________________
જપ દીક્ષા રાગ ખંભાતના નગરશેઠ પોતાના સંતાનોને નાનપણથી દીક્ષામાં જ સાચું કલ્યાણ છે એમ વારંવાર સમજાવે. લગ્નનો વરઘોડો નીકળે ત્યારે પણ પૂછે કે બેટા! હજુ પણ ઇચ્છા થતી હોય તો આ વરઘોડાને દીક્ષાના વરઘોડામાં ફેરવી નાખીએ! કેવો દીક્ષાપ્રેમ? હે પુણ્યશાળીઓ! તમે પણ આશ્રિતોને સાચું સમજાવો. છેવટે જે તૈયાર થાય તેને દીક્ષામાં અંતરાય કરવાનું ભયંકર પાપ ન કરવું એ નક્કી
કરો.
૪૬ો ધિંધાથી નિવૃત્તિ) મુંબઇ ઇરલાના દેવચંદભાઇ શ્રાવકને વ્યાખ્યાન સાંભળતા ધર્મ ગમ્યો. આરાધના કરવા માંડી. પછી ૪-૫ વર્ષે મેં તેમને ધંધાના પાપથી બચવા પ્રેરણા કરી. એમને વાત ગમી ગઇ. મહેનત કરી અને થોડા સમયમાં નિવૃત્ત થઇ ગયા. આજે પણ શાસન કેવું જયવંતુ છે કે આવું કઠિન કામ પણ કેટલાક જીવો હિંમતથી કરે છે. બાકી આજે કરોડપતિઓ પણ ઘરડા થવા છતાં ધંધો છોડતાં નથી. પુણ્યશાળીઓ! તમે પણ ધંધાના ભયંકર પાપોથી શકય એટલા બચો. છેવટે કર્માદાનના ધંધાનો ત્યાગ કરો.
૪ળ કરૂણા) નેમચંદભાઇ તનમન અમદાવાદના ઘણાં એમને ઓલિયા તરીકે ઓળખે છે. દુઃખી, બીમાર વગેરે પ્રત્યે તેઓ ખૂબ કરૂણાદ્ર. પરદુઃખ જોઇ પોતે ખૂબ દુઃખી થાય! તન, મન, ધનથી ઘણાંને સહાય કરી હતી.
જૈન આદર્શ પ્રસંગો – ૧
ર્ક
४७
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org