Book Title: Jain Adarsh Prasango Part 01
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 46
________________ રૂપૂિજારીની શુભ ભાવના એ પૂજારી પાટણમાં દેરાસરમાં હતાં. એમની દિલની દટ ઝંખના કે આપણે ભગવાનની ભકિત કરવી, પણ પગાર ન લેવો. છતાં આજીવિકા માટે લેવો પડતો હતો. તેથી વારંવાર પ્રાર્થના કરે કે હે પ્રભુ! તારી કૃપાથી મારે આ પગાર ન લેવો પડે અને લીધેલો બધો પાછો આપી દઉં એવુ કર! પુત્ર ખૂબ કમાતો થઇ ગયો. હવે ઘડપણમાં ઘરે આરામ કરો! એવી વિનંતી એણે પિતાને કરવા માંડી. પગારના લીલા બધા પૈસા પેઢીને પાછા આપી દઇ પૂજારી પુત્રના ઘરે ચાલ્યો ગયો! આવા દ્રષ્ટાંતો વાંચી જૈન વેપારીઓ પણ પોતાનો માલ દેરાસર, ઉપાશ્રય માટે મફત આપીને મહાન લાભ લે. શકિત ન હોય તો મૂળકિંમતે આપે. આજે કેટલાક અજૈનો પણ ભગવાન, સાધુ ને ધર્મ માટે પૈસા લેતાં નથી. તો જેનોએ ધડો ન લેવો જોઇએ? જિનેતિીવ્ર વૈરાગ્યો વર્ષો પહેલાં અમદાવાદમાં ઉજમફઈની ધર્મશાળામાં થોભણ શ્રાવકે પ્રતિક્રમણ કર્યું. તે દિવસે એક મડદું જોયેલું. તેના પર ચિંતન કરતાં કરતાં એમનો વૈરાગ્ય વધી ગયો. પોતાના ધોતિયાનો ચોલપટ્ટો કરી ધર્મશાળામાં રહેલા મહારાજનું રજોહરણ લઇ આવ્યા. સાધુપણું મળી ગયું હર્ષાવેશમાં ઊંઘ આવી ગઈ! પરોઢિયે પૂ.શ્રી. જાગ્યા. જાપ કરવોહતો. રજોહરણ ન મળે. શિષ્યોએ તપાસ કરવા માંડી. એમને સૂતા જોઈ ઉઠાડીને પૂછયું. જાગી જતાં એ કહે કે હું તો સાધુ છું. મારૂ નામ થોભણ મુનિ.. વાત જાણી એમને સમજાવી રજોહરણ પાછું લઇ ગુરૂદેવને આપ્યું. જૈન આદર્શ પ્રસંગો – ૧ / 5 4 5 Jain Education International For Personal & Private Use Only ४४ www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 44 45 46 47 48 49 50 51 52