Book Title: Jain Adarsh Prasango Part 01
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 48
________________ ૪૩ સંઘભકિત ગુજરાતના એક ગામના સંઘના પ્રમુખ હતા. મીટિંગમાં એક ભાઇ દોપ ન હોવા છતાં પ્રમુખને ખખડાવતાં કહે કે તમે આ બાબતમાં ટ્રસ્ટ જાણે તમારા બાપનું હોય એમ વર્તે છો. જવાબ આપતાં પ્રમુખ શાંતિથી બોલ્યા કે ટ્રસ્ટ મારા બાપાનું હોય એમ જ બધા કામ કરું છું. ટ્રસ્ટ ભગવાનનું છે અને ભગવાન આપણા બધાના પિતા છે જ. પેલા વિઘ્નસંતોપી ચૂપ થઇ ગયા. હે પુણ્યશાળીઓ! સંઘના કામ કરતાં આક્ષેપો સાંભળી ગુસ્સો ન કરવો અને સંઘભકિતનું સુંદર કામ છોડી ન દેવું. એનાથી આપણું અનંત આત્મહિત થાય છે. ૪૪|| વૈરાગ્ય મુંબઇના એ યુવાનની પૂ.આચાર્ય શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. ની આજ્ઞાથી પાંચોરામાં દીક્ષા થઇ. પછી સંસારી સગા આવ્યા. આચાર્ય શ્રી યશોદેવસૂરીશ્વરજી મ. સાહેબે મળવાની રજા આપી. કલાકો સમજાવ્યા, ઘમકાવ્યા. ૩-૪ દિવસ થઇ ગયા. મહાતમાનો વૈરાગ્ય તીવ્ર. તેથી દીક્ષા છોડવાની વાત ન માની. કુટુંબીઓએ જૈનેતરોને ઉશ્કેર્યા.સંઘે વિચારણા કરી વિનંતિ કરી મહારાજને વિહાર કરાવી માલેગામ મોકલાવ્યા. મહારાજના ભાઇએ કપટ કરી તેમને ગાડીમાં ભગાડ્યા. શ્રાવકોએ તપાસ કરી. ઘણે દૂર ઊરણના જંગલમાં બંગલામાંથી શોધી કાઢયા. મારે દીક્ષાવેપ સિવાય ખાવું નથી એવો એમણે નિશ્ચય કરેલો! શ્રાવકોએ સાધુવેપ લાવી આપ્યો. નવદીક્ષિત ખૂબ ખુશ થયા. કેવો જોરદાર વૈરાગ્ય? ભાગ્યશાળીઓ ! સંસારમાં કંઇ નથી. આત્મહિત સાધવા વ્રતો યથાશકિત લો. જૈન આદર્શ પ્રસંગો Jain Education International - ૧ 事事事 For Personal & Private Use Only ૪૬ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 46 47 48 49 50 51 52