Book Title: Jain Adarsh Prasango Part 01
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay
Catalog link: https://jainqq.org/explore/005425/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ ' ' આપશો ભાગ-૧ પંન્યાસ ભદ્રેશ્વરવિજય For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ પ્રસંગો” પુસ્તક વિષે કેટલાક અભિપ્રાય પ.પૂ. આચાર્ય શ્રી રત્નસુંદરસૂરિ મ ..નાનકડી પણ ભારે પ્રેરણાદાયી પુસ્તિકા..આ અનુમોદનીય પ્રયાસ અનેક આત્માઓને આરાધનામાં ટકી રહેવા માટે આલંબન રૂપ બને તેવો પણ છે.” મુનિ શ્રી જયપઘવિજયજી: “અનંત કાળે મળેલ માનવ ભવમાં શ્રેષ્ઠ કમાણી કેવી રીતે થાય? આટલા અલ્પ આયુષ્યમાં અનંતા કર્મોનો નાશ કેવી રીતે કરવો? આવા ઘણા પ્રશ્નોના જવાબ સુંદર જૈન આદર્શ પ્રસંગોના ૩ ભાગ આપશ્રીએ મહેનત કરીને જૈનો તથા સર્વ સમક્ષ મૂકયા તે વાંચવાથી જ મળી જાય છે. આપશ્રીનું કાર્ય ખૂબ પ્રશંસનીય છે.” મુનિ શ્રી યુગદર્શનવિજયજી: “જૈન આદર્શ પ્રસગો પુસ્તક ખૂબ વાંચવા જેવા છે. પહેલો પ્રસંગ વાંચ્યા પછી પુસ્તક પુરૂં ન થાય ત્યાં સુધી મૂકવાનું મન થતું નથી. સારા શ્રાવકોની અનુમોદના આ રીતે આ પુસ્તક વાંચનારા ઘણાં બધા કરતાં હશે અને ઊત્તમ મનોરથો સેવતા થઈ ગયા હશે તે બધા જ પુણ્યાનુબંધી પુણ્યના ભાગી આપશ્રી બન્યા છો. આ ચોપડી મેં જ્યારે જ્યારે વાંચી ત્યારે ત્યારે લગભગ તે પૂરી કરીને જ ઊભો થયો છું. આવો અનુભવ અનેક વાચકોને થયો હશે. વિશેષમાં પ્રત્યેક પ્રસંગે તમે જે વસ્તી ઓછી પ્રેરણા કરો છો તે તો ખૂબ જ ઉત્તમ કાર્ય કર્યું છે. તેનાથી તો ઊંઘતો પણ જાગી જાય.” ભદ્રેશભાઈ, ભૂતપૂર્વ પ્રમુખઃ પાંચકુવા કાપડ મહાજન: “અત્યારે બેંગ્લોરમાં મારા મિત્રના ઘરેથી આ પત્ર લખું છું. પ્રાતઃકાળે પક્ષીઓના મધુર કલરવથી વાતાવરણ આફ્લાદક બની ગયુ છે. ઊંઘ ન આવતા મિત્ર પાસે વાંચવા પુસ્તક માગ્યું. ખૂબ સુંદર પુસ્તક છે એમ કહી મિત્રે જેના આદર્શ પ્રસંગો વાંચવા આપ્યું. વાંચતા હૃદય પુલકિત બની ગયું. આપણા આત્માની ઉન્નતિ માટે આપણે કશું કરતાં નથી. પ્રસંગો વાંચી પ્રેરણા મળી, દિલમાં ભાવ જાગ્યા કે ધર્મ આરાધના માટે પણ આપણે સમય ફાળવવો ખૂબ જ જરૂરી છે.” આવા પ્રશંસાસૂચક અન્ય અનેકોના પણ અભિપ્રાય આવ્યા છે. * For Personal & Private-dee jatinelibrary.org Page #3 -------------------------------------------------------------------------- ________________ છે હોં હૈ નમોનમઃ પ્રેમ-રામચંદ્ર-ભુવનભાનુ-જયઘોષસૂરિભ્યો નમઃ (જેન આદર્શ પ્રસંગો (સત્ય શ્રેષ્ઠ શ્રાવકોના દૃષ્ટાંતો) ભાગ - ૧ લેખકઃ પંન્યાસ ભદ્રેશ્વરવિજય મ.સા. સંપાદકઃ પંન્યાસ ગુણસુંદરવિજય મ.સા. સહાયકઃ મુનિ યોગી રન વિજય મ.સા. સુક્તના સહભાગી: * કાન્તાબેન ચંદુલાલ પોપટલાલ ગજરાવાલા મહાજનવાડી, માંડવીની પોળ, અમદાવાદ-૧ પાટણ મિત્ર મંડળ મરીનડ્રાઈવ જૈન આરાધક ટ્રસ્ટ - મુંબઈ 'સજી સાહિત્ય અને ધર્મનો પ્રચાર પૂજા, પ્રવચન, તપશ્ચર્યા, શિબિર, કાર્સ ડે, યાત્રા, પર્યુષણા, સ્નાત્ર, પાઠશાળા, પ્રતિકમણ વગેરેમાં પ્રભાવના કરવા યોગ્ય પુસ્તક. 7 મુદ્રકઃ નવનીત પ્રિન્ટર્સ (નિજ શાહ) અમદાવાદ ફોન: ૫૬૫૩ર, For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ ભાગ-૧ કિંમત : ભાગ ૧ થી ૭ : રૂા.ર૭ ભાગ ૧ રૂા. ૫-૦૦ ૧૦૦ નકલ લેનારને ૪૦% પ00માં પ૦% ૧૦00 માં ૬૦% કન્સેશન મળશે. આવૃત્તિ: ૧૨મી તા. ૧.૭.૨૦૦૨ નકલ ઃ ૦૦૦૦ પૂર્વનીઃ ૨૪૫૦૦ પ્રાપ્તિસ્થાન મુંબઈઃ | રમણલાલ : દહાણુકરવાડી કાદીવલી (વેં) ૮૬૨૫૧૭૮ નીલેશભાઈ : ૮૭/૨, જવાહરનગર | ગોરેગાંવ (વે) ૮૭ર૭૪૪૮ અશ્વીનભાઈ : ૫, મહાવીરનગર, એ, બોરીવલી (વે) ૮૯૮૪૧૬૬ અપૂર્વભાઈ : લાઈટ ટ્રેડર્સ, ૧૧૩, લુહારચાલ ૨૦૬૦૨૦૫ રમણલાઇ ૮૭/૨, સગર,એ, પ્રાપ્તિસ્થાન મદાવાદ: રસિકલાલ રતિલાલ શાહ, એલ.કે. ટ્રસ્ટ બિલ્ડીંગ, બરોડા બેંક સામે, પાંચકુવા, -૩૮૦૦૦૨ ફ્રેન : ૨૧૭૫૮૦૪, ૨૧૭૫૭૮૦ નિરંજનભાઈ : ૧૧ ભૂમિ એપાર્ટમેન્ટ, ૩૩ આનંદનગર પો.ઓ. પાસે, ભઠ્ઠા, પાલડી-૭ ફોન : ૬૬૩૮૧૨૭, ૬૬૪૫૮૨૩ ‘નીચેના સ્થળેથી ઓર્ડરથી ૨-૪ દિવસમાં પરતકો મળશે. ઓપેરા ..જીતેન્દ્રભાઈ ૬૬૦૫ઉપર આબાવાડી રાજેશભાઈ ૬૬૦૨૦૦૪ કિન્નરભાઈ ૬૬૩૦૧૬૭ શાંતિનગર જયકુમાર : ૭૫૫૧૭૭૨ પ્રકાશિત થચેલ પુસ્તકો : ૫. ભદ્રેશ્વરવિજય) ભાગ-૫ ૧૦૦ કે વધુ લેનારને માત્ર રૂા. ૧ માં મળશે. સુપાત્રદાન,તીર્થયાત્રા વગેરે વિષયની પુસ્તિકાઓ આ જ લેખકની પ્રાપ્તિ સ્થાનેથી મળશે. પ્રસંગોના બધા ભાગની કુલ ૨,૦૦,૦૦૦ નકલો છપાઈ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ પ્રાક્રુથના પ્રસંગોમાં પ્રથમ પંકિતમાં પ્રકાશના આ સત્ય કથાપ્રસંગો આજ સદીના ઉત્તમ જૈનોના છે. જેમ ગુલાબ ફૂલોનો રાજા છે તેમ આ સત્ય દ્રપ્ટાંતો વર્તમાનકાલીન દઘટનાઓ પૈકી શ્રેષ્ઠ કોટિના છે. ગુલાબની આલ્હાદક સુગંધ પણ અા કાલમાં ઊડી જાય છે. જ્યારે આ પ્રશંસનીય પ્રસંગ પુણોનો પમરાટ યાવજીવ આપણને અનોખા. આનંદથી તરબતર રાખે છે. આપણને અનંત પુણ્યોદયે માનવભવ ઉપરાંત શ્રી જિનશાસન મળ્યું છે. જિનશાસનને કારણે આપણને આત્મા, કર્મ વગેરે ઘણી સૂત્રમ વસ્તુઓનું પણ વાસ્તવિક સ્વરૂપ જાણવા મળે છે! આજે જગતમાં ઘણાં સ્થળે એકાંત - સ્વાર્થાદાતા, ભોગવિલાસ, પાપાચારો આદિ પશુથી પણ બદતર દોષો તાંડવનૃત્ય કરી રહ્યાં છે. વર્તન, વાણી અને વિચારોમાં અનાર્યતા પેસી ગઈ છે. આજના વિશ્વમાં ચોમેર સ્વચ્છેદપણું જોઈ સજજનો અને સંતો ચિંતિત, દુઃખી અને હતાશ બન્યા છે. જગતમાં ઘણાં માનવો ઉત્તમ બનવાની પાત્રતા ધરાવતાં હોય છે. છતાં અશુભ વાતાવરણ, નિમિત્તો વગેરેને કારણે તેઓના જીવનમાં પણ ઘણાં દુર્ગુણો ઘુસી ગયેલા જોવાય છે શાસ્ત્રો ફરમાવે છે કે ખાણમાં પડેલા અત્યંત મલિન શ્રેષ્ઠ હીરાની જેમ આવા જીવો શુભ આલંબનોથી ઝગમગવા માંડે છે. ઉત્તમ પુરુષોના શ્રેષ્ઠ પ્રસંગો વાંચવા એ પણ અત્યંત શુભ આલંબન છે. હે ભવ્યો ! તમે પણ આ અદભુત પ્રસંગો ખૂભ ધ્યાનપૂર્વક વાંચજો, વિચારજો. વેધના ત્રીજા પધની જેમ એ આત્મગુણોને વિકસિત કરશે અને દુર્ગણો હશે તો દૂર કરશે. હે પુણ્યશાળીઓ ! આવા હડહડતા કલિકાળમાં પણ ઘણાં શ્રાવકોના ગુલાબ જેવા મામદાતા અદભુત સત્યાપ્રસંગો જાણી મારો મનમોરલો નૃતા કરે છે. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ આનંદસરોવરમાં ડૂબકીઓ મારે છે. અવર્ણનીય આનંદ તથા આવા ગુણો તમે પણ મેળવો એ ભાવથી તમારી સમક્ષા આ પ્રસંગપુષ્પો રજૂ કરું છું. એક અતિ મહત્ત્વની વાત કે અભ્યાસથી કશું અશક્ય નથી. આવા કાળમાં પણ પુરૂષાર્થથી ૫-૭ વર્ષના નાના બાળકો પણ કરાટે, સંગીત, તરણ, રમતગમત વગેરે અનેક ક્ષેત્રોમાં વિશ્વચેમ્પીયન બની શકે છે. તો તમે તો પુખ્ત ઉમરના અને અનંતાનંત પુણ્યથી પુષ્ટ છો. ધર્મમાં હિંમત રાખો. જરૂર સફળતા મળશે. વળી દરેક માણસ બધાં ગુણો મેળવી શકે નહિ. તેથી આવા ગુણવાનોની હૈયાથી પ્રશંસા અને સાચી અનુમોદના કરીએ તો આપણને પણ આવા ગુણો જરૂર પ્રાપ્ત થાય ! તમારા સગાસ્નેહીઓને આવા પુસ્તકો વંચાવવાના સુંદર પુણ્યથી વંચિત ન રહેશો. અહીં થોડાજ પ્રસંગો લખ્યાં છે. બીજા ૫ ભાગમાં આવા પ્રસંગો પ્રગટ થયાં છે. બીજું, પ્રસંગો મેં ખૂબ ટૂંકાણમાં લખ્યા છે. અને આમાંના કેટલાક અને બીજા કેટલાક શ્રાવકોના તો જીવન જ આવા અનેક ગુણો રૂપી પુષ્પોવાળા વૃક્ષોથી શોભતા બાગ જેવા છે ! પણ મેં તો એમના ૧-૨ પ્રસંગ જ અહીં લીધા છે. વળી વાર્તાપ્રસંગ સાથે હિતશિક્ષા થોડી વિસ્તારથી લખાય તો ઘણાંને પ્રેરણા મળે. છતાં વાંચકોને વાર્તાના પ્રવાહમાં રસભંગ ન થાય માટે અ૫ શબ્દોમાં જ દિશાસૂચન કર્યું છે. વળી આ પ્રસંગો મેં સાંભળેલા, વાંચેલા, જાણેલા લખ્યા છે. તેથી આમાં જાણકારોને જે કોઈ આધારભૂત ભૂલ લાગે તે જણાવવા હાર્દિક નિમંત્રણ છે. ગણિવર શ્રી ગુણસુંદરવિજયજીએ પ્રસ્તાવનાલેખન અને સંપાદનકાર્ય કરી આપ્યું તે બદલ હું તેમનો ખૂબ ઋણી છું. પ. પૂ. આ. શ્રી રત્નસુંદરસૂરિ મ.પ. પૂ. આ. શ્રી હેમરત્નસૂરિ મ., પંન્યાસ શ્રી ભુવનસુંદરવિજયજી. પંન્યાસ શ્રી ગુણસુંદર વિજયજી આદિ અનેક મહાતમાઓ અને સુશ્રાવકો પાસેથી મળેલા કથા પ્રસંગો પણ મેં આમાં For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ સંગ્રહિત કર્યા છે. તે બધાનો હદયથી આભાર માનું છું. સ્મૃતિભ્રંશ આદિ કારણે લખવામાં જે કાંઈ ભૂલ થઈ હોય તથા જિનાજ્ઞાવિરુદ્ધ જે કાંઈ લખાયું હોય તેનું ત્રિવિધ મિચ્છા મિ દુક્કડં. પુસ્તકલેખનમાં ક્ષતિઓ જણાય તે સૂચવવા વિનમ્ર વિનંતિ. આવા અત્તરથી અદકેરા સત્ય દ્રષ્ટાંતો વાંચી, ભવોભવ સુંદર આરાધના, સદ્ગતિ અને જિનશાસન પામો એ જ એકની એક સદા માટે શુભાભિલાષા. પંકજ સોસાયટી, અમદાવાદ - પંન્યાસ ભદ્રેશ્વરવિજય થોડલો પણ ગુણ પરતણો સાંભળી હર્ષ મને આણ રે..... કેવું અનુપમ છે આ જિનશાસન ! કેવાં ટંકશાળી છે એના વરાનો ! એ જિનવચનો કહે છે: કરણ કરાવણ ને અનુમોદન સરિખાં ફળ નિપજાયો રે... બીજું સત્રશંસાદિ. ઉત્તમના ગુણ ગાવતાં ગુણ આવે નિજ અંગ તે ગુણ તાસ અનુમોદીએ પુણ્ય અનુબંધ શુભ યોગ રે ભગવાનની આ વાણીનો સાર એ છે કે કોઈપણ ગુણના આપણે માલિક બનવું હોય તો એ ગુણની પ્રશંસા, ઉપબૃહણા, અનુમોદના કરવી જોઈએ. અનુમોદનાનું આ બીજ વિશાળ ગુણવૃક્ષમાં પરિણમે છે. અનુમોદના ગુણપ્રાપ્તિ રૂપ વૃક્ષનું શુભ બીજ છે. ધર્મ કરવા અને કરાવવામાં જે લાભ છે એટલો જ લાભ તે તે ધર્મોની અનુમોદનામાં છે. બળદેવ મુનિના સંયમધર્મની અને રથકારના નિર્દોષ દાન ધર્મની દિલથી અનુમોદના કરનારો મૃગલો પણ એ બન્નેની જેમ જ પાંચમા દેવલોકમાં પહોંચી ગયો! કૂવાના પાણીને કયારા સુધી પહોંચાડવાનું કામ નીક કરે છે. અનુમોદનાનો ગુણ આ નીક છે. એ સામાના ગુણરૂપી પાણીને આપણા આત્મા રૂપ. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ કયારા સુધી લાવી આપે છે. સગુણપ્રશંસા, અનુમોદનાનું જો આટલું બધું માહાસ્ય હોય તો શા માટે આપણે તદ્દન આસાન આ લાભ ન લેવો ? પણ ગુણો કાંઈ આકાશમાં નથી રહેતા. એ રહે છે ગુણવાન વ્યક્તિઓમાં... તે તે ગુણવાન વ્યક્તિની અનુમોદના કરવાથી એ ગુણોની અનુમોદના થઈ જાય છે. મોદના એટલે આનંદ. અનુ એટલો પછીથી. તે તે ગુણવાન વ્યક્તિને તે તે ગુણપ્રાપ્તિના આનંદની જે અનુભૂતિ થઈ હોય તે પછી આપણે એના ગુણકીર્તનથી એ અનુભૂતિ કરવી એ છે અનુમોદના ! વર્તમાનમાં સામાન્યથી ઈર્ષ્યા, નિંદા આદિ દુર્ગણોએ જીવો પર આધિપત્ય જમાવ્યું છે. એ દુર્ગણોના બળવાન સકંજામાંથી બચવા માટે અનુમોદનાનો ગુણ કેળવવાની તાતી જરૂરિયાત છે. માટે જ ૫.પૂ.મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સાહેબે પોતાની અમૃતવેલી સજઝાયમાં ગાયું, “થોડલો પણ ગુણ પરતણો સાંભળી હર્પ મન આણ રે." અનુમોદનાથી મૈત્રી આદિ ચાર પૈકીની પ્રમોદ ભાવના પણ પુષ્ટ બને છે. એમાં પણ આપણા કાળમાં અને આપણા ફોનમાં રહેલી અને લગભગ આપણા જેવા જ સંયોગોમાંથી પસાર થતી વ્યકિતઓ જ્યારે સત્ત્વ ફોરવી ગુણપ્રાપ્તિ કરતી હોય છે ત્યારે આપણને એમના આલંબને એમના જેવા ગુણ પ્રાપ્ત કરવાનો શુભ ભાવ જલદી થાય છે. આચાર, વિચાર અને ઉચ્ચારમાં ખૂબ તકેદારી રાખનાર તરીકે સુખ્યાત થયેલા વિદ્વદ્વર્ય સ્થવિર પૂ. પંન્યાસ શ્રી ભદ્રેશ્વરવિજય મહારાજશ્રીએ ઘણી મહેનતપૂર્વક આવ; અનુમોદનીય વર્તમાનકાલીય પ્રસંગોનો રસથાળ તૈયાર કરી આપણને ભેટ ધર્યો છે. સદગુણપ્રેમ આપણે સૌ પણ આ રસથાળને જાણીએ-માણીએ અને પામીએ એ જ શુભેચ્છા ! ગીરધરનગર -પંન્યાસ ગુણસુંદરવિજયજી ગણિ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ અનુક્રમણિક્કી ૬. વિષય પાક. વિષય. ૧ ધર્મરાગા ૮ ૨૬ પ્રામાણિકતા ૨ શરણે આવનારનું ધર્મથી રક્ષણ ૧૦ |૨૭ બ્રહ્મચર્યનો પ્રેમ 3 આ કાળના આદર્શ સુશ્રાવક ૧૧ ર૮ એના મહિમાનો નહીં પાર! ૪ જિનવાણીથી વ્યસની સદાચારી ૧૨ ]રલ શીલ માટે સાહસ ૫ શુભ સંકલ્પ ૧૧ [૩૦ આપત્તિમાં ધર્મ વધાર્યો ! ૬ ના ' હવે મારે બીજો પણ નથી જોઇતો ૧૦ |૩૧ ધાર્મપ્રેમી સુશ્રાવિકા ૭ પુગહિતેચ્છુ સુશ્રાવક ૧૫ | ર અસહ્ય વેદનામાં સમાધિ ૮ તપસ્યા કરતાં કરતાં રે ડંકા જેર બજાયા હો ૧૬ |33 ગુરુભકિત ૯ શિબિરશી સંયમયાત્રા ૧૭ | દાનોમ ૧૦ શુભ આલંબનોથી દુરાચારી દિઢ પર ૧૮ |પ સાધર્મિક ભકિત ૧૧ ઘોર તપસ્વી સાધર્મિક ભકિતા ૧૨ પૂજનો મનોરથ ૨૧ |39 ધર્મપ્રેમ ૧૩ ધર્મપ્રેમી એ નરબંકાને અભિનંદન ૨૪ | ૮ પૂર્વના સંસ્કાર ૧૪ દટ ધર્મી સુશ્રાવક ૨૫ |૩૯ પૂજારીની શુભ ભાવના ૧૫ ધર્મપ્રેમી આજના સુશ્રાવકો ૨૭ |૪૦ તીવ્ર વૈરાગ્યા ૧૬ શીલરક્ષા ૨૮ ૪૧ નવકારથી કેન્સર કેન્સલ' ૧૦ ભાવથી પ્રભુભક્તિ ૨૯ ૪ર સુશ્રાવકના મનોરથ ૧૮ સામાયિક રાગ ૩ સંઘભકિત ૧૯ એજન્મ ચઉવિહાર કરનારા બાળકો ૩૧ |૪૪ વૈરાગ્યા ૨૦ સાધર્મિકને સાચા ભાઇ રૂપે જોનાર ૩૨ કપ દીક્ષા રાગ ૨૧ પરોપકાર માટે બ્રહ્મચર્ય ૩૩ ]૪૬ ધંધાથી નિવૃત્તિ ૨૨ સાચી ઝંખના ફળી ૪૭ કરૂણા ૨૩ શીલરો માટે પતિનો ત્યાગ ૪૮ કોલેજીયનનો અહિંસા પ્રેમ ૨૪ સંયમ માટે સાહસ ૩૫ ૪૯ શેઠની જયણા ૨૫ ધર્મથી સમાધિ ૩૬ [૫૦ પ્રતિજ્ઞાની મક્કમતા For Personal & Preise u ne foi Page #10 -------------------------------------------------------------------------- ________________ ધિર્મરાગ મયણાબહેનના ખરેખર દર્શન કરવા જેવા છે. બારામતી (મહારાષ્ટ્ર)માં રહે છે. આજે ઉંમર ૨૫ વર્ષ છે. વિલાસભાઇ દીપચંદના સુપુત્રી છે. ઘણો પૈસો છે. ખાનદાની કુટુંબ છે. આટલા બધા પુણ્યોદય વચ્ચે પણ પૂર્વે બાંધેલા કોઇ વિચિત્ર કર્મને કારણે અસામાન્ય દુઃખો ભોગવી રહયાં છે. મોટું યુવાન કન્યા જેવું સપ્રમાણ ! પણ બાકીનું શરીર માત્ર ૨-રાઈ ફૂટનું. હાથ ખૂબ નાના. સ્વયં ચાલી ન શકે! વધારે બેસી પણ ન શકે. ઘણી વાર સૂતા જ રહેવું પડે. થોડે દૂર પણ જવું હોય તો નાના ટેણીયાની જેમ દડીને, આળોટીને! વધારે દૂર જવું હોય તો કોઇ ઉપાડીને મૂકવા આવે તો જઇ શકે. ઘણી બધી પરવશતા. આટલી બધી મુશ્કેલીઓ હોવા છતાં રોજ અષ્ટપ્રકારી પૂજા કરે છે!! જો કે બીજા કોઇ ઉઠાવીને દેરાસરે મૂકી જાય ત્યારે પૂજા થઇ શકે. આના કરતાં પણ અનેકગણું અનુમોદનીય એ છે કે ધર્મનો અભ્યાસ ઘણો ઘણો કર્યો છે!! હે પુણ્યવાનો! ધ્યાન દઇને વાંચો. પંચ પ્રતિક્રમણ, નવ સ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, સંસ્કૃત, પ્રાકૃત,તત્ત્વાર્થસૂત્ર આદિ ઘણું બધું એ ભણી ગયા છે ! આજના ઘણા આરાધક શ્રાવકોએ આ વાંચી ધડો લેવા જેવો છે. ઉદ્યમ કરો તો પૂજા, અભ્યાસ વગેરે તમે પણ જરૂર કરી શકો. આગળ વધુ જાણવું છે? ટી. વી. અને સીનેમા જોતા નથી. આજે બીજા બધાં મનોરંજનો માણવા છતાં લોકોને ટી. વી. વિના ચેન પડતું નથી. જ્યારે આ ધર્મદઢ શ્રાવિકા આટલા બધાં દુઃખો. છતાં પણ ટી.વી. ને પણ ઇચ્છતા નથી. બીજા આવા દુઃખી જીવો તો કદાચ ૧૦,૧૨ કલાક ટી. વી. વગેરે જોઇને પોતાના જૈન આદર્શ પ્રસંગો – ૧ part ઇન પોતાના . [૮] www.jainlembrary.org Page #11 -------------------------------------------------------------------------- ________________ દુઃખો ઓછા કરતા હશે. તેમના પ્રેમાળ પિતાએ દીકરીના આનંદ માટે બેબી સીટર લાવી આપ્યું છે. છતાં તેમને ફરવા જવાની ઇચ્છા થતી નથી. કેવા અંતર્મુખ ! એમની શેષ પ્રવૃત્તિઓ પણ જાણવા જેવી છે. સંસ્કૃત પ્રતો વાંચવી, બાળકોને પ્રતિક્રમણના સૂત્રો શીખવવા, વાંચવું વગેરે. ગામમાં સાધુ મહારાજ ચોમાસુ હતા તે વર્ષે ચારે મહિના સાધ્વીના ઉપાશ્રયમાં રહ્યાં. બેસણા કર્યા. રોજ સામાયિક, સ્વાધ્યાય, આદિ શુભ પ્રવૃત્તિઓ કર્યા કરે. જિનશાસન એ ભાવથી પામ્યા છે તો ઘણી આપત્તિઓ છતાં દુઃખી, હતાશ નથી બન્યા. ઉપરથી ધર્મ પ્રવૃતિઓથી જીવનને મઘમઘતા બાગ જેવું સુવાસિત કર્યું છે. જિનવચનોથી સંસાર અને કર્મની વિચિત્રતાઓ ઓળખી લઇ મસ્તીથી જીવન સફળ કરે છે! જે આત્મામાં ભાવ ધર્મ આવે તે સદા સુખી હોય એ જ્ઞાનીની વાતોનું આ જીવતું જાગતું દષ્ટાંત છે. ઘણી બધી અનુકૂળતા છતાં તમે સુખી છો? સાધુ, સાધ્વીને જોઇ એ ગદગદ બની જાય છે. કહે છે કે આપ અનંત પુણ્યના સ્વામી છો. દુર્લભ ચારિત્રને પામી સાધના કરો છો ! ઇચ્છા છતાં હું તો લઇ શકતી નથી. આપનું શીધ્ર કલ્યાણ થાઓ. હે પુયસમ્રાટ સુશ્રાવકો ! તમને બધાને પણ દિલથી આ તમારી બહેન બે શબ્દો કહેવા ઇચ્છે છે. સાંભળશો? એ કહે છે હે મારા પ્રિય સાધર્મિકો! અનંત પુણ્યોદયે તમને હાથ, પગ, આદિ બધું મળ્યું છે. અષ્ટકારી પૂજા, ધર્માભ્યાસ, સંયમી અને સાધર્મિકની ભકિત, તપ આદિ ધર્મ ખૂબ કરો. કદાચ ભવાંતરમાં કોઇ પાપોદયે મારી જેમ પરાધીન બનશો તો ઇચ્છા કરશો તો પણ નહીં કરી શકો. જેન આદર્શ પ્રસ For Personal & Pilate do www.jaineli rad.org Page #12 -------------------------------------------------------------------------- ________________ એ શિરણે આવનારનું ધર્મથી રક્ષણો જીવતભાઇ પ્રતાપશી પ.પૂ. પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજય મ. ના સંસારી કાકા હતા. તે દિવસોમાં હિંદુ-મુસ્લિમોનું હુલ્લડ ચાલતું હતું. જીવાભાઇને અતિ જરૂરી કામે અમુક જગ્યાએ ગયા વિના છૂટકો ન હતો. રસ્તામાં મુસ્લિમ લત્તો હતો. જોખમ ઘણું હતું. જવું પડયું. ડ્રાઇવરને કહી દીધું કે તે લત્તામાં ગાડી મારી મૂકજે. ત્યાં પહોંચ્યા તો ઘણે દૂર સેંકડો લોકો ભેગા થયેલા દેખાયા. ડ્રાઇવરે ગાડી ફૂલ સ્પીડે દોડાવી. જોરથી હોર્ન માર્યા. ટોળે ખસ્યું નહીં. જીવાભાઇ સમજી ગયા કે હવે મોત સામે જ છે. આ તો ધર્મી શ્રાવક! મોતથી ડર્યા વિના સદગતિ મળે માટે એકાગ્રતાથી નવકાર ગણવા માંડ્યા. પાસે જઇ ડ્રાઇવરે ન છૂટકે ગાડી રોકી, ટોળાએ ગાડીને ઘેરી લીધી. હતા બધા મુસલમાની હિંદુ હોય તો મારી નાખવા જ ભેગા થયેલા. તેમના આગેવાને અંદર કોણ છે એ જોવા ગાડીના બારણામાંથી તપાસ કરી.પણ ધર્મનો અચિંત્ય પ્રભાવ કેવો કે એણે બૂમ પાડી કે શેઠ કો જાને દો, અપનેવાલે હૈં. લોકો ખસી ગયા. ડ્રાઇવરે ગાડી ભગાવી. જીવાભાઇને ધર્મે બચાવ્યા ! ધર્મીને ગેબી સહાય પ્રાયઃ મળે છે. પૂ.આ.શ્રી હેમરત્નસૂરિ મ.સા. ને આ જીવાભાઇએ બોલાવરાવ્યા. પોતે ખૂબ બીમાર હતા. પૂ. શ્રી ગયા ત્યારે જીવાભાઇ પૌષધમાં હતા. પૂ.શ્રીએ પૂછતાં કહ્યું કે સાહેબ ! બીમારી હતી પણ આજે ચૌદશ છે. પૌષધ ન છોડાય. તેથી કર્યો. આપ મને ધર્મ સંભળાવો જેથી બીમારીમાં સમાધિ વધે. હે ધર્મપ્રેમીઓ ! તમને તો માંદગી નથી ને? નક્કી કરો કે પર્વ દિવસે પૌષધ વગેરે આરાધના કરવી જ. જૈન આદર્શ પ્રસંગો – ૧ ર્ક ક ક [૧૦] For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ ૩િઆ કાળના આદર્શ સુશ્રાવક એ સુશ્રાવકનું નામ હિંમતભાઇ બેડાવાળા. મુંબઇ વાલકેશ્વરમાં રહે છે. ખૂબ ઉંચા આરાધક તરીકે એમને ઘણાં બધા જાણે છે. તેમની ધર્મદઢતાના કેટલાક પ્રસંગો જોઇએ. ૪-૫ વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં અહમદનગર ગામ એ સિદ્ધચક્રપૂજન ભણાવવા ગયેલા.મુંબઇથી કોલ આવ્યો કે હમણાં જ પાછા આવો. તમારા ધર્મપત્ની સીરીયસ છે. છતાં આ ધર્મશ્રધ્ધાળુ કહે છે કે સિદ્ધચક્રપૂજન છોડીને ના જવાય. ભાવિ જે હશે તે થશે. વળી આ પ્રભુભકિતથી જ તેને સારું થઇ જવું જોઇએ. એમણે તો ભાવથી પૂજન ભણાવ્યું. ત્યાં ખરેખર પત્ની સારી થઇ ગઇ! રોજ કાઉસ્સગ્ગ આદિ ઘણી આરાધના કરે છે. લગભગ છ વિગઇ ત્યાગ, પાંચથી વઘુ દ્રવ્ય ન વાપરવા વગેરે ઘણી સુંદર આરાધના ઘણાં વર્ષોથી ચાલુ છે. ઘણાં કહે છે કે આ હિંમતભાઇ સાધુ જેવું જીવન જીવી રહ્યાં છે.હે ભાગ્યશાળીઓ કરોડો રૂપિયા હોવા છતાં જો આવું ઉત્તમ જીવન જીવતા હોય તો તમે પણ મનને દટ કરી યથાશકિત ધર્મ આરાધના કરો. આવા ધર્મીને આપત્તિમાં દૈવી સહાય મળે છે. એ આ અવસર્પિણીમાં પણ અનુભવાય છે ! એકવાર એમના ઘરમાં રેડ પડી. પોતે ધર્મશ્રદ્ધાથી ચાવીઓ સોંપી દઇ નવકાર ભાવથી ગણવા માંડયા! અધિકારીઓ કબાટમાં તપાસ કરે છે. ઘણાં રૂપિયા હોવા છતાં તેઓને દેખાતા નથી! કાંઇ ન મળતાં ચાવી આપી પાછા ગયા! અનંત પુણ્ય મળેલા આવા ધર્મને ઓળખી, આરાધી, આત્મસુખ પામો એ જ શુભેચ્છા. જૈન આદર્શ પ્રસંગો – ૧ ર્ક ૧૧ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ જિનવાણીથી વ્યસની સદાચારી એ યુવાન રોજની ૭૦ સીગારેટ પીતો હતો. પ.પૂ.આ. શ્રી રત્નસુંદરસૂરિ મ. વડોદરા પધાર્યા. તેમના વ્યાખ્યાન ગમવાથી બીજા યુવાને આ ચેઇન-સ્મોકરને રાત્રિના વ્યાખ્યાન સાંભળવાની પ્રેરણા કરી. આ વ્યસની કહે કે મારે ૧૫-૨૦ મિનિટે સીગારેટ પીવા જોઇએ.મારાથી નહીં અવાય. મિત્રે કહ્યું કે ભલે સિગારેટ પીજે. પણ તું વ્યાખ્યાનમાં આવ. સેંકડો યુવાનો આવે છે. તું પાછળ છેલ્લો બેસજે. ત્યાં અંધકારમાં કોઇને ખબર નહીં પડે. આગ્રહને કારણે રાત્રે વ્યાખ્યાનમાં ગયો. ભવિતવ્યતા યોગે એ વ્યાખ્યાનોમાં પ્રસંગોપાત સિગારેટની ભયંકરતા મહારાજશ્રીએ સમજાવી. ૩ ઇંચની સિગારેટ ૬ ફૂટના આવા મહાન આત્માને કેવી નચાવે છે? એવી માર્મિક વાતો સાંભળીને યુવાનને સત્ય સમજાયું. પૂજ્ય શ્રી પાસે જીવનભરનો અભિગ્રહ માંગ્યો! તેના વ્યસનની વાત જાણી પૂ.શ્રી વિચારમાં પડી ગયા. યુવાને દૃઢ અવાજમાં કહ્યું કે ગુરૂદેવ ! ડરો નહી, ૧૦૦ ટકા પાળીશ. ખાત્રી થતાં નિયમ આપ્યો. પછી તો એ યુવાન જિનવાણી સાંભળતાં શ્રાવક બન્યો. સામાયિક, પૌપધ, ઉપવાસ આદિ ધર્મ વારંવાર કરવા માંડયો, જિનવાણીની શ્રેયસ્કરતા મુસલમાન એવા અકબર બાદશાહને પણ સમજાઇ ગઇ હતી. તમે પણ રોજ જિનવાણી રૂપ અમૃતનું પાન કરી આત્માનું હિત સાધો એ જ શુભાભિલાષા. ૪ જૈન આદર્શ પ્રસંગો - ૧ 5 For Personal & Private Use Only ૧૨ www.jainebay.org Page #15 -------------------------------------------------------------------------- ________________ ૫શુભ સંકલ્પો અમદાવાદના દીપકલાવાળા દીપકભાઇને ઘણાં ઓળખે છે. એક સદગૃહસ્થ સંસાર નિવૃત્તિનો સંકલ્પ કરી નિવૃત્તિ લીધી. તે લેખ વાંચી પપ વર્ષે એમણે દઢ સંકલ્પ કર્યો કે મારે ૬૦ વર્ષે નિવૃત્ત થવું ! એ ૬૦ વર્ષે ખરેખર નિવૃત્ત થઇ ગયા. આ પુણ્યાતમાં જે સારું જુવે, સાંભળે, વાંચે તે કરવાનું મન થઇ જાય. કોઇ ધર્મીએ પ્રેરણા કરી કે રજાને દિવસે તો પૂજા કરો. તો શરૂ કરી દીધી. બાળપણમાં દીક્ષા લેનારને. જોઇને પોતે પણ ભાવના ભાવતા કે આમ મારે પણ ઘોડે ચડી સંયમ સ્વીકારવું ૬૦ વર્ષ પછી ધર્મ કરતાં દીક્ષાની ભાવના વધતી ગઇ. કેટલાક કાળે નિશ્ચય કરી પરિચિત આચાર્ય ભગવંત વગેરેને પ્રાર્થના કરી. પણ વૃદ્ધાવસ્થાને કારણે તેઓએ ના પાડી. છતાં અંતરની ભાવના કેવી દટ કે અપરિચિત પ.પૂ.આ.ભ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. પાસે ગયા. રહ્યા. નિશ્ચય કર્યો. પૂ.આ. શ્રીને વિનંતી કરી. પૂ. શ્રી એ ઉદારતાથી હા પાડી. પણ પાપોદયે શારીરિક તકલીફો વધતાં ડૉકટરોએ તથા કુટુંબીજનોએ ના પાડી. છતાં પોતે હિંમત કરી ૬૮ વર્ષની જૈફ વયે સાધુ બન્યા! ૪ વર્ષથી સુંદર સાધના કરી રહ્યાં છે. હે ભવ્યો ! આજના કલિકાળમાં પણ આવા કરોડોપતિ અને વૃદ્ધ આત્માઓ હિંમતથી સ્વહિત સાદો છે તે સાક્ષાત જોવા મળે છે. તમે પણ યથાશકિત ધર્મ કરી આત્મહિત સાધો. આ દીપકભાઇ ૪૨ વર્ષે તો ઉપાશ્રયના પગથીયા ચડયા છે. છતાં જો આટલી પ્રગતિ કરી શકયા હોય તો તમે બધા બાળપણથી ધર્મ કરનારા ડરીને કેમ શકિત જેટલો પણ ધર્મ કરતા નથી? હિંમત કરો. સફળતા જરૂર મળશે જ. શુભ ભવતુ. જૈન આદર્શ પ્રસંગો – ૧ . . . (૧૩ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ૬િ ના ! હવે મારે બીજા પુત્ર નથી જોઇતો આપણે એમને સૂર્યમતીબહેન કહીશું. એમની ઉમર ૩૨ વર્ષની. પોતે સરકારી ગેઝે ટેડ કક્ષાના અધિકારીના પત્ની. એમનો એકનો એક ચાર વર્ષનો પુત્ર ટૂંકી બીમારીમાં જ સ્વર્ગવાસી બન્યો. સંસારની ભયંકરતા, વસ્તુની અનિત્યતા, અશરણતા આદિની વાતો એમણે સદગુરુઓની પાસેથી સાંભળી હતી, વાંચી હતી. પુત્ર મૃત્યુ બાદ એમને હાથ જોડીને પોતાના શ્રાવક પતિને વાત કરી, “આપણે હવે કવિપાકવાળા સંસારભોગથી સર્યું ! તમો સંમત થાવ તો હવે આપણે બીજા પુત્ર પણ જોઇતો નથી અને સંસારભોગા પણ જોઇતા નથી. આપણે હવે સુગુરૂના મુખે ભગવંત સમક્ષ ચોથું વ્રત લઇ લઇએ તો કેમ ?” એમના પતિ તુરત તો આ વાત સ્વીકારવા તૈયાર ન થયા. પણ બહુ જ ટૂંકા સમયમાં એ બન્ને પતિ-પત્ની સગુરૂની અંગત પ્રેરણાથી ચતુર્થ વ્રતધારી બન્યા... સંસારમાં રહીને પણ એ યુવાન પતિ-પત્નીએ બ્રહ્મચર્ય વ્રત સુંદર રીતે પાલન કર્યું. પોતાના પતિને ઘરની ચાવી આપવાની હોય તો પણ એ બ્લેન કદાપિ અડીને ના હોતા આપતા. પણ દૂરથી જ અડકયા વગર આપે. સાથે એક જ ઘરમાં રહેવા છતાં એ કદાપિ એક જ રૂમમાં સુતા નથી! એટલું જ નહિ રાતના પોતાના રૂમને એ અંદરથી બંધ કરી સુઇ જતા! આજે પણ એ દેશવિરતિપણે પાલન કરી રહ્યા છે ધન્ય જિનશાસન જ્યાં આવા સ્ત્રીરત્નો મળતાં રહે છે. જૈન આદર્શ પ્રસંગો – ૧ 5 5 [૧૪ For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ ળેિ પુત્રહિતેચ્છુ સુશ્રાવકો એ સુશ્રાવિકાએ પોતાના યુવાન પુત્રનું આત્મહિત થાય એ માટે સમજાવ્યો કે મહારાજ સાહેબ પાસે થોડો સમય રહે. ભાવના એવી કે દીક્ષા લે તો તેનું કલ્યાણ થાય. શ્રાવિકા ગુજરાતના હતા. વર્ષો સુધી સાથે રહેવા છતાં એ યુવાનને ભાવ ન થયો. પછી માએ પરણાવવો. પડયો. માની મહેનત નકામી ગઇ? ના. એને દિક્ષા ગમી તો ગઇ પણ દીક્ષાનો ઉલ્લાસ ન થયો. છતાં એમણે પોતાના પુત્રને બચપણથી દીક્ષાની પ્રેરણા કરી! અને અંતે અપાવી. આ મહાતમા આજે પણ સાધુપણું પાળી રહ્યા છે. આવા કાળમાં પણ કેવા ઉત્તમ જૈનો કે પુત્રોને શાસનને સમર્પી દે! પ. પૂ. આચાર્યશ્રી પ્રેમસૂરીશ્વરજી મ. આદિના પ્રયત્નોથી આજે તો આવા કેટલાય શ્રેષ્ઠ શ્રાવક-શ્રાવિકાઓ છે કે જેઓ પોતાના સંતાનોને તૈયાર કરી દીક્ષા અપાવે છે! કેટલાય અભિગ્રહ કરે છે કે અમારે દીક્ષાની ના ના પાડવી. જો સંતાન યોગ્ય હોય તો કેટલાય પછીથી સ્વયં રાજીખુશીથી દીક્ષા અપાવે છે! હે સ્વહિતચિંતકો! તમે પણ સંતાનો તથા આશ્રિતોને સંસ્કાર સીંચી સ્વપરહિત સાધનારા બનાવો તો અનંતાનંત પુણ્ય બંઘાશે. બાકી તો આ કાળ એવો ભયંકર છે કે સંસ્કાર નહીં સિંચ્યા હોય તો વર્તમાનકાળના વિષમ વાતાવરણના પ્રભાવે ધર્મ તો નહી કરે. પણ કદાચા તમને પણ ત્રાસ ને દુઃખ આપશે. તેથી એવું પણ બને કે અસમાધિને કારણે તમારે પણ ઘણા ભવ દુર્ગતિ વગેરેના દુઃખો ભોગવવા પડે. તેથી જેને દીક્ષા લેવી હોય તેને અંતરાય કરવાનુ ભયંકર પાપ તો ન જ કરવું. જૈન આદર્શ પ્રસંગો – ૧ ૧૫ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ તપસ્યા કરતાં કરતાં રો ડંકા જેર બજાયા હો. મહારાષ્ટ્રના ધૂળિયાના સુશ્રાવક શિવલાલભાઇ કોટેચા. પ.પૂ.આચાર્ય શ્રી રવિચંદ્રસૂરીશ્વરજી મ. ના. ચાતુર્માસમાં વ્યાખ્યાન સાંભળતાં એમને ઉલ્લાસ થયો. ૩૫ વર્ષની તેમની ઉમર હતી. નિત્ય એકાસણાં કરવા માંડયા. કાપડની ફેરી આજુબાજુના ગામોમાં કરે. ક્યારેક ૩-૪ વાગે આવે. છતાં એકાસણુ કરે જ. પછી તો એકાસણાં. ઠામ ચઉવિહાર કરવા માંડ્યા. અંત સુધી છોડ્યા નહીં. માસખમણથી સંકલ્પ કર્યો કે અઠ્ઠમ તપ સુધી ઉપવાસ કાયમ ચઉવિહાર જ કરવા. ઘણાં વર્ષ પ તિથિ ચઉવિહાર ઉપવાસ કર્યા. મરાઠાવાડામાં દુષ્કાળમાં સરકાર પશુનો ખોળ લોકોને આપતી. શિવલાલભાઇને સેવા વખતે દાળ રોટલી મળતી. છતાં ખોળ ખાઇ એકાસણાં કર્યા! દીક્ષા લીધી. ૬ વર્ષે દેવલોક પામ્યા. છેક સુધી તપનો રાગ જબરો! છેલ્લા ૨૫ વર્ષ મૂળથી ગોળ, ઘી અને ખાંડનો ત્યાગ કર્યો. વર્ધમાન તપની ૪૨ ઓળી કરી. તપસ્વીજીને લાખ લાખ ધન્યવાદ. તપથી અનંત કર્મ ખપે છે. તમારે પણ યથાશકિત તપ સાથે કાયમ અભક્ષ્ય, રાત્રિભોજન વગેરેનો ત્યાગ કરવા કમર કસવી જોઇએ. અમલનેરના મણિભાઇ. ઉમ્મર ૭૦. ચા-બીડીના ભયંકર બંધાણી. છતાં પૂ.આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. નો ઉપદેશ પામી પપધપૂર્વક માસક્ષમણ કર્યું. પછીથી વર્ધમાન ઓળીનો પાયો નાખ્યો. પછીથી ઉપધાન કર્યા. બીડી-ચા તો બિચારા કયાંય પલાયન થઇ ગયા. જેન આદર્શ પ્રસંગો – ૧ ૧૬ | For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૯િોશિબિરથી સંયમયાત્રા) એ કોલેજિયન યુવાન વર્તમાન વાતાવરણના કુસંગે ધર્મથી વિમુખ હતો. વેકેશનમાં શિબિર જાણી આબુમાં આનંદ મેળવવા આવ્યો. પ.પૂ. આચાર્ય શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. નું મુખ જોઇ વિચારે છે કે આ સાધુની મશ્કરી કરવાની મજા આવશે. છતાં અનંતાનંત ધન્યવાદ છે આ જિનવાણીને! શિબિરમાં આ પ્રભુવચનો સાંભળતા સાંભળતા સંસાર, શાસન વગેરે તત્ત્વોનું અંશે અંશે સમ્યજ્ઞાન થયું. ધર્મમાં આગળ વધતો ગયો. અંતે ભરયુવાન વયે ચારિત્ર પણ લીધું ! એમનું નામ પંન્યાસ શ્રી ભુવનસુંદરવિજયજી. આજે તેઓ સુંદર શાસનપ્રભાવના કરી રહ્યા છે. અનેક ધર્મરહિત યુવાનો આ શિબિર, જિનશાસન, પ્રભુવાણીથી સાધુ, શ્રાવક કે સજ્જન બની ગયા. એમાંના કેટલાક હાલમાં પૂ. આચાર્ય શ્રી રત્નસુંદરસૂરિ,પૂ.મ. પંન્યાસપ્રવર શ્રી જયસુંદરવિજયજી ગણિવર આદિ બની સુંદર સાધના અને પ્રભાવના કરી રહ્યાં છે. પ્રધાનો,ડોકટરો, ભણેલાઓ વગેરે ઘણાં ખરા લોકો જ્યાં સ્વાર્થ અને સ્વસુખમાં જ ડૂબેલા છે એવા આ હડહડતા કલિકાળમાં પણ શ્રી મહાવીરના આ જિનશાસનને અનંતાનંત ધન્યવાદ કે જે આવા હજારો. આત્માઓને સાચા માર્ગે લાવી આત્મહિત કરે છે ! ભાગ્યશાળીઓ !તમે પણ મહાન પુણ્યોદયે આવું ઉત્તમોત્તમ જિનશાસન પામ્યા છો. તો આ શાસનને ઓળખી હિંમત ને ઉલ્લાસથી એવી સુંદર ધર્મ આરાધના કરો કે શીધ્ર શિવગતિ સાંપડે એ જ સદા માટે શુભાભિલાષા. જૈન આદર્શ પ્રસંગો – ૧ * * * For Personal & Private Use Only ૧૭ www.jaintenraly.org Page #20 -------------------------------------------------------------------------- ________________ ૧ શુિભ આલંબનોથી દુરાચારી દિવ્ય પંથી આ સત્ય ઘટના લગભગ ૮૦-૧૦૦ વર્ષ પહેલાં બની છે. એ જેનનું નામ સૌભાગ્યચંદ હતું. પણ આચારોથી મહાદુર્ભાગી હતો. એકલો છતાં બધી કમાણી જુગાર,દારૂ, વેશ્યાસંગમાં વેડફી નાખતો. તે કાળમાં જેનો પ્રાય: આવા પાપ ન કરતા. એના ગામમાં માનચંદ જૈન લાખોપતિ હતા. એને ૨ પુત્ર હતા. પ્રભુભકિત, ગુરૂભકિત વગેરે ધર્મ કરે. એક વાર સૌભાગ્યચંદને માનચંદે વાતવાતમાં કહ્યું કે જો તું ૧ વર્ષ માટે તારા બધા દુરાચારો છોડે તો લાખ રુપિયા ઇનામ આપું. સૌભાગ્યચંદે પણ સાહસિક બની શરત સ્વીકારી. માનચંદ કહે કે તું આવા બણગા ન ફૂંક. તું તો દુરાચારોનો વ્યસની છે. કાયર છે. તારાથી નહીં થાય. સૌભાગ્યચંદને આ આક્ષેપોએ પાણી ચડાવ્યું. તેણે કહ્યું કે આજથી જ ૧ વર્ષ માટે બધું બંધ. તું લાખ રૂપિયા તૈયાર રાખજે. બોલી તો નાખ્યું.પણ સભાગ્યચંદને તો આ બધા વ્યસનો વર્ષોથી હતાં. તે બધાનો ત્યાગ કરવો ખૂબ અઘરો લાગ્યો. પણ. કેટલીકવાર સત્ત્વશાળી જીવો વટમાં પણ અતિ કઠિન વાતો કરી દેખાડે છે. શરત જીતવા સૌભાગ્યચંદે કુમિત્રોનો ત્યાગ કરવા માંડયો. દેરાસર અને ઉપાશ્રયે ઘણો સમય વીતાવવા માંડયો. કુવ્યસનોથી બચવા સારા નિમિત્તોને શોધવા જ પડે. ધીરે ધીરે ગુરુ મહારાજનો સત્સંગ વધતો ગયો. જિનવાણી સાંભળતા તેનો ધર્મપ્રેમ વધતો ગયો. સંસારની અસારતા સમજાવા માંડી. ૮-૧૦ માસમાં તો તે આખો. બદલાઇ ગયો. તેને થયું કે આ દુર્લભ ભવને મેં વેડફી જૈન આદર્શ પ્રસંગો – ૧ % ૬ ક. ૧૮] For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ નાખ્યો. ધર્મ તો ન કર્યો. પણ જૈનોને ન છાજે તેવા ઘણાં પાપથી મારા આતમાને ભ્રષ્ટ કર્યો. વૈરાગ્ય વધતો ગયો ૧ વર્ષ પૂરૂ થયું. માનચંદને અત્યંત આશ્ચર્ય થયું. શર! પ્રમાણે લાખ રૂપિયા આપવા આવ્યો ત્યારે સૌભાગ્યરચંદ કહે કે હે મિત્ર ! તું તો મહાઉપકારી છે. મારા આ દુર્લભ માનવભવને તેં સફળ બનાવી દીધો. તારો ઉપકાર ભવોભવા ભૂલાય એવો નથી. પૈસો તો પાપ કરાવે. મારે લાખ ન જોઇએ. તારા ઉપકારના બદલામાં લાખો રૂપિયા આપું તો પણ ત્રણ ન ચૂકવાય. મેં તો ૨ માસ પછી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે! પછી ખરેખર સૌભાગ્યચંદે દીક્ષા લીધી. માનચંદે તેના દીક્ષા મહોત્સવમાં લાખ રૂપિયા ખર્ચા. દીક્ષા પછી તે મહાતમાં યુવાનો વગેરેને વ્યસનની ભયંકરતા સમજાવતા. પોતાનો જાત અનુભવ કહેતા અને ઘણાંને સન્માર્ગે લાવ્યા. દીક્ષા ખૂબ સુંદર પાળી. આ સાચો પ્રસંગ બધાએ ખૂબ વિચારવા જેવો છે. દીક્ષાની ભાવના છતાં ઘણાં ખોટા ડરથી દીક્ષા લેતા નથી. જો આવા ભયંકર વ્યસનથી ઘેરાયેલા પણ દીક્ષા લઇને સુંદર પાળે છે તો તમે તો ખૂબ ધર્મી છો. ખોટા ડરથી શા માટે આત્મહિતથી પાછા પડો છો? વળી બધાએ સુખી થવા માટે દુષ્ટો અને ખરાબ વાતાવરણનો કાયમ ત્યાગ કરવો જોઇએ. ખરાબ નિમિત્તો સારા સારા આતમાઓને પણ ભયંકર પાપો કરાવે છે. વળી બધાએ સત્સંગ અવશ્ય કરવો જોઇએ. તેનાથી આપણું હિત, અહિત વગેરે બધું જાણવા મળે અને આપણા આતમાને અપરંપાર લાભો થાય. જૈન આદર્શ પ્રસંગો - ૧ ૧૯ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ ૧૧ ઘોર તપસ્વી રાધનપુરના સરસ્વતીબેન ખૂબ ધર્મિષ્ઠ હતા. એમણે વર્ષીતપ ૧ ઉપવાસથી શરૂ કરી ક્રમશઃ અટ્ટાથી પણ કરેલા! ૬૮ ઉપવાસ વગેરે બીજી પણ ઘણી તપશ્ચર્યા કરેલી. - પૂનામાં રસિકભાઇ લગભગ ૪૦ વર્ષથી અખંડ છઠને પારણે છઠ કરે છે! અઠ્ઠઇ વગેરેના પારણે પણ છઠ કરવાનો જ ! - બીજા એક તપસ્વી મણિભાઇ ૪૦ વર્ષથી ઠામ ચઉવિહાર એકાસણા કરતા હતા. ત્રણ વાર ઓપરેશન કરવાના સંજોગો આવેલા. ત્યારે એકાસણું છૂટે નહિ માટે ઓપરેશન ન કરાવ્યું. બીમાર પડ્યા. ઘરે પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિજી મ. ના પગલાં કરાવ્યાં. કુટુંબીઓ કહે કે સાહેબ! આમને સમજાવો. હમણાં છૂટુ રાખે... મણિભાઇ કહે, “સાહેબ! એક પ્રશ્ન પૂછું?” “પૂછો” “ઘરે ત્રીજા પદે બિરાજમાન આચાર્ય મહારાજ પધારે ત્યારે ત્યાગ વધારવો જોઇએ કે ખાવાનું ?” તપનો કેવો * પ્રેમ આ મણિભાઇને કયારેક છાતીએ અસહ્ય દર્દ થતું. છતાં છાતીએ ઓશીકું દબાવી ઊંધા પડ્યા રહે. તપ છોડે નહિ. એ કહેતા કે ભ. શ્રી સીમંધરસ્વામિની દેશના રોજ સાંભળું છું. ત્યાં જ જનમવાનો છે. આપણે સંકલપ કરીએ કે યથાશકિત તપ રોજ કરવો. કદાચ તપ ન કરી શકીએ તો પણ નવકારશી, ચઉવિહાર અને અભત્યાગ વગેરે તો કરવાનો દઢ સંકલા. કરવો જોઇએ. જૈન આદર્શ For Personal & Private Use Only www.jainboard.org Page #23 -------------------------------------------------------------------------- ________________ |૧૨ પૂજાનો મનોરથ જયવંતા શ્રી જિનશાસનમાં આજે પણ કેવા ઉત્તમ શ્રાવકરત્નો મળે છે! શ્રી સિદ્ધાચલજીથી થોડે દૂર ટીમાણા નામનું ગામ છે. ત્યાં એક યુવાન દંપતી રહેતા હતા. કારતી પૂનમે પાલીતાણા યાત્રા કરવા ગયા. ધર્મપત્નીને દાદાની પહેલી પૂજા કરવાનો શુભ ભાવ થયો. પતિને વાત કરી. ૫૦૦ મણ સુધી પતિ ચડાવો બોલ્યા. પણ પાલીતાણામાં તો ભારતભરમાંથી હજારો યાત્રાળુ આવે. લાભ ન મળ્યો. પત્ની કહે કે આપણું પુણ્ય નથી. કાલે લાભ અપાવજો. બીજે દિવસે પણ ૫૦૦ મણ બોલવા છતાં ચડાવો ન મળ્યો. પત્નીએ નક્કી કર્યુ કે રોજ આવવું.કયારેક તો લાભ મળશે. પણ આ શાશ્વત તીર્થમાં રોજ કોઇને કોઇ ભાવિક આવી જાય છે. અને વધુ ચડાવો બોલીને પૂજાનો લાભ લે છે. એમ પોષ વદ ૫ સુધી ૫૦૦ મણ બોલવા છતાં લાભ મળતો નથી. બેન રોજ રડે છે કે કેવા પાપ કર્યાં હશે. ઘણાં બધાં દિવસ થવા છતાં મારી ભાવના સફળ થતી નથી. પતિને તે કહે છે કે કોઇ પણ હિસાબે કાલે તો પૂજા કરવી જ છે. યુવાને પણ મૂડી વગેરે ભેગી કરીને નક્કી કર્યુ કે ૧૫૦૦ મણ સુધી બોલીને પણ શ્રાવિકાની શુભ ભાવના પૂરી કરવી. છઠના દિવસે ઉપર પહોંચ્યા. ચડાવો બોલાવા માંડ્યો. તે દિવસે પણ એક સંઘ આવેલો. સંઘપતિએ પણ પહેલી પૂજા કરવાનું નક્કી કરેલું. ક્રમશ : તે ૧૫૫૧ મણ બોલ્યા. ચડાવો તેમને મળ્યો. પત્ની પતિને પ્રાર્થના કરે છે કે આ શેઠને વિનંતિ કરો કે મને પહેલી પૂજા કરાવે. યુવાન કહે છે કે ઘી એમનું છે. આપણે કેવી રીતે કહેવાય? જૈન આદર્શ પ્રસંગો ૧ 事事事 For Personal & Private Use Only ૨૧ www.jainenbrary.org Page #24 -------------------------------------------------------------------------- ________________ પણ પત્ની માનતી નથી. અતિ આગ્રહને કારણે યુવાને સંઘપતિને પ્રાર્થના કરી કે કૃપા કરી મારી પત્નીની ઘણા. દિવસોની ઇચ્છા પૂર્ણ કરાવો... બધી વાત કરી. એટલામાં પત્ની ત્યાં દોડતા આવી સંઘપતિને હાથ જોડી કહે છે કે શેઠજી! આપ કહો તે કરીશ પણ આજે પહેલી પૂજા મને કરવા દો.... શેઠે કહ્યું કે એક શરતે હા પાડું. યુવાન કહે કે અમે સામાન્ય માણસો છીએ. અમારી શકિત હશે તો શરતી પૂર્ણ કરીશું. શેઠે કહ્યું કે જાવજજીવ બ્રહાચર્ય વ્રત લો તો લાભ તમને આપું. યુવાન વિચારમાં પડી ગયો. પણ પત્નીને પૂજાનો જોરદાર ભાવ. પતિને વિનંતી કરી કે તમે હા પાડી દો. ભાગ્યશાળીઓ ! જુવો કે કેવી શ્રાવિકા કે પૂજાનો લાભ લેવા ભરયુવાનીમાં ચોથું વ્રત લેવા તૈયાર થઇ ગયા! અને પતિને પણ ખૂબ આગ્રહ કરે છે. પત્નીની અતિ આજીજીને કારણે પતિ સંમત થયો. દાદા પાસે દંપતીએ અભિગ્રહ લીધો. - હવે શેઠ કહે છે કે હવે તમે પૂજા કરો પણ મારી તમને એક પ્રાર્થના છે. યુવાન કહે છે કે આટલું કઠિન વ્રત સ્વીકાર્યું, હવે પાછું શું બાકી રહ્યું છે? ત્યારે શઠે કહ્યું કે પહેલી પૂજાની મારી ઇચ્છા હતી. તેથી સોનાની વાડકી અને થાળી બનાવરાવી, સાથે લાવ્યો છું. તેનાથી પૂજા કરો.પત્ની કહે કે મારી શરત સ્વીકારો તો તમારી થાળી વાડકીથી પૂજા કરું. શેઠ ચિંતામાં પડયા. પણ થાળી વાડકીથી પૂજાનો લાભ લેવો હતો. તેથી તે બહેનની ઇચ્છા પૂછી. બહેને કહ્યું કે સંઘ સાથે મારા ઘરે પગલા કરો, તો તમારી જૈિન આદર્શ પ્રસંગો – ૧ * * * [૨૨] For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ વાડકીથી પૂજા કરું! લાભ લેવા શેઠે હા પાડી. બહેને ખૂબ ભાવથી શ્રી આદિનાથજીની પૂજા કરી. સંઘ પધારવાનો છે તેથી શ્રાવિકા ઘરે જાય છે. આંગણામાં ગાય કૂદવા માંડી. પત્નીના કહેવાથી પતિ ત્યાં ગયો. ખીલો ઊખડી ગયો છે, ને ત્યાં કોઇ વસ્તુ ચમકે છે. તપાસ કરતાં જમીનમાંથી ચરૂ નીકળ્યો! યુવાનને થયું કે આ ઘરમાં વર્ષોથી રહીએ છીએ. આ ચરૂ કયાંથી આવ્યો? ખૂબ ઉદાર ભાવે સંઘના પગલાં કરાવ્યાં. પછી આણંદજી કલ્યાણજી પેઢીમાં જઇને કહે છે કે પૂજાના ચડાવાના પૈસા લો: મુનિએ કહ્યું કે પૈસા ભરાઇ ગયા છે. દંપતીએ કહ્યું કે પૂજા અમે કરી છે. તમારે પૈસા લેવા પડશે. મુનીમે કહ્યું કે સંઘપતિ શેઠ ચુકવી ગયા છે. હવે નહીં લેવાય. બહેન કહે છે કે પૈસા નહીં લો ત્યાં સુધી અહીંથી ઊઠીશું નહિ અને ખાવું પીવું બંધ. મુનીમે આગેવાનોને બોલાવ્યા. વ્હેનનો અતિ આગ્રહ જોઇ પૈસા લીધા. પેઢીના ઇતિહાસમાં એક જ ચડાવાના ડબલ પૈસા આ એક જ પ્રસંગે લેવાયા છે. લગભગ ૭૫ વર્ષ પેલાની આ સત્ય ઘટના છે. બહેનના ઉછળતા શુભ ભાવથી પુણ્ય વધી ગયું. ચરૂ મળ્યો અને અનંતા કર્મો ખપાવી દીધા હશે. ભાગ્યશાળીઓ! તમે પણ પૂજા વગેરે ધર્મ ખૂબ ભાવથી વિધિપૂર્વક કરી ખૂબ આત્મહિત સાધો. જીવનભર બ્રહ્મચર્ય પાલન વગેરે કઠિન કામ આપણે કદાચ ન કરી શકીએ તો પણ આવી રીતે શુભ મનોરથ કરીએ અને આપણી શકિત પ્રમાણે મહાન લાભ લઇએ એ શુભેચ્છા. ૨ 3 જેન આદર્શ પ્રસંગો – ૧ * * ર્ક For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ ૧૩ી ધિર્મપ્રેમી એ નરબંકાને અભિનંદન) રાજનગર અમદાવાદના એ લાખોપતિ જેસિંગભાઇના જેટલા ગુણગાન કરીએ તેટલા ઓછા છે. લગભગ ૭૫ વર્ષ પહેલાં અમદાવાદમાં લાખોપતિ ગણ્યા ગાંડ્યા હતા. આ જેસિંગભાઇ માત્ર લાખોપતિ નહતા. પણ તેમના ઘરની ખાનદાનીના ચારે બાજુ ગુણગાન ગવાતા! એમની હીરાચંદ રતનચંદ નામની ખૂબ પ્રસિદ્ધ પેઢી ચાલતી હતી. તે કાળમાં તેમનો રાજાશાહી વૈભવ હતો. છતાં સાધુસાધ્વીની ભકિત કરે. વ્યાખ્યાનો પણ સાંભળે, બાળકોને પણ ધર્મના સંસ્કાર આપે. તેમના મોટા સુપુત્ર સારાભાઇના લગ્ન હતાં. તે કાળે શેઠિયાઓ લગ્ન ખૂબ ધામધૂમથી કરે. પણ આ પાપભીરુ જેસિંગભાઇએ લગ્ન દિવસે વિદ્યાશાળામાં દિવસનો પૌષઘ કર્યો! લગ્ન તો રાત્રે છે માટે લાવ મારો દિવસના વખતનો સદુપયોગ કરી લઉ એમ સમજી દિવસે પોતે પૌષધમાં બેસી ગયા. પ.પૂ.આચાર્ય ભ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી (ત્યારે મુનિ પ્રેમવિજયજી) મહારાજે કેટલાય શ્રાવકોને દીક્ષા લેવા પ્રેરણા કરી.તેઓએ છટકવા કહ્યું કે આ જેસિંગભાઇ લે તો અમારે લેવી. પૌષધમાં રહેલા જેસિંગભાઇને બોલાવી પૂ. શ્રીએ પ્રતિબોધ કરી કહયું કે તમે હિંમત કરો તો પાછળ આ શ્રાવકોને પણ આવો સર્વોત્કૃષ્ટ ધર્મ કરાવવાનું પુણ્ય પણ તમને મળશે. જો કે એ શ્રાવકોને તો મનમાં એમ હતું કે આ જેસિંગભાઇ આવી સાહ્યબીમાં દીક્ષા લેશે. જ નહીં. અને તેથી આપણે લેવાની વાત પણ ઉડી જશે. ન આદર્શ પ્ર; For Personal & Palate ૨૪ www.ja lennedy.org Page #27 -------------------------------------------------------------------------- ________________ જેસિંગભાઇને પણ આવો કોઇ પરિણામ ન હતો. પણ એ ધર્મના પ્રેમી હતા. બીજા ઘણાનું લ્યાણ પણ થશે એમ વિચારી તાત્કાલિક નિર્ણય કરી પૂ. શ્રીને કહે કે, સાહેબજી જોડાવો બધાને હાથ. આપો દીક્ષાનો અભિગ્રહ! નિયમ એવો આપો કે આ વર્ષમાં (સાલમાં) અષાઢ સુદિ ચૌદશ સુધીમાં દીક્ષા ન લેવાય તો પછીથી ન લેવાય ત્યાં સુધી ચઉવિહાર ઉપવાસ કરવા. અણધાર્યું બની ગયું. તેથી કેટલાક ખસી ગયા. છતાં ત્રણ શ્રાવકે સાથે અભિગ્રહ લીધો! એ કેવા શ્રાદ્ધરત્ન કે આવો કઠિન નિયમ એકાએક લઇ લીધો! પછી તો ૩૮ વર્ષની યુવાન વયે ખરેખર દીક્ષા લીધી! એમની દીક્ષા થઇ ત્યારે ભારતભરમાં શાસનનો જયજયકાર થઇ ગયો. પૂ. આ.શ્રીવલ્લભસૂરીજી મ. વગેરે ઘણાં બોલી ઉઠયા કે આ કાળના શાલિભદ્ર દીક્ષા લીધી! હે ભવ્યો! તમે પણ યથાશકિત સાધુપણું કે શ્રાવકપણું આરાધી આત્મશ્રેય કરો એ જ શુભાભિલાષા. ૧૪ દિઢ ધમ સુશ્રાવક રતિભાઇ જીવણદાસ ધર્મમાં ખૂબ શ્રદ્ધાળુ હતા. તે વઢવાણના હતા. ચુસ્ત શ્રાવક હતા. જિનપૂજા રોજ કરે. તેમને માથાનું ઓપરેશન કરાવવું પડે તેમ હતું. ડોકટરે કહ્યું કે સંપૂર્ણ આરામ કરવો પડશે. રતિભાઇ કહે, “કરીશ પણ માત્ર પૂજાની છૂટ આપો.” ડૉકટર : “છૂટ ન અપાય. હલનચલનથી ટાંકા તૂટી જાય ને તમને ખૂબ હેરાનગતિ થાય.” રતિભાઇ : “ગમે તે થાય પણ મારા ભગવાનની જૈન આદર્શ પ્ર ૨૫ :/ For Personal & Private Use Only www.jain libre.org Page #28 -------------------------------------------------------------------------- ________________ પૂજા કર્યા વિના મને ચેન ન પડે.” ડોકટરો પરસ્પર ઈગ્લીશમાં વાતો કરે છે, “આ જીદ્દી છે. વેદિયા છે. આપણે એમને એનેસ્થિસિયા આપીશું. તેથી ઘેનમાં રહેશે ને કાંઇ ઉપાધિ નહીં થાય”. રતિલાલ ધોતિયું પહેરે. તેથી ડૉકટરોને લાગ્યું કે એમને ઈંગ્લીશ આવડતું નહી હોય. પણ રતિભાઇ ઈંગ્લીશ જાણે. ડોકટરોની વાત સમજી ગયા. ઓપરેશન વખતે એનેસ્થિસિયા લેવાની ના પાડી દીધી. ડોકટરે દબાણ કર્યું. પણ રતિભાઇ કહે, “હું ચૂં કે ચા નહીં કરૂ. બધી વેદના સહન કરીશ” ઓપરેશન થયું. બીજે દિવસે નર્સને પૈસાની બક્ષિસ આપી પૂજા માટે રજા માંગી. નર્સે રજા ના આપી. રતિભાઇ પાછલી બારીથી ઊતરવા ગયા. ગભરાઇને નર્સે કોઇને ન કહેવાની શરતે રજા આપી. આમ બીજે દિવસે પૂજા કરી. ડોકટર કહે, “કેમ રતિભાઇ? પૂજા કરી હોત તો કેટલા રીબાત? આવું ગાંડપણ ન કરવું જોઇએ.” રતિભાઇ કહે : “ડોકટર! પૂજા સવારે કરી છે. મારા ભગવાનની પૂજાથી જ બચ્યો છું. ટાંકા પણ તૂટયા નથી. પ્રભુકૃપાથી જ બધું સારું થાય. ધર્મ કરવાની કદી કોઇને ના ન પાડવી....” રતિભાઇનું દૃઢ ધાર્મીપણું કેવું અનુમોદનીય? તમારે પણ અનંત ફળ આપનારી જિનપૂજા વગેરે ધર્મ રોજ કરવો જોઇએ. તમને તો રતિભાઇ જેવી બીમારી નથી. તો અનંત કલ્યાણ કરનારી અતિ આવશ્યક એવી પૂજા શા માટે ન કરવી? ધન્યવાદ ઘટે આવા સુશ્રાવકોને! તમે જિનપૂજા રોજ કરો એ શુભેચ્છા. જેન આદર્શ પ્રસંગો – ૧ * * ૨૬ For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૫ ધિર્મપ્રેમી આજના સુશ્રાવકો વઢવાણના રતિભાઇનો બીજો એક સુંદર પ્રસંગ. એમની સુપુત્રીના લગ્ન હતા. જાન ઘરે આવવાની હતી. અણધારી આફતથી રસ્તામાં સમય બગડવાથી ઘરે જાન આવી ત્યારે સૂર્યાસ્તની થોડી જ વાર હતી. રતિભાઇએ વેવાઇ પક્ષને કહ્યું કે તમે જાણો છો કે રાત્રે હું ખાતો નથી. અને કોઇને ખવરાવતો નથી. ચા તૈયાર કરાવી દીધી છે. બધા ચા-નાસ્તો જલદી કરી લો. રાત્રિભોજનનું પાપ કોઇને પણ હું કરવા નહીં દઉં. સગાસ્નેહી સમજાવવા માંડયા કે રતિભાઇ! દીકરીના લગ્નનો પ્રસંગ છે. આટલી કડકાઇ ન ચાલે.. પણ રતિભાઇએ મક્કમતાથી સૂર્યાસ્ત પછી કોઇને જમાડ્યા નહીં! ધર્મનો કેવો દૃઢ પ્રેમ ! આ રતિભાઇ ઇંદોરના હુકમીચંદજીનો માલ લાવી વેપાર કરે. હુકમીચંદજી કરોડપતિ. તેમને વઢવાણમાં એક પ્રસંગે આવવાનું હતું. રતિભાઇએ પોતાને ત્યાં જ ઊતરવાની વિનંતી કરી. સાથે કહ્યું કે શેઠજી ! સૂર્યાસ્ત પછી હું કોઇને પાણી પણ પીવરાવતો નથી. વિમાન લેટ થવાથી વઢવાણમાં સૂર્યાસ્ત પછી એ આવ્યા. રતિભાઇએ જમાડવાની ના પાડી. ભાઇઓ વગેરેએ ખૂબ દબાણ કર્યું કે શેઠ ગુસ્સે થશે. માલ નહીં આપે. માટે એક વાર એમને ખવડાવી દો. ન માન્યા. કહે, “ભલે ધંધો બંધ કરવો પડે પણ હું રાત્રિભોજન નહીં કરાવું.” હુકમીચંદજી કહે કે રતિભાઇ! લવિંગ તો આપો. (તેમને લવિંગની આદત હતી) રતિભાઇ કહે કે શેઠજી! માફ કરો, રાત્રે કશું પણ મારાથી સ્નેહી અપાય. મારો આત્મા ના પાડે છે. રાત્રે જાહેરસભામાં જૈન આદર્શ પ્રસંગો – ૧ જ ઈjો . ૧ ર્ડ ૐ . For Personal & Private Use Only ૨૭ www.jale ordry.org Page #30 -------------------------------------------------------------------------- ________________ રતિભાઇ વગેરે બધા ખૂબ ચિંતામાં હતા કે શેઠ જરૂર ખૂબ નિદા કરશે... પણ હુકમીચંદજીએ તો રતિભાઇને જાહેરસભામાં પાસે બોલાવી ખૂબ ધન્યવાદ આપ્યા ! આવા પ્રસંગો જાણીને તમારે રાત્રિભોજન વગેરે ભયંકર પાપોને તિલાંજલિ આપવાનો દૃઢ નિશ્ચય કરવો. જોઇએ. સત્ત્વશાળી ધર્મપ્રેમી જીવો ધર્મમાં સાહસ કરે, ભલે ને દુઃખોના પહાડ તૂટી પડે. આપણે પણ આવા વિરલ દઢ ધર્મીઓની હદયથી અનુમોદના કરવાનો મહાન લાભ લેવો, પણ નિંદા તો કદી ન કરવી. (શીલરક્ષા. કેટલાક વર્ષો પહેલાંની વાત છે. ડૉકટર હતા મૂળ પાલનપુરના. યુવાન વય, રૂપાળા. વધુ ભણવા ઈંગ્લેન્ડ ગયા. ડિગ્રી મેળવી. મોટી હોસ્પીટલમાં સારી નોકરી મળી. પોતાની ડયુટી મુજબ એક રાત્રે રાઉન્ડ લગાવી પોતાની રૂમમાં આવ્યા. ડોકટરને ખબર નહિ ને પાછળથી એક રૂપવર્તી નર્સે રૂમમાં આવી બારણાં અંદરથી બંધ કર્યા. યુવતીએ મીઠી વાતો કરવા માંડી. પછી કામના હાવભાવ શરૂ કર્યા. પછી તો ઉપરના વસ્ત્રો ઉતારવા લાગી. સમજાવવા જતાં બૂમાબૂમ કરી બેઆબરૂ કદાચ કરે એમ વિચારી ડૉકટરે બારી ખોલી નવકાર ગણતાં નીચે ભૂસકો માર્યો. ડૉકટર બચી ગયા. આજે પણ એ ડો.શીલરક્ષાનો પ્રસંગ યાદ કરીને આનંદિત બની જાય છે. કુશીલ સેવનારને તો જંદગીભર પાપડંખ ખૂબ દુઃખી કરે છે. પછી તો આ ડૉકટર અમદાવાદ વગેરે શહેરમાં રહેતા હતા. ધન્ય હો શીલપ્રેમને. ખૂબ ધન્યવાદ ! જે ન આદર્શ પ્રસંગો – ૧ * * [૨૮] ૨૮ For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ ૧ણે ભિાવથી પ્રભુભક્તિો રજનીભાઇ દેવડી મુંબઇના હતા. શાસન પ્રત્યે તેમને દઢ શ્રદ્ધા હતી. અતિ ઉદારતાથી શાસ્ત્રીય વિધિપૂર્વક હજારો સાધુ-સાધ્વી અને શ્રાવકોની સમક્ષ આ ધર્માત્માએ ૨૦૪૭માં પોષ વદ છઠે લાખો રૂપિયા ખર્ચી સિદ્ધગિરિજીનો અભિષેક કરાવ્યો! સેંકડો વર્ષો પછી અત્યંત ધામધૂમથી ઉજવાયેલો આ અનુમોદનીય પ્રસંગ જોઇ સાંભળી વિશ્વભરના જૈનોના હૈયામાં વાહ-વાહના ઉદગારો નીકળી ગયા. બધે જ વ્યવસ્થા વગેરે શ્રેષ્ઠ. બધા સાધુ-સાધ્વી અને શ્રાવકશ્રાવિકા આ પ્રસંગે પધારે તે માટે બધે જાતે આગ્રહભરી વિનંતી કરી.સકલ સંઘની ખરા દિલથી ભાવથી સુંદર ભકિતા કરી. પધારો લા બધા સંયમીઓ અને સુશ્રાવકો, રજનીભાઇના ભક્તિભાવ, ઉદારતા વગેરેની એકી અવાજે પ્રશંસા અને અનુમોદના કરતા હતા. તેમણે અનંત કર્મની નિર્જરા કરી. વળી ત્યારે પધારેલા કે ન આવી શકેલા લાખો ધર્મીઓએ પણ ત્યાં યથોલ્લાસ ભક્તિ કરવા ઉપરાંત પ્રશંસા અને અનુમોદનાથી ભારે નિર્જરા અને પુણ્યોપાર્જન કર્યા. એ આખા પ્રસંગનું વર્ણન ઘણી પત્રિકા વગેરેમાં છપાઇ ગયું છે. એકવીસમી સદીના ઉત્તમ શ્રાવકે આવા અનેકાનેક ધર્મપ્રસંગોથી ઘણું ઘણું આત્મહિત સાધ્યું છે. એમના આવા અનેક મનોરથો તથા ધર્મારાધના સકલ સંઘે જાણવા જેવાં છે. આવા કરોડપતિને પણ દીક્ષા લેવાની ભાવના સતત થતી હતી ! ઘણાંને કહેતા કે મને દીક્ષા કયારે મળશે? એમનું પુણ્ય પણ જોરદાર. આખો પ્રસંગ રંગેચંગે સફળ થયા પછી સકલ સંઘની હાજરીમાં તેમના જૈન આદર્શ પ્ર E For Personal & Plate પદ eon www.jain lenne.d.org Page #32 -------------------------------------------------------------------------- ________________ બહુમાન પ્રસંગે જ તેઓ સદ્ગતિમાં ચાલ્યા ગયાં ! એમનું સમાધિ-મૃત્યુ સાક્ષાત્ જોઇ ઘણાંએ દિલમાં ભાવના ભાવી કે અમને પણ આવું મોત મળે! જગત જેનાથી ખૂબ ડરે છે એ મોત પણ ઘણાંએ માંગ્યું ! ધર્માત્માઓ ! શાસન, સંઘ અને ધર્મ પ્રત્યે ઉછળતા ભાવોથી જીવનમાં શકિત પ્રમાણે આવું એકાદ પણ સત્કાર્ય કરી તમે પણ મોહનીયને મારી સદ્ગતિ પામો. ત્યાં પણ ઉત્કૃષ્ટ આરાધના કરી શાશ્વત સુખ પામો એજ એકની એક શુભાભિલાષા. ૧૮ સામાયિક રાગ ગુરુદેવ ! ૧ વર્ષનો સામાયિકનો નિયમ આપો અને જેટલા દિવસ ન પળાય તેટલા દિવસ ૧૦૦૦૦ રૂ ધર્મમાં વાપરવા ! થોડાક જ વર્ષો પહેલાં આવો નિયમ માંગનાર સુશ્રાવક સુરતના કરોડપતિ છે. મનમાં નિશ્ચય કર્યો કે શ્રાવકે એક સામાયિક તો કરવું જ જોઇએ. આગલે વર્ષે દંડ સો સો રૂ. નો રાખેલો. પરંતુ હીરાના ધંધાને કારણે એન્ટવર્પ વગેરે દેશોમાં જવું પડે. ઘણીવાર તો પ્લેનમાંથી વચ્ચેના દેશમાં ઊતરીને પણ સામાયિકનો નિયમ પાળ્યો. છતાં પ્રતિકૂળ સંજોગોને કારણે કેટલાક દિવસ પડ્યા. આવો ખુલાસો કરીને તેમણે કહ્યું કે, સાહેબ ! હવે દંડ મોટો રાખવો છે. જેથી એક પણ દિવસ મારો સામાયિક વગરનો ન જાય. તેથી દશ હજારનો દંડ રાખું છું. આવા ધર્મપ્રેમી આજના સુશ્રાવકોને લાખ લાખ ધન્યવાદ ! હે ભવ્યો ! આ વાંચીને તમે પણ મહાન સામાયિકની આરાધના યથાશકિત કરવાનો સંકલ્પ કરો. તમને ઘણાંને તો સામાયિક કરવામાં ખાસ મુશ્કેલી પણ નથી. જૈન આદર્શ પ્રસંગો ૧ - 555 For Personal & Private Use Only 30 Page #33 -------------------------------------------------------------------------- ________________ ૧૯) આજન્મ ચઉવિહાર કરનારા બાળકો) નવસારીમાં જન્મેલ એ બાળક એટલું પુણ્યશાળી છે કે એના મમ્મી એને રાત્રે દૂધ પણ ન આપે. એ ધમી કુટુંબમાં કોઇ રાત્રિભોજન ન કરે. એમને થયું કે જન્મેલા બાળકોને પણ આ પાપ ન કરાવવું. તેથી સ્તનપાન માત્રા દિવસે જ કરાવે... ! મલાડમાં પણ આવું બાળક છે. આ બાળકોએ પૂર્વ જન્મમાં કેવું પુણ્ય કર્યું હશે કે નરકમાં લઇ જનાર મહાપાપ રાત્રિભોજનથી જન્મથી બચી ગયા! આ કાળમાં કરોડપતિ ને અબજપતિ ઘણા છે પણ આ જન્મ ચઉવિહાર કરનાર પુણ્યસમ્રાટ કેટલા? બીજા પણ આવા કેટલાક બાળકો છે. પણ બધા મળીને વિશ્વમાં કેટલા નીકળે? કદાચ ૫૦-૧૦૦ હશે. આવા ઉગ્ર પુણ્યશાળીનું દર્શન કરવાનું મન થાય છે? જેમ ગીનીશ બુકમાં જગત શ્રેષ્ઠો નોંધાય છે એમ આ બાળકો તો ગીનીશ બુકમાં નહી પણ ધર્મ રાજાના ચોપડે નોંધાઇ ગયા હશે ! તમે કદાચ જન્મતી વખતે તો અજ્ઞાન હતા. વળી પુણ્ય પણ શ્રેષ્ઠ કોટિનું નહિં. જેથી માબાપ મહાધમ ન મળ્યા.પણ છતાં હે જૈનો! તમે પણ અનંત પુણ્યના સ્વામી છો. વળી તમે ખૂબ ભણેલા અને સમજુ છો. દઢ નિશ્રય કરો કે હવે તો જાવાજજીવ રાત્રિભોજન ન કરવું. મુંબઇ વગેરેમાં એવા અનેક ધર્માત્માઓ છે કે જેઓ ટીફીન મંગાવી, ઘરથી સાથે લાવી કે ચોવિહાર હાઉસમાં ચઉવિહાર કરે છે. એવા પણ ધર્મપ્રેમી છે કે શેઠને વિનંતિ કરી ઓછા પગારે પણ રાત પહેલાં ઘેર પહોંચી ચઉવિહાર કાયમ કરે છે! આજે જૈન આદર્શ પ્રસંગો – ૧ ૩૧ www.jaihemordry.org For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ તો વિશ્વમાં હજારો એવા સાહસિકો છે કે જેઓ બાળ,યુવાનો કે પ્રૌઢ વયે રમત-ગમત, રેસ, પર્વતારોહણ, આકાશસંશોધન આદિ અનેકવિધ ક્ષેત્રોમાં જીવસટોસટના સાહસો કરી જગપ્રસિદ્ધ બને છે. તો તમે આવા નાનાં દાકાર્યમાં કેમ પાછા પડો છો? ભાવ ઊંચે ઉઠાવો ને આત્મહિતને સાધો. અમારા અંતરના આશિર્વાદ છે. જેમાં શ્રી વજુસ્વામીજીએ જન્મથી દીક્ષાના મનોરથો ને પ્રયત્ન કર્યા તેમ આ બાળકો પણ અમુક અપેક્ષાએ કેવા ઉત્તમ કે જન્મથી રાત્રિભોજનના ભયંકર પાપથી બચી ગયા! સાધર્મિકને સાચા ભાઇ રૂપે જનાર સાધર્મિક સહાય કરી કર્માદાન વગેરે પાપથી બચાવનારા સુશ્રાવકો આજના પડતા કાળમાં પણ છે! જિનશાસન આજે પણ ઝળહળતું છે. ધ્રાંગધ્રામાં ધીરૂભાઇ શાહ પાસે એક શ્રાવક પોતાની મુશીબતને રડતાં કહે છે કે શેઠ સાહેબ! ૮ દિવસ પહેલાં શેર ખરીદ્યા હતા. એના ભાવ ગગડી ગયા. ૫ હજારનું વલણ ચુકવવાનું છે. ૧૫૦૦ ચૂકવ્યા. હવે કાંઇ બચ્યું નથી. મુસીબતમાં ફસી ગયો છું. પૂરુ દેવું નહીં ચૂકવાય ત્યાં સુધી ભયંકર માનસિક દુ:ખ સહેવું પડશે. ધીરૂભાઇ, પાંચ હજાર ચૂકવી દઉ છું. પણ ફરી આવું થશે ત્યારે શું કરશો?” આપ જ બતાવો.” “શેર સટ્ટાનો નિયમ લઇ લો.” તરત જ તેમણે શેઠ સમક્ષ જ નિયમ લીધો. આમ તે સાધર્મિકને ધીરૂભાઇએ દુઃખથી કાયમ માટે બચાવી લીધા. શકિત પ્રમાણે સાધર્મિકની ભકિત કરો. અને પ્રભુએ નિપેદોલા આવા અનર્થદંડ વગેરે પાપના દાંધા ત્યજો. જેનું આદશે ? [૩૨] www.jain more.org For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પિરોપકાર માટે બ્રહ્મચર્ય) વિજાપુરના કુમારપાલ વી. શાહ. ઘણા એમને ઓળખે છે. આજે તેઓ જે શાસન સેવા, જ્ઞાનભકિત, અનુકંપા આદિ અનેકવિધ સત્કાર્યો કરે છે તેના પાયાનો એક સુંદર પ્રસંગ જોઇએ. ગચ્છાધિપતિ પૂ. આચાર્ય વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ.સા.ની અચલગઢની શિબિરમાં તેઓ ગયા હતા. લગભગ ૩૦ વર્ષ પહેલાંનો પ્રસંગ છે. એક દિવસ ભયંકર વાવાઝોડું ફૂંકાયું. પાણીની વજનદાર કથરોટો પણ ઊડવા માંડી. લાઇટો બધી ઓલવાઇ ગઇ. આ ભયંકર આફતમાંથી બધાં બચે એ શુભ ભાવથી એમણે મનમાં સંકલપ કર્યો કે જો દશ મિનિટમાં આ આપત્તિ નાશ પામે તો જીવનભર બ્રહમચર્ય પાળીશ! ભરયુવાન વય, છતાં અનેકોના હિત માટે તેઓ આવું ખૂબ કઠિન વ્રત લેવા તૈયાર થઇ ગયા! અને ખરેખર વાવાઝોડું બંધ થઇ ગયું ! પાછા એ સુશ્રાવક કેવા ધર્મરાગી કે બ્રહ્મચર્ય પાલન સાથે શાસનના કામો વર્ષોમી કરી રહ્યા છે. આપણે તેમની અનુમોદના પૂર્વક રાસનના તથા જીવોની અનુકંપાના યથાશકિત કાર્ય કરી આત્માનું હિત સાધીએ એ જ શુભેચ્છા. સિાચી ઝંખના ફળી) એ ભાઇની સ્થિતિ સામાન્ય. છતાં દાનનો પ્રેમ ખૂબ. રોજ દાન કરે. વળી રોજ દિલથી પ્રાર્થના કરે કે હે મનોવાંછિતદાતા! રોજ લાખ રૂપિયાનું દાન કરવાની શકિત આપ! થોડાક જ વર્ષોમાં એમનો આ મનોરથ ફળ્યો! આજે એ રોજ લાખનું દાન કરે છે! હૈયાની વાંછના જરૂર સફળ થાય. તમે પણ આવા આત્મહિતકર મનોરથી સેવો અને સુંદર સાધના કરી શીધ્ર શિવગતિ મેળવો એ જ શુભાશિપ. જૈન આદર્શ પ્રસંગો – ૧ 5 5 33 www.jatrettorary.org For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ ૨૩ િશીલરક્ષા માટે પતિનો ત્યાગ જિનશાસનના ગૌરવભૂત શીલપ્રેમી એ યુવતી આજે પણ ગુજરાતની ભૂમિને પાવન કરી રહી છે. આ સુશ્રાવિકા અમારા સમુદાયના એક મહાતમાના સગા થાય છે. લગ્નના થોડા સમય પછી આ બહેન પતિને સંસ્કારી ભાષામાં કહે છે કે, દુકાને તમારા ગયા પછી આજે પિતાજી રસોડામાં આવી હસતા હતા. અશિષ્ટ ચાળા કરતા હતા... સમજાવીને આ બંધ કરાવો. પતિએ જવાબમાં કહ્યું કે તું ડરીશ નહિ, પરણીને તાજી આવેલ તને એકલવાયું ન લાગે તે માટે પિતાજી આમ કરે છે. પછી પણ ૩-૪ દિવસ અશિષ્ટ વર્તન વધતાં વારંવાર ફરિયાદ કરી. ત્યારે પતિએ કહ્યું કે જો! વર્ષો પહેલાં મા મરી ગઇ છે. પિતાજી નિરસ જીવન જીવી રહ્યા છે. એમને આનંદ આપવા તારે બધું કરી છૂટવું. મારી તને સંમતિ છે! હોશિયાર એવી આ શીલસંપન્ન યુવતી પોતાની નારાજી છૂપાવી પોતાની પથારીમાં સૂવા ગઇ. ઉંધ આવતી નથી. શીલનાશના જ્ઞાનીઓએ કહેલા અપરંપાર દુઃખો વિચારતી એ પતિ અને સસરાના સૂઇ ગયા પછી ઘેરથી નીકળી પિયર પહોંચી ગઇ. અચાનક આવેલ પુત્રીને જોઇ માતાપિતાએ ઘણા પ્રશ્ન પૂછયા. તેણે જવાબમાં કહ્યું કે હમણાં આપણા ઘરે જ રહેવાની છું. નોકરી શોધી લઇશ. તેથી આપને ભારરૂપ નહીં બનું. સદાચારથી જીવીશ. અત્યારે વધુ ન પૂછતા. પિયરમાં રહી. શિક્ષિકાની નોકરી મળી ગઇ. પતિએ અવારનવાર પત્રો લખી તેડાવી. ન ગઇ. રૂબરૂ તેડવા આવ્યા પણ ન માની. લગભગ ૧૮ વર્ષ બાદ જૈન આદર્શ પ્રસંગો – ૧ [૩૪] For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ પતિ જાતે લેવા આવ્યા. ઘણી કાકલૂદી કરી. ન સ્વીકાર્યું. આખરે પતિએ કહ્યું કે પિતાજી તો દેવલોક થઇ ગયા છે. હવે એ ભય નથી. ત્યારે પતિના પરિચિત બે સંબંધીને વચમાં રાખીને સાસરે સિધાવી. તાજુ લગ્ન, યુવાન વય, પતિસુખ છોડીને નોકરી કરીને પણ શીલભંગ ન જ કર્યો!!! શીલ સુગંધને અનુમોદતી એ આજે પણ માનવભવ મસ્તીથી સફળ કરી રહી છે. લાખો ધન્યવાદ હો આવી વર્તમાન સતીઓને. તમે પણ શીલની રક્ષા કરો એ શુભાભિલાષા. રિને સંયમ માટે સાહસ) અમદાવાદના રસિકભાઇ લગભગ ૨૫ વર્ષથી ધર્મ આરાઘના કરે. નિવૃત્તિ પણ લઇ દીધી. ધાર્મિક ભણાવે. વ્યાખ્યાનશ્રવણ વગેરે નિત્ય આરાધના કરે. દીક્ષાનું મન થાય. પણ ઉમર થવાથી ડરે. દીપકલાવાળા દીપકભાઇ અને ચાવાળા રતિભાઇની દીક્ષા નક્કી થઇ. બંનેએ રસિકભાઇને ઉત્સાહિત કર્યા. હિંમત કરીને એકદમ સંયમ માર્ગે સિધાવ્યા! લગભગ ૩ વર્ષથી સુંદર આરાધના , કલાકો સુધી સ્વાધ્યાય વગેરે કરે છે. પ્રવચન આપે છે! હે ભાગ્યશાળીઓ! આવા વૃદ્ધો હિંમત કરે છે તો આત્મહિત કરવું હોય તો તમે પણ હિંમત કરી સંયમ સાધના કરો. દીક્ષાથી ડરો છો? દુર્ગતિ અને સંસારના દુઃખોનો ડર નથી લાગતો? પાપોદયે દીક્ષા ન લેવાય તો પણ સામાયિક, સ્વાધ્યાય , ભવ આલોચના, ચૌદ નિયમ, પ્રવચનશ્રવણ, પચ્ચકખાણ, ૧૨ વ્રત વગેરે આરાધના તો કરો. અચિંત્ય લાભ લેવાનો આ દુર્લભ ભવ એળે ન જવા દો. જૈન આદર્શ પ્રસંગો – ૧ [૩૫] For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ ૨પ ધિર્મથી સમાધિ મુંબઇ ગોરેગાંવના મનુભાઇ. વર્ષો સુધી વેપાર વગેરે સંસારી પ્રવૃત્તિઓમાં જ રસ. પછી શુભ ભાવનાથી ભક્તામર રોજ ગણવા માંડયા. વ્યાખ્યાનશ્રવણ વગેરે કરે. તેનાથી આતમા એટલો પવિત્ર બની ગયો કે સમાધિમરણ મળ્યું. સીરીયસ બીમારી આવી. હાર્ટનો વાલ્વ તૂટ્યો. ડૉકટરે કહ્યું કે બચશે નહીં. ૧-૨ દિવસ માંડ કાઢશે. કાંઇ કહેવું છે? વગેરે સગાઓએ પૂછતાં તેઓ બોલ્યા કે મને નવકાર સંભળાવો. પછી સગાઓએ પૂછયું કે તમારા દીકરા-દીકરીઓને બોલાવીએ? ત્યારે કહે કે મને ધર્મ કરાવો. ભાગ્યશાળીઓ! ભાવથી આચરેલો ધર્મ મરતાં પ્રાયઃ સમાધિ આપે છે. તમે પણ કર્મનાશના ધ્યેયથી સામાયિક, વ્યાખ્યાનશ્રવણ, વાંચન વગેરે ધર્મ મનથી કરો. પ્રામાણિકતા) આ સુશ્રાવક આજે પણ અમદાવાદમાં ખૂબ સુંદર ધર્મ કરે છે. એ સરકારી ઇજનેર હતા. કપડવંજમાં સરકારી રેસ્ટ હાઉસમાં થોડા વર્ષો પહેલાં સરકારી તપાસે ઊતરેલા. બાજુની નદીના પુલના બાંધકામમાં ગેરરીતિની ફરિયાદ હતી. સરકારે તપાસ કરવા મોકલેલા. કોન્ટ્રાકટર તરફથી ઓફર આવી કે બરાબરનું પ્રમાણપત્ર આપી દો તો ૫૦ હજાર રોકડા આપીએ. સામાન્ય સ્થિતિ, બાળકોને ભણાવવા વગેરે સમસ્યાઓ. છતાં ઓફર નકારી દીધી. મારે અનીતિનું પાપ નથી કરવું. કેવી ઉત્તમ ભાવના! ભાગ્યશાળીઓ! તમે તો ઘણાં સુખી હશો. તો પછી નિશ્ચય કરો કે નાની પણ અનીતિ કરવી જ નથી. જૈન આદર્શ પ્રસંગો – ૧ 5 [૩૬] For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ બ્રહ્મચર્યનો પ્રેમ બેંગલોરના જતીનભાઇ. યુવાન વય, સફારી બેગ કંપનીના એજન્ટ તથા તે જ કંપનીમાં મોટી પોસ્ટ. પણ લગ્નની ઇચ્છા બિલકુલ નહી! માતુશ્રીની માંદગીને કારણે એક કન્યા સાથે લગ્ન કરવા પડયા. લગ્ન પહેલાં તે કન્યાને પોતાની ભાવના વગેરે જણાવી. પીકચરો જોતી એ કોડીલી કન્યાએ આવી મુશ્કેલ વાત પણ વધાવી લીધી! કેવું આશ્ચર્ય! લગ્ન કરવા અને બ્રહ્મચર્ય પણ પાળવું! લગ્નથી માંડી દસ વર્ષ બંનેએ બ્રહ્મચર્ય પાળ્યું! મૈથુન સંજ્ઞાને કારણે ઘણાં જીવો કેવા કેવા ભયંકર દુષ્કાર્યો કરે છે એ જ્ઞાનીઓ આપણને કહે છે. જેઓ બ્રહ્મચર્ય પાળે એ અડધા સાધુ જેવા ગણાય. જતીનભાઇના ભાવ વધતાં દીક્ષા પણ સજોડે લીધી! આજે જ્ઞાન-અભ્યાસ, નિર્દોષ સયંમપાલના વગેરે સુંદર આરાધના કરે છે. બંનેમાં બીજા પણ ઘણાં ગુણો છે. એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. આ અને આવા બીજા બ્રહ્મચર્યના પ્રસંગો જાણી. તમે પણ મન મક્કમ કરી દઢ સંકલ કરો અને યથાશકિત નીચેના ગુણ લાવવા ખૂબ ઉદ્યમ કરો. જાવજજીવ બ્રહ્મચર્ય, પરસ્ત્રીગમન ત્યાગ, સ્વસ્ત્રી વિષે વધુ ન બને તો પણ પર્વ દિવસો, ૧૨ તિથિ કે ૫ તિથિ બ્રહ્મચર્ય પાલન તથા જાવજજીવા અનંગક્રિડા ત્યાગ વગેરે. વળી આવા પાપવિચારોના કારણભૂત વીડીયો, ટી. વી., સિનેમા, અશ્લીલ વાંચન અને વાતો વગેરે ત્યાગ. આવા આ ભવના સુસંસ્કારોથી આત્માને એવો સુંદર બનાવો કે જલદી આત્મહિત થાય એ જ શુભાભિલાષા. જૈન આદર્શ પ્રસંગો – ૧ [૩૭] For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ ૨એિના મહિમાનો નહીં પાર તમો આ દરદીને હવે તમારા ઘેર લઇ જાવ, એની બચવાની જરા પણ આશા નથી” મો.મુ. કિલનિક સેન્ટર, ધ્રાંગધ્રાના ડોકટરે દર્દીના સંબંધીઓને બહુ જ સ્પષ્ટ શબ્દોમાં દર્દીની ભયંકર હાલત સુણાવી દીધી. દર્દી ૨૮ વર્ષથી દમની વ્યાધિથી ઘેરાયા હતાં. દર્દ વધી જતાં દવાખાનામાં ભરતી કરાયા. ત્રણ દિવસની ડૉકટરની જબરદસ્ત મહેનત. બચવાની આશા ન જણાતાં દર્દી બેનને ઘેર લવાયા. ઘરમાં દર્દી બાઇના સગાવ્હેને તો અંતિમ ક્રિયા માટે જરૂરી તમામ ચીજો ભેગી કરવા માંડી. | નવકાર મંત્ર પર ખૂબ શ્રદ્ધાબળવાળા દર્દીબહેનના પતિને પોતાની પત્ની દવાખાનામાંથી ઘેર આવ્યા પછી ગેબી અવાજ સંભળાયો. સામે જ પોતાના ગુરુદેવ દેખાયા. કહે, “ત્રીજા દેવલોકમાં હાલ છું. શ્રાવકજી! તારી મુસીબત મટી જશે. ચિંતા ન કરીશ. શ્રદ્ધાથી નવકાર મંત્ર ગણજો.” ગુરુકૃપાથી ખુશ થઇ બધા કુટુંબીજનો નવકાર મંત્રના જાપમાં લાગી ગયા. દર્દીના કાનમાં મંત્ર સંભળાવે છે. રાત્રિના ૩-૪૫ વાગે પરલોક-ગમનની તૈયારીવાળા એ શ્રાવિકાબહેન સવારે ૯ વાગે તો સ્વસ્થ જણાયા. આઠેક દિવસમાં તો રોગ જાણે મટી ગયો એવું લાગ્યું. નવકારમંત્રમાં પરમ શ્રદ્ધા ધરાવનાર એ મરઘાબહેન ત્યાર પછી તો ૧૦ વર્ષ જીવ્યા. ત્રેવીસ લાખ નવકાર ગણવા દ્વારા એમણે પોતાના આત્માને પાપોથી ઘણો હળવો બનાવી દીધો. ધ્રાંગધ્રાવાસી એમના પતિ આજે પણ નવકાર જાપ, સ્વાધ્યાય, દેવગુરુભકિત, દાન આદિ દ્વારા સુંદર જીવન જીવી રહ્યા છે. જૈન આદર્શ પ્રસંગો – ૧ 5 5 ૩૮ For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ ૨ શીલ માટે સાહસો એક યુવતી રૂપવતી હતી. હાલ ગુજરાતમાં રહે છે. શીલનો પ્રેમ ઘણો. પરણ્યા પછી થોડા દિવસો બાદ દંપતી પતિના મિત્રને ઘેર ગયા. વાતો કર્યા પછી તેમનો પતિ અને પતિના મિત્રની પત્ની હાનું કાઢી બહાર ગયા. પતિમિત્રે અશિષ્ટ વાતો આરંભી. અડપલા કરવા ગયો કે યુવતી બહાર જવા માંડી. પતિ મિત્રે બારણા વાસી પગ પકડી તેને રોકી દીધી. શીલરક્ષા માટે આ યુવતીએ માયા. કરવી પડી. મીઠી વાતો કરી. પેલો વિશ્વાસમાં આવતાં લાગ મળતાં તે ભાગી છૂટી! પત્ની ની અદલાબદલીથી બંને વિલાસી પતિ ભોગનો આનંદ મેળવવા ઇચ્છે છે એ વાત તે સમજી ગઇ. દેરાસરે જઇ હર્ષના આંસુથી યુવતીએ પ્રભુનો ઉપકાર માન્યો! પછી તો પતિને પણ મક્કમતાપૂર્વક શીલનું મહત્ત્વ સમજાવી દીધું. પતિની સામે થઇ શીલરક્ષા કરતી સતીઓની પ્રશંસા જેટલી કરીએ એટલી ઓછી. આપત્તિમાં ધર્મ વધાર્યો ! એક શ્રાવકને દાંધામાં ૪૦ લાખની ખોટ ગઇ. એ મહારાજશ્રીને મળીને કહે કે મારે ધર્મમાં ૪૦ લાખ ખર્ચવા છે. આશ્ચર્યથી સંબંધીએ પૂછતાં તે કહે કે ૮૦ લાખની ખોટ ગઇ હોત તો હું શું કરત? અનિચ્છાએ પણ ૪૦ તો. ગયા. તો બીજા ૪૦ જાય તે પહેલાં ધર્મમાં વાપરી લાભ ના લઇ લઉં! આવા આતમા પણ પાપોદય આવે ત્યારે વધુ ધના નાશ પામે તે પહેલાં જ ધર્મમાં સવ્યય કરી લાભ લઇ લે. છે! હે વિવેકી ધર્માત્માઓ ! તમે પણ સુખમાં કે દુઃખમાં શક્ય એટલો ધર્મ કરતાં રહો એ જ શુભેચ્છા. જૈન આદર્શ પ્રસંગો – ૧ % ૬ ન ૩૯ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ [૩૧ ધિર્મપ્રેમી સુશ્રાવિકા એ ઉત્તમ સુશ્રાવિકા મણિબહેન, વાપીના. રાત્રે પુત્ર વગેરેએ કહ્યું કે, બા તું માસક્ષમણ કર ને! એ તરત તૈયાર થઇ ગયા! અત્તરવાયણા કર્યા વિના બીજા જ દિવસથી શરૂ શરીરનું પુણ્ય ઓછું. પણ ધર્મનો પ્રેમ ખૂબ. હિંમતથી સારી રીતે માસક્ષમણ પૂરું કર્યું. ધન્યવાદ. માસક્ષમણમાં પૂજા, પ્રવચન, વગેરે બધી આરાધના કરી. આ શ્રાવિકા એ બંને પુત્રોને સંસ્કાર આપી તૈયાર કરી શાસનને સમર્પિત કરી દીધા! માનું હૈયું ચાલે? પણ ધર્મ હૈયામાં વસ્યો હોય તો એ કેવા અદભૂત પરાક્રમો કરાવે છે! પુણ્યશાળીઓ ! તમે પણ અનંતકાળે મળેલા. આ શાસનને સમજી તમારૂ પણ હિત થાય એવા સુંદર સંસ્કાર સંતાનોને આપી શાસનભકિત કરો એ જ શુભેચ્છા. અસહ્ય વેદનામાં સમાધિ ચંપકભાઇ ભણશાલી પાટણમાં સીરીયસ થઇ ગયા. ભંયકર પેટનું દર્દ. છતાં કહે કે ગુરુ મા ને બોલાવો. પધાર્યા ત્યારે ખૂબ ધ્યાનથી ઉપદેશ સાંભળ્યો. સમાધિ ખૂબ સુંદર. બધા પૂછયું કે તમારા પુત્રોને બોલાવીએ! તો કહે મારે કોઇનું કામ નથી. મને નવકાર સંભળાવો! અદભૂત સમાધિપૂર્વક સ્વર્ગવાસ થયો. બધા શ્રાવકો આશ્ચર્ય પામ્યા. પ.પૂ. ગુરૂદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજે વ્યાખ્યાનમાં એમની સમાધિની પ્રશંસા કરી! આપણે પ્રભુને પ્રાર્થીએ કે અમને પણ આવું સમાધિમરણ આપજો. આ શ્રાવક ખૂબ આરાધક હતા. એમના ઘણાં અદભૂત પ્રસંગો જાણવા જેવાં છે. એમની દઢ શ્રદ્ધા, સત્ત્વ વગેરે આપણે માંગીએ. ૩૨) જૈન આદર્શ પ્રસંગો – ૧ 5 5 5 ४० For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ ૩૩ ગુરુભકિત અમદાવાદના જે. ડી. મહેતા ઓપેરા પાસે રહે છે. સાધુને વંદન કરવાથી ખૂબ લાભ થાય, તે જાણીને અમદાવાદના જુદા જુદા ઉપાશ્રયે મહાતમાના દર્શન કરવા જાય છે. યાત્રા વગેરે માટે જાય ત્યારે પણ ડ્રાઇવરને તેમણે કહી રાખ્યું છે કે મુસાફરીમાં મહારાજ સાહેબને જુએ ત્યારે ગાડી ઊભી રાખજે. તું જેટલા સાધુ બતાવીશ એટલા દસ રૂપિયા બક્ષીસ મળશે. જેમ પૂર્વે રાજાઓ, શ્રેષ્ઠીઓ ગુરૂ આગમનના. સમાચાર આપનાર સેવકને આભૂષણો વગેરેનું દાન કરતા હતા. તેમ આ ગુરૂભક્ત ગુરૂદર્શન કરાવનારને રાજી કરે છે. અગણિત લાભ કરનાર ગુરૂવંદન રોજ કરવાનો સં૫ આપણે પણ કરીએ. ૩૪ દાનપ્રેમ. લાભ આપવા એક સુશ્રાવક મહારાજશ્રીને વારંવાર વિનંતી કરે. પણ લાભ ન મળે. એક દિવસ ગદગદ્ અવાજે પૂછે છે કે લાભ કેમ આપતા નથી? મહારાજે ખુલાસો કર્યો કે તારા ભાવ તપાસું છું. દિલની ઇચ્છા ન હોય ને લાભ આપું તો તું ધર્મ છોડી દે. અતિ ગળગળા થઇ ગુરૂજીને એ કહેવા લાગ્યા કે ગુરૂદેવ! મારો પૈસો બધો પાપમાં જ ખરચાય છે. વળી પત્ની, પુત્રો બધા મને ખંખેરે છે. સ્વાર્થમાં ધન તો. જાય છે. પણ ઉપરથી પાપ બંધાય છે. તેથી મને થાય છે કે ધર્મમાં ખર્ચાય તે જ સફળ છે. માટે મારા કલ્યાણ માટે ઉદારતાથી લાભ આપવા કૃપા કરો! પુણ્યશાળીઓ ! તન-મન-ધનથી યથાશકિત કરેલા સત્કાર્યો જ અનેક ભવ સુધી સુખ ને શાંતિ આપે છે. તેથી ઉલ્લાસથી સવ્યય કરો. જૈન આદર્શ પ્રસંગો – ૧ . ૪૧ For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ઉપ સાધર્મિક ભકિત] અમદાવાદના હસમુખભાઇ ચુડગર. એક વાર પ.પૂ. પંન્યાસજી પાસે બેઠેલા. ગરીબ જેનો મદદની આશાથી આવ્યા. પૂ. મહારાજે સો રૂપિયા આપવા ઇશારો કર્યો. તરત ૨૦૦ આપી દીધા. તેઓના ગયા પછી ચુડગર કહે કે સાહેબ ! કાળ ખરાબ છે. દાણા આવા દુ:ખી હશે. આવા જે સાધર્મિકો આવે તેને અપાવજો. પેઢીમાં ૫ હજાર આપુ છું. કેવી ઉદારતા? હે તત્ત્વપ્રેમી સુશ્રાવકો ! કદાચ કોઇ છેતરી જાય તો પણ દાન ધર્મથી પાછા ન પડતા. શકય તપાસ કરી, દુઃખી શ્રાવકોની ભકિતનો મહાલાભ લેવા સદા તત્પર રહેજો. દરેક શ્રાવક પોતાની આજુબાજુના શ્રાવકોની સંભાળ. યથાશકિત રાખે તો કોઇ શ્રાવક દુઃખી ન રહે! ૩૬ સાધર્મિક ભકિત. ખંભાતના એક નગરશેઠ. જેટલા જૈન ખંભાત આવે એ બધાને કાયમ ભકિતથી જમાડે. એમને સમાચાર મળ્યા કે તમારો રસોઇયો ઘી પીરસવામાં કંજૂસાઇ કરે છે. થોડા દિવસે ખંભાત ગયા ત્યારે રસોઇઆને કહ્યું કે ઘણાં ધર્માત્માઓની ભકિત તું કરે છે. તને ખૂબ પુણ્ય મળે છે. વગેરે... પછી પ્રેમથી કહ્યું કે ઘીના જેટલા ડબા ખાલી કરશે તેટલા બે-બે રૂપિયા તને બક્ષીસ આપીશ. ઘી છૂટથી વાપરજે. ઠપકો આપ્યા વિના ઘીની કંજૂસાઇની દૂપણતા દૂર કરી! હે ધર્માત્માઓ ! નોકરો ને પરિવાર પાસે પણ આમ હોશિયારીથી દામ કરાવવો જોઇએ તથા સાધર્મિક ભકિતની શાએ ખૂબ પ્રશંસા કરી છે. તમે સાધર્મિક ભકિતથી સદગતિ અને શિવગતિ પામો એ જ શુભાશિપ. જૈન આદર્શ પ્રસંગો – ૧ * * * ૪૨ For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ ૩૭ ધર્મપ્રમ ગંગામાને ધર્મ ખૂબ ગમે. અમદાવાદના શેઠ કુટુંબના કસ્તુરભાઇ લાલભાઇના દાદીમા થાય. લાલભાઇ પાસે સંઘના આગેવાનો આવ્યા. સંઘનું એક મહત્વનું કામ હતું. લાલભાઇની લાગવગથી થાય એમ હતું. પણ લાલભાઇએ ના પાડી દીધી. એ જમવા આવ્યા ત્યારે ગંગામાએ લાલભાઇના ભાણામાં પથરા મુકયા. લાલભાઇએ પુછયું, “આ શું?” ગંગામા કહે, “મારી કૂખે પથરા પાક્યા હોત તો સારુ હતું.” લાલભાઇ શરમાઇ ગયા. પૂછવાથી માએ ખૂલાસો કર્યો કે તારાથી થાય એમ છે, છતાં શાસનના કામ માટે ના પાડી દીધી? જૈનને આ શોભે? લાલભાઇએ કામ કરાવી આપ્યું. હે ધર્મપ્રેમીઓ ! શાસન અને સંઘના બધાં કામ તન,મન, ધનથી કરી મહાન લાભ મેળવજો એ જ અભ્યર્થના ૩૮ પૂર્વના સંસ્કાર ૨ વર્ષ પહેલાં મલાડમાં એક ભાઇ વંદન કરવા આવ્યા. સાથે ૨-૩ વર્ષનું બાળક હતું. મને એ શ્રાવકજી કહે કે મહારાજજી! આને દેરે લઇ જઇએ તો આ ખૂબ રાજી થાય છે દર્શન કર્યા જ કરે. પછી બહાર લઇ જઇએ તો રડે. મહામુશ્કેલીએ બહાર લાવીએ. હે ધર્મપ્રેમીઓ ! જોયું ! કેવું બાળક ! પૂર્વજન્મમાં ભકિત વગેરેના સંસ્કાર દૃઢ પાડયા હશે, તો બાળવયમાં પણ દર્શનથી રાજી રાજી થાય છે ? તમે તો તીર્થંકરદેવના અનંતા ગુણો જાણો છો. ભાવો પેદા કરી દિલથી દર્શન, પૂજા આદિનો અનંતો લાભ લો. જૈન આદર્શ પ્રસંગો - ૧ फु फु फु For Personal & Private Use Only ૪૩ Page #46 -------------------------------------------------------------------------- ________________ રૂપૂિજારીની શુભ ભાવના એ પૂજારી પાટણમાં દેરાસરમાં હતાં. એમની દિલની દટ ઝંખના કે આપણે ભગવાનની ભકિત કરવી, પણ પગાર ન લેવો. છતાં આજીવિકા માટે લેવો પડતો હતો. તેથી વારંવાર પ્રાર્થના કરે કે હે પ્રભુ! તારી કૃપાથી મારે આ પગાર ન લેવો પડે અને લીધેલો બધો પાછો આપી દઉં એવુ કર! પુત્ર ખૂબ કમાતો થઇ ગયો. હવે ઘડપણમાં ઘરે આરામ કરો! એવી વિનંતી એણે પિતાને કરવા માંડી. પગારના લીલા બધા પૈસા પેઢીને પાછા આપી દઇ પૂજારી પુત્રના ઘરે ચાલ્યો ગયો! આવા દ્રષ્ટાંતો વાંચી જૈન વેપારીઓ પણ પોતાનો માલ દેરાસર, ઉપાશ્રય માટે મફત આપીને મહાન લાભ લે. શકિત ન હોય તો મૂળકિંમતે આપે. આજે કેટલાક અજૈનો પણ ભગવાન, સાધુ ને ધર્મ માટે પૈસા લેતાં નથી. તો જેનોએ ધડો ન લેવો જોઇએ? જિનેતિીવ્ર વૈરાગ્યો વર્ષો પહેલાં અમદાવાદમાં ઉજમફઈની ધર્મશાળામાં થોભણ શ્રાવકે પ્રતિક્રમણ કર્યું. તે દિવસે એક મડદું જોયેલું. તેના પર ચિંતન કરતાં કરતાં એમનો વૈરાગ્ય વધી ગયો. પોતાના ધોતિયાનો ચોલપટ્ટો કરી ધર્મશાળામાં રહેલા મહારાજનું રજોહરણ લઇ આવ્યા. સાધુપણું મળી ગયું હર્ષાવેશમાં ઊંઘ આવી ગઈ! પરોઢિયે પૂ.શ્રી. જાગ્યા. જાપ કરવોહતો. રજોહરણ ન મળે. શિષ્યોએ તપાસ કરવા માંડી. એમને સૂતા જોઈ ઉઠાડીને પૂછયું. જાગી જતાં એ કહે કે હું તો સાધુ છું. મારૂ નામ થોભણ મુનિ.. વાત જાણી એમને સમજાવી રજોહરણ પાછું લઇ ગુરૂદેવને આપ્યું. જૈન આદર્શ પ્રસંગો – ૧ / 5 4 5 For Personal & Private Use Only ४४ Page #47 -------------------------------------------------------------------------- ________________ ૪૧ નિવકારથી કેન્સર કેન્સલ ગુલાબચંદભાઇ જામનગરના હતા. ગળે કેન્સરની ગાંઠ વધતાં ખાવાનું બંધ થયું. રોગ વધતાં પાણી પણ પીવાનું બંધ થયું. મુંબઇમાં ડો. કે. પી. મોદીને બતાવ્યું. તેમણે કહ્યું કે કેન્સર ખૂબ વધી ગયું છે. કોઇ ઇલાજ નથી. ૨-૪ દિવસથી વધુ જીવશે નહીં. રાત્રે વ્યાખ્યાનમાં સાંભળેલ મહામંત્ર નવકારના મહિમાની વાત ગુલાબભાઇને યાદ આવી. બધાને ખમાવી સદ્ગતિ પામવા નવકાર ગણવા માંડયા. ૩ કલાકે ગાંઠનું ઝેર ઉલટીથી નીકળી ગયું! તબીયત સુધરતી ગઇ. દૂધ પાણી વગેરે પીતા થયા. પછી તો ખાવા માંડયું. ડોકટરને બતાવ્યું. ચેક કરી સારું છે એવી ખાત્રી કરી ડોકટર ખૂબ નવાઇ પામ્યા. પછી તો જીવન ધર્મમય બનાવી દીધું. પછી ૩૯ વર્ષ જીવ્યા! આ વાત બહુ લાંબી છે. ગુલાબચંદભાઇએ મરતાં નવકારનું શરણ લીધું તો અસાધ્ય કેન્સર મટયું! ભવ્યો! તમે પણ નવકારમંત્રજાપ, ધર્મશ્રદ્ધા, ધર્મતત્ત્વજ્ઞાન જાણવું વગેરે ધર્મ કરી સર્વત્ર સુખ પામો એ જ શુભાભિલાષા. ૪ સુશ્રાવકના મનોરથો રજનીભાઇ દેવડી શ્રેણિકભાઇને કહે કે શેઠ શ્રી ! શત્રુંજય પર ચૌમુખજીની ટૂંકના શિખરો પરનાં કળશો સોનાનાં કરાવવાં છે. શેઠે રજનીભાઇને કારણ પૂછતાં કહ્યું કે એ સુંદર કળશોના બધા યાત્રાળુ દૂરથી દર્શન કરે છે. એ સોનાનાં હોય તો દર્શન કરનારના ભાવ ખૂબ વધે. તેથી મને પણ લાભ મળે! કેવી ઉત્તમ ભાવના ? હે , હિતેચ્છુઓ ! તમે પણ શુભ ભાવોને પ્રગટાવો. જેન આદર્શ પ્રસંગો – ૧ ૬ કી ન ૪૫ www.ja kelibey.org For Personal & Priate Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ ૪૩ સંઘભકિત ગુજરાતના એક ગામના સંઘના પ્રમુખ હતા. મીટિંગમાં એક ભાઇ દોપ ન હોવા છતાં પ્રમુખને ખખડાવતાં કહે કે તમે આ બાબતમાં ટ્રસ્ટ જાણે તમારા બાપનું હોય એમ વર્તે છો. જવાબ આપતાં પ્રમુખ શાંતિથી બોલ્યા કે ટ્રસ્ટ મારા બાપાનું હોય એમ જ બધા કામ કરું છું. ટ્રસ્ટ ભગવાનનું છે અને ભગવાન આપણા બધાના પિતા છે જ. પેલા વિઘ્નસંતોપી ચૂપ થઇ ગયા. હે પુણ્યશાળીઓ! સંઘના કામ કરતાં આક્ષેપો સાંભળી ગુસ્સો ન કરવો અને સંઘભકિતનું સુંદર કામ છોડી ન દેવું. એનાથી આપણું અનંત આત્મહિત થાય છે. ૪૪|| વૈરાગ્ય મુંબઇના એ યુવાનની પૂ.આચાર્ય શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા. ની આજ્ઞાથી પાંચોરામાં દીક્ષા થઇ. પછી સંસારી સગા આવ્યા. આચાર્ય શ્રી યશોદેવસૂરીશ્વરજી મ. સાહેબે મળવાની રજા આપી. કલાકો સમજાવ્યા, ઘમકાવ્યા. ૩-૪ દિવસ થઇ ગયા. મહાતમાનો વૈરાગ્ય તીવ્ર. તેથી દીક્ષા છોડવાની વાત ન માની. કુટુંબીઓએ જૈનેતરોને ઉશ્કેર્યા.સંઘે વિચારણા કરી વિનંતિ કરી મહારાજને વિહાર કરાવી માલેગામ મોકલાવ્યા. મહારાજના ભાઇએ કપટ કરી તેમને ગાડીમાં ભગાડ્યા. શ્રાવકોએ તપાસ કરી. ઘણે દૂર ઊરણના જંગલમાં બંગલામાંથી શોધી કાઢયા. મારે દીક્ષાવેપ સિવાય ખાવું નથી એવો એમણે નિશ્ચય કરેલો! શ્રાવકોએ સાધુવેપ લાવી આપ્યો. નવદીક્ષિત ખૂબ ખુશ થયા. કેવો જોરદાર વૈરાગ્ય? ભાગ્યશાળીઓ ! સંસારમાં કંઇ નથી. આત્મહિત સાધવા વ્રતો યથાશકિત લો. જૈન આદર્શ પ્રસંગો - ૧ 事事事 For Personal & Private Use Only ૪૬ Page #49 -------------------------------------------------------------------------- ________________ જપ દીક્ષા રાગ ખંભાતના નગરશેઠ પોતાના સંતાનોને નાનપણથી દીક્ષામાં જ સાચું કલ્યાણ છે એમ વારંવાર સમજાવે. લગ્નનો વરઘોડો નીકળે ત્યારે પણ પૂછે કે બેટા! હજુ પણ ઇચ્છા થતી હોય તો આ વરઘોડાને દીક્ષાના વરઘોડામાં ફેરવી નાખીએ! કેવો દીક્ષાપ્રેમ? હે પુણ્યશાળીઓ! તમે પણ આશ્રિતોને સાચું સમજાવો. છેવટે જે તૈયાર થાય તેને દીક્ષામાં અંતરાય કરવાનું ભયંકર પાપ ન કરવું એ નક્કી કરો. ૪૬ો ધિંધાથી નિવૃત્તિ) મુંબઇ ઇરલાના દેવચંદભાઇ શ્રાવકને વ્યાખ્યાન સાંભળતા ધર્મ ગમ્યો. આરાધના કરવા માંડી. પછી ૪-૫ વર્ષે મેં તેમને ધંધાના પાપથી બચવા પ્રેરણા કરી. એમને વાત ગમી ગઇ. મહેનત કરી અને થોડા સમયમાં નિવૃત્ત થઇ ગયા. આજે પણ શાસન કેવું જયવંતુ છે કે આવું કઠિન કામ પણ કેટલાક જીવો હિંમતથી કરે છે. બાકી આજે કરોડપતિઓ પણ ઘરડા થવા છતાં ધંધો છોડતાં નથી. પુણ્યશાળીઓ! તમે પણ ધંધાના ભયંકર પાપોથી શકય એટલા બચો. છેવટે કર્માદાનના ધંધાનો ત્યાગ કરો. ૪ળ કરૂણા) નેમચંદભાઇ તનમન અમદાવાદના ઘણાં એમને ઓલિયા તરીકે ઓળખે છે. દુઃખી, બીમાર વગેરે પ્રત્યે તેઓ ખૂબ કરૂણાદ્ર. પરદુઃખ જોઇ પોતે ખૂબ દુઃખી થાય! તન, મન, ધનથી ઘણાંને સહાય કરી હતી. જૈન આદર્શ પ્રસંગો – ૧ ર્ક ४७ For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ ૪૮ કોલેજીયનનો અહિંસા પ્રેમ મુંબઇની એ છોકરી કોલેજમાં ભણતી હતી. વનસ્પતિના જીવોનું જ્ઞાન થયા પછી એણે હિંસાથી બચવા ખાવા માટે કેળાં પસંદ કર્યા! ઘર માટે શાક લેવા જાય ત્યારે કેળાં લાવે. કારણકે કાચા કેળામાં એક જ જીવ હોય. કારણ અંદર બી હોતા નથી. પછી તો આ યુવતિએ વૈરાગ્ય વધતાં દીક્ષા લીધી! આજે અનેક શ્રાવિકાઓને ધર્મ સમજાવી આરાધના કરાવે છે. તમે અહિંસા પાળો |૪૯ શેઠની જયણા ખંભાતના એ નગરશેઠ ખૂબ ધર્મપ્રેમી. પાપથી બચવા પૂજા માટે સ્નાન કથરોટમાં કરે. અને એ પાણી રેતીમાં નાખી દે. નોકરે કહ્યું કે શેઠજી ! લાવો હું નાખી દઇશ. શેઠે કહયું કે હે ભાઇ! આ જયણાનું કામ છે. એ હું જ કરીશ. જયણા તમે પણ પાળો. પાળીને ખૂબ પુણ્ય મેળવો. ૫૦ પ્રતિજ્ઞાની મક્કમતા વઢવાણના વીરપાળ ગાંધી. એમણે સાણદમાં રહી ૫૧ ઉપવાસની ભવ્ય તપસ્યા કરી. છેલ્લા ૫૧મા દિવસે તબિયત ઢીલી થઇ. કહેનારાએ કહ્યું પણ ખરૂં કે હમણાં પારણું કરી લો. પછી આલોચના લઇ લેજો. મક્કમ મનના શ્રાવકે પ્રતિજ્ઞામાં દૃઢ રહેવાનું જ પસંદ કર્યું. એ જ દિવસે એમનો આતમા નાશવંત દેહને છોડી ગયો. ધન્ય તપપ્રેમ. ૪૮ ૐ ભાગ - ૧ સંપૂર્ણ For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ અને અંતે હે વાચક, પુસ્તક ગમ્યું ? ૨ તો એમાંથી વત્તી ઓછી આરાધના જીવનમાં લાવવા સંકલ્પ કરી યોજનાબદ્ધ પુરુષાર્થ કરવા જેવો છે. ૨ સંતાનોને આ પ્રસંગો પ્રેમથી કહી સુસંસ્કારી બનાવવા જોઈએ. ૨ આ પ્રસંગો શાંતિથી વારંવાર વાંચવાથી ખૂબ જ લાભ થશે. ૨ મિત્રો, સ્વજનો, પડોશીઓ વગેરે ૫-૨૫ ને ભેટ આપવાથી તેમનું જીવન પણ મધમધતું ઉપવન બની શકે છે ! ∞ શુભ પ્રસંગો વારંવાર આવતા હોય છે. ક્યારેક આ સુંદર પુસ્તકની પ્રભાવના કરવાથી ઘણાંને થોડો ઘણો લાભ થશે. ઘણાં બધાંને લાભ થયો પણ છે. ગામે ગામ ઘરે ઘરે આનો પ્રચાર થવાથી નાના-મોટા સહુને પ્રાયઃ આ પ્રસંગોથી આરાધના, અનુમોદનાની પ્રેરણા મળશે. તમને અલ્પ ધનથી પરોપકારનું અમાપ પુણ્ય મળશે. ૨ પ્રથમ ભાગની માત્ર ૫૦૦ નકલો સાથે પ્રકાશિત થયેલ આ પુસ્તક ભાગ ૧ થી ૭ નવી પ∞ કોપી સાથે પ્રગટ થાય છે. ૨ પહેલા ભાગની ૮ વર્ષમાં ૧૨ આવૃત્તિ અને બાકીના ભાગની પણ અનેક આવૃત્તિ અને હિંદી સાથે. આની કુલ ૨,૦૦,૦૦૦ નકલો પ્રગટ થઈ છે. ૨ સઘળા ભાગ વાંચો, વંચાવો, વસાવો, વિચારો, વહેંચો. ૨ ભાગ ૧ થી ૭ કન્સેશનથી મળશે. ૨ આવા પ્રેરક સત્ય પ્રસંગો મને મોકલી આપો. ભાગ-૮ ટુંકજ સમયમાં પ્રકાશિત થઈ રહેલ છે. For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ N A ત્રા G ) IN DJ છે, પણ, આ AI - I તો તે મોટા મોટા માથાઓને પણ એકાંતે અસાર આ સંસારમાં અવાર નવાર અવનવી આફતો આવ્યા જ કરે છે. | આપત્તિઓ પાપથી જ આવે છે. વિપત્તિઓથી બચવા અને સાચા સુખો મેળવવા પાપ ઘટાડી ધર્મ વધારવો જોઈએ. | હે જૈનો ! તમે ધર્મપ્રેમી છો, છતાં આ કલિકાળમાં સર્વત્ર પ્રસરેલા પાપ અને સ્વાર્થના વાતાવરણથી તમે પણ ઓછા વત્તા ખરડાયા હશો. આ ભયંકર દોષો તમારું ભયંકર અહિત કરશે. કોઈ પણ રીતે એનાથી બચવું જરૂરી છે. હે પુણ્યશાળીઓ ! આજીવિકા આદિ અનેકવિધ ચિંતાઓમાં ફસાયેલા તમને આ માનવભવને સફળ કરવા ધર્મ વધારવાની અને પાપ ઘટાડવાની ભાવના પણ ઘણી વાર થતી હશે. આ શ્રેષ્ઠ ભાવના પૂર્ણ કરવાનો સુંદર ઉપાય આમાંના પ્રસંગો એકાગ્રતાથી વાંચવા એ પણ છે. | ગુલાબ જેવા મઘમઘતા આ સત્ય પ્રસંગો વર્તમાનકાળના હોવાથી ખૂબ પ્રેરક છે. અમાસની અંધારી રાત્રે ક 1 ટમટમતા તારલા જેવા ||| તમને ચો IIIIIIIIIIIIIIII અનુમોદનાનું પુણ્યાનું બંધ 122221 ત્મિહિત કરવા 24H 04-114. gyanmandir@kobatirth.oro ! URLhiell યથાશક્તિ ધર્મ કરવાનો સંકલ્પ આ વાંચી શીઘ કરશો. Yoan daa faan - G)- CSP) (1) Se મુદ્રક : નવનીત પ્રિન્ટર્સ (નિકુંજ શાહ) અમદાવાદ ફોન : પ૬ 2532 6 મો. 982 પર 61 177 Serving linShasan , વિત્ર પ્રસંગો ainelibrary.ora