Book Title: Jain Adarsh Prasango Part 01
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 45
________________ ૩૭ ધર્મપ્રમ ગંગામાને ધર્મ ખૂબ ગમે. અમદાવાદના શેઠ કુટુંબના કસ્તુરભાઇ લાલભાઇના દાદીમા થાય. લાલભાઇ પાસે સંઘના આગેવાનો આવ્યા. સંઘનું એક મહત્વનું કામ હતું. લાલભાઇની લાગવગથી થાય એમ હતું. પણ લાલભાઇએ ના પાડી દીધી. એ જમવા આવ્યા ત્યારે ગંગામાએ લાલભાઇના ભાણામાં પથરા મુકયા. લાલભાઇએ પુછયું, “આ શું?” ગંગામા કહે, “મારી કૂખે પથરા પાક્યા હોત તો સારુ હતું.” લાલભાઇ શરમાઇ ગયા. પૂછવાથી માએ ખૂલાસો કર્યો કે તારાથી થાય એમ છે, છતાં શાસનના કામ માટે ના પાડી દીધી? જૈનને આ શોભે? લાલભાઇએ કામ કરાવી આપ્યું. હે ધર્મપ્રેમીઓ ! શાસન અને સંઘના બધાં કામ તન,મન, ધનથી કરી મહાન લાભ મેળવજો એ જ અભ્યર્થના ૩૮ પૂર્વના સંસ્કાર ૨ વર્ષ પહેલાં મલાડમાં એક ભાઇ વંદન કરવા આવ્યા. સાથે ૨-૩ વર્ષનું બાળક હતું. મને એ શ્રાવકજી કહે કે મહારાજજી! આને દેરે લઇ જઇએ તો આ ખૂબ રાજી થાય છે દર્શન કર્યા જ કરે. પછી બહાર લઇ જઇએ તો રડે. મહામુશ્કેલીએ બહાર લાવીએ. હે ધર્મપ્રેમીઓ ! જોયું ! કેવું બાળક ! પૂર્વજન્મમાં ભકિત વગેરેના સંસ્કાર દૃઢ પાડયા હશે, તો બાળવયમાં પણ દર્શનથી રાજી રાજી થાય છે ? તમે તો તીર્થંકરદેવના અનંતા ગુણો જાણો છો. ભાવો પેદા કરી દિલથી દર્શન, પૂજા આદિનો અનંતો લાભ લો. જૈન આદર્શ પ્રસંગો Jain Education International - ૧ फु फु फु For Personal & Private Use Only ૪૩ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52