Book Title: Jain Adarsh Prasango Part 01
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 50
________________ ૪૮ કોલેજીયનનો અહિંસા પ્રેમ મુંબઇની એ છોકરી કોલેજમાં ભણતી હતી. વનસ્પતિના જીવોનું જ્ઞાન થયા પછી એણે હિંસાથી બચવા ખાવા માટે કેળાં પસંદ કર્યા! ઘર માટે શાક લેવા જાય ત્યારે કેળાં લાવે. કારણકે કાચા કેળામાં એક જ જીવ હોય. કારણ અંદર બી હોતા નથી. પછી તો આ યુવતિએ વૈરાગ્ય વધતાં દીક્ષા લીધી! આજે અનેક શ્રાવિકાઓને ધર્મ સમજાવી આરાધના કરાવે છે. તમે અહિંસા પાળો |૪૯ શેઠની જયણા ખંભાતના એ નગરશેઠ ખૂબ ધર્મપ્રેમી. પાપથી બચવા પૂજા માટે સ્નાન કથરોટમાં કરે. અને એ પાણી રેતીમાં નાખી દે. નોકરે કહ્યું કે શેઠજી ! લાવો હું નાખી દઇશ. શેઠે કહયું કે હે ભાઇ! આ જયણાનું કામ છે. એ હું જ કરીશ. જયણા તમે પણ પાળો. પાળીને ખૂબ પુણ્ય મેળવો. ૫૦ પ્રતિજ્ઞાની મક્કમતા વઢવાણના વીરપાળ ગાંધી. એમણે સાણદમાં રહી ૫૧ ઉપવાસની ભવ્ય તપસ્યા કરી. છેલ્લા ૫૧મા દિવસે તબિયત ઢીલી થઇ. કહેનારાએ કહ્યું પણ ખરૂં કે હમણાં પારણું કરી લો. પછી આલોચના લઇ લેજો. મક્કમ મનના શ્રાવકે પ્રતિજ્ઞામાં દૃઢ રહેવાનું જ પસંદ કર્યું. એ જ દિવસે એમનો આતમા નાશવંત દેહને છોડી ગયો. ધન્ય તપપ્રેમ. ૪૮ ૐ ભાગ - ૧ સંપૂર્ણ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 48 49 50 51 52