Book Title: Jain Adarsh Prasango Part 01
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 12
________________ એ શિરણે આવનારનું ધર્મથી રક્ષણો જીવતભાઇ પ્રતાપશી પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજય મ. ના સંસારી કાકા હતા. તે દિવસોમાં હિંદુ-મુસ્લિમોનું હુલ્લડ ચાલતું હતું. જીવાભાઇને અતિ જરૂરી કામે અમુક જગ્યાએ ગયા વિના છૂટકો ન હતો. રસ્તામાં મુસ્લિમ લત્તો હતો. જોખમ ઘણું હતું. જવું પડયું. ડ્રાઇવરને કહી દીધું કે તે લત્તામાં ગાડી મારી મૂકજે. ત્યાં પહોંચ્યા તો ઘણે દૂર સેંકડો લોકો ભેગા થયેલા દેખાયા. ડ્રાઇવરે ગાડી ફૂલ સ્પીડે દોડાવી. જોરથી હોર્ન માર્યા. ટોળે ખસ્યું નહીં. જીવાભાઇ સમજી ગયા કે હવે મોત સામે જ છે. આ તો ધર્મી શ્રાવક! મોતથી ડર્યા વિના સદગતિ મળે માટે એકાગ્રતાથી નવકાર ગણવા માંડ્યા. પાસે જઇ ડ્રાઇવરે ન છૂટકે ગાડી રોકી, ટોળાએ ગાડીને ઘેરી લીધી. હતા બધા મુસલમાની હિંદુ હોય તો મારી નાખવા જ ભેગા થયેલા. તેમના આગેવાને અંદર કોણ છે એ જોવા ગાડીના બારણામાંથી તપાસ કરી.પણ ધર્મનો અચિંત્ય પ્રભાવ કેવો કે એણે બૂમ પાડી કે શેઠ કો જાને દો, અપનેવાલે હૈં. લોકો ખસી ગયા. ડ્રાઇવરે ગાડી ભગાવી. જીવાભાઇને ધર્મે બચાવ્યા ! ધર્મીને ગેબી સહાય પ્રાયઃ મળે છે. પૂ.આ.શ્રી હેમરત્નસૂરિ મ.સા. ને આ જીવાભાઇએ બોલાવરાવ્યા. પોતે ખૂબ બીમાર હતા. પૂ. શ્રી ગયા ત્યારે જીવાભાઇ પૌષધમાં હતા. પૂ.શ્રીએ પૂછતાં કહ્યું કે સાહેબ ! બીમારી હતી પણ આજે ચૌદશ છે. પૌષધ ન છોડાય. તેથી કર્યો. આપ મને ધર્મ સંભળાવો જેથી બીમારીમાં સમાધિ વધે. હે ધર્મપ્રેમીઓ ! તમને તો માંદગી નથી ને? નક્કી કરો કે પર્વ દિવસે પૌષધ વગેરે આરાધના કરવી જ. જૈન આદર્શ પ્રસંગો – ૧ ર્ક ક ક [૧૦] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52