Book Title: Jain Adarsh Prasango Part 01
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 47
________________ ૪૧ નિવકારથી કેન્સર કેન્સલ ગુલાબચંદભાઇ જામનગરના હતા. ગળે કેન્સરની ગાંઠ વધતાં ખાવાનું બંધ થયું. રોગ વધતાં પાણી પણ પીવાનું બંધ થયું. મુંબઇમાં ડો. કે. પી. મોદીને બતાવ્યું. તેમણે કહ્યું કે કેન્સર ખૂબ વધી ગયું છે. કોઇ ઇલાજ નથી. ૨-૪ દિવસથી વધુ જીવશે નહીં. રાત્રે વ્યાખ્યાનમાં સાંભળેલ મહામંત્ર નવકારના મહિમાની વાત ગુલાબભાઇને યાદ આવી. બધાને ખમાવી સદ્ગતિ પામવા નવકાર ગણવા માંડયા. ૩ કલાકે ગાંઠનું ઝેર ઉલટીથી નીકળી ગયું! તબીયત સુધરતી ગઇ. દૂધ પાણી વગેરે પીતા થયા. પછી તો ખાવા માંડયું. ડોકટરને બતાવ્યું. ચેક કરી સારું છે એવી ખાત્રી કરી ડોકટર ખૂબ નવાઇ પામ્યા. પછી તો જીવન ધર્મમય બનાવી દીધું. પછી ૩૯ વર્ષ જીવ્યા! આ વાત બહુ લાંબી છે. ગુલાબચંદભાઇએ મરતાં નવકારનું શરણ લીધું તો અસાધ્ય કેન્સર મટયું! ભવ્યો! તમે પણ નવકારમંત્રજાપ, ધર્મશ્રદ્ધા, ધર્મતત્ત્વજ્ઞાન જાણવું વગેરે ધર્મ કરી સર્વત્ર સુખ પામો એ જ શુભાભિલાષા. ૪ સુશ્રાવકના મનોરથો રજનીભાઇ દેવડી શ્રેણિકભાઇને કહે કે શેઠ શ્રી ! શત્રુંજય પર ચૌમુખજીની ટૂંકના શિખરો પરનાં કળશો સોનાનાં કરાવવાં છે. શેઠે રજનીભાઇને કારણ પૂછતાં કહ્યું કે એ સુંદર કળશોના બધા યાત્રાળુ દૂરથી દર્શન કરે છે. એ સોનાનાં હોય તો દર્શન કરનારના ભાવ ખૂબ વધે. તેથી મને પણ લાભ મળે! કેવી ઉત્તમ ભાવના ? હે , હિતેચ્છુઓ ! તમે પણ શુભ ભાવોને પ્રગટાવો. જેન આદર્શ પ્રસંગો – ૧ ૬ કી ન ૪૫ www.ja kelibey.org Jain Education International For Personal & Priate Use Only

Loading...

Page Navigation
1 ... 45 46 47 48 49 50 51 52