક્યાંક પ્રતિમાજી પ્રગટ કર્યા પછી ટીકા રચાઈ એવા ઉલ્લેખ છે.
ન્યાયવિજયજી રચિત જૈનાચાર્યા નામની બુકમાં વિ.
For Private And Personal Use Only