Book Title: Jain Adarsh Prasango Part 01
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 34
________________ તો વિશ્વમાં હજારો એવા સાહસિકો છે કે જેઓ બાળ,યુવાનો કે પ્રૌઢ વયે રમત-ગમત, રેસ, પર્વતારોહણ, આકાશસંશોધન આદિ અનેકવિધ ક્ષેત્રોમાં જીવસટોસટના સાહસો કરી જગપ્રસિદ્ધ બને છે. તો તમે આવા નાનાં દાકાર્યમાં કેમ પાછા પડો છો? ભાવ ઊંચે ઉઠાવો ને આત્મહિતને સાધો. અમારા અંતરના આશિર્વાદ છે. જેમાં શ્રી વજુસ્વામીજીએ જન્મથી દીક્ષાના મનોરથો ને પ્રયત્ન કર્યા તેમ આ બાળકો પણ અમુક અપેક્ષાએ કેવા ઉત્તમ કે જન્મથી રાત્રિભોજનના ભયંકર પાપથી બચી ગયા! સાધર્મિકને સાચા ભાઇ રૂપે જનાર સાધર્મિક સહાય કરી કર્માદાન વગેરે પાપથી બચાવનારા સુશ્રાવકો આજના પડતા કાળમાં પણ છે! જિનશાસન આજે પણ ઝળહળતું છે. ધ્રાંગધ્રામાં ધીરૂભાઇ શાહ પાસે એક શ્રાવક પોતાની મુશીબતને રડતાં કહે છે કે શેઠ સાહેબ! ૮ દિવસ પહેલાં શેર ખરીદ્યા હતા. એના ભાવ ગગડી ગયા. ૫ હજારનું વલણ ચુકવવાનું છે. ૧૫૦૦ ચૂકવ્યા. હવે કાંઇ બચ્યું નથી. મુસીબતમાં ફસી ગયો છું. પૂરુ દેવું નહીં ચૂકવાય ત્યાં સુધી ભયંકર માનસિક દુ:ખ સહેવું પડશે. ધીરૂભાઇ, પાંચ હજાર ચૂકવી દઉ છું. પણ ફરી આવું થશે ત્યારે શું કરશો?” આપ જ બતાવો.” “શેર સટ્ટાનો નિયમ લઇ લો.” તરત જ તેમણે શેઠ સમક્ષ જ નિયમ લીધો. આમ તે સાધર્મિકને ધીરૂભાઇએ દુઃખથી કાયમ માટે બચાવી લીધા. શકિત પ્રમાણે સાધર્મિકની ભકિત કરો. અને પ્રભુએ નિપેદોલા આવા અનર્થદંડ વગેરે પાપના દાંધા ત્યજો. જેનું આદશે ? Jain Education International [૩૨] www.jain more.org For Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52