Book Title: Jain Adarsh Prasango Part 01 Author(s): Bhadreshvarvijay Publisher: Bhadreshvarvijay View full book textPage 7
________________ સંગ્રહિત કર્યા છે. તે બધાનો હદયથી આભાર માનું છું. સ્મૃતિભ્રંશ આદિ કારણે લખવામાં જે કાંઈ ભૂલ થઈ હોય તથા જિનાજ્ઞાવિરુદ્ધ જે કાંઈ લખાયું હોય તેનું ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં. પુસ્તકલેખનમાં ક્ષતિઓ જણાય તે સૂચવવા વિનમ્ર વિનંતિ. આવા અત્તરથી અદકેરા સત્ય દ્રષ્ટાંતો વાંચી, ભવોભવ સુંદર આરાધના, સદ્ગતિ અને જિનશાસન પામો એ જ એકની એક સદા માટે શુભાભિલાષા. પંકજ સોસાયટી, અમદાવાદ - પંન્યાસ ભદ્રેશ્વરવિજય થોડલો પણ ગુણ પરતણો સાંભળી હર્ષ મને આણ રે..... કેવું અનુપમ છે આ જિનશાસન ! કેવાં ટંકશાળી છે એના વરાનો ! એ જિનવચનો કહે છે: કરણ કરાવણ ને અનુમોદન સરિખાં ફળ નિપજાયો રે... બીજું સત્રશંસાદિ. ઉત્તમના ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ તે ગુણ તાસ અનુમોદીએ પુણ્ય અનુબંધ શુભ યોગ રે ભગવાનની આ વાણીનો સાર એ છે કે કોઈપણ ગુણના આપણે માલિક બનવું હોય તો એ ગુણની પ્રશંસા, ઉપબૃહણા, અનુમોદના કરવી જોઈએ. અનુમોદનાનું આ બીજ વિશાળ ગુણવૃક્ષમાં પરિણમે છે. અનુમોદના ગુણપ્રાપ્તિ રૂપ વૃક્ષનું શુભ બીજ છે. ધર્મ કરવા અને કરાવવામાં જે લાભ છે એટલો જ લાભ તે તે ધર્મોની અનુમોદનામાં છે. બળદેવ મુનિના સંયમધર્મની અને રથકારના નિર્દોષ દાન ધર્મની દિલથી અનુમોદના કરનારો મૃગલો પણ એ બન્નેની જેમ જ પાંચમા દેવલોકમાં પહોંચી ગયો! કૂવાના પાણીને કયારા સુધી પહોંચાડવાનું કામ નીક કરે છે. અનુમોદનાનો ગુણ આ નીક છે. એ સામાના ગુણરૂપી પાણીને આપણા આત્મા રૂપ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52