________________
રતિભાઇ વગેરે બધા ખૂબ ચિંતામાં હતા કે શેઠ જરૂર ખૂબ નિદા કરશે... પણ હુકમીચંદજીએ તો રતિભાઇને જાહેરસભામાં પાસે બોલાવી ખૂબ ધન્યવાદ આપ્યા !
આવા પ્રસંગો જાણીને તમારે રાત્રિભોજન વગેરે ભયંકર પાપોને તિલાંજલિ આપવાનો દૃઢ નિશ્ચય કરવો. જોઇએ. સત્ત્વશાળી ધર્મપ્રેમી જીવો ધર્મમાં સાહસ કરે, ભલે ને દુઃખોના પહાડ તૂટી પડે. આપણે પણ આવા વિરલ દઢ ધર્મીઓની હદયથી અનુમોદના કરવાનો મહાન લાભ લેવો, પણ નિંદા તો કદી ન કરવી.
(શીલરક્ષા. કેટલાક વર્ષો પહેલાંની વાત છે. ડૉકટર હતા મૂળ પાલનપુરના. યુવાન વય, રૂપાળા. વધુ ભણવા ઈંગ્લેન્ડ ગયા. ડિગ્રી મેળવી. મોટી હોસ્પીટલમાં સારી નોકરી મળી. પોતાની ડયુટી મુજબ એક રાત્રે રાઉન્ડ લગાવી પોતાની રૂમમાં આવ્યા. ડોકટરને ખબર નહિ ને પાછળથી એક રૂપવર્તી નર્સે રૂમમાં આવી બારણાં અંદરથી બંધ કર્યા. યુવતીએ મીઠી વાતો કરવા માંડી. પછી કામના હાવભાવ શરૂ કર્યા. પછી તો ઉપરના વસ્ત્રો ઉતારવા લાગી. સમજાવવા જતાં બૂમાબૂમ કરી બેઆબરૂ કદાચ કરે એમ વિચારી ડૉકટરે બારી ખોલી નવકાર ગણતાં નીચે ભૂસકો માર્યો. ડૉકટર બચી ગયા. આજે પણ એ ડો.શીલરક્ષાનો પ્રસંગ યાદ કરીને આનંદિત બની જાય છે. કુશીલ સેવનારને તો જંદગીભર પાપડંખ ખૂબ દુઃખી કરે છે. પછી તો આ ડૉકટર અમદાવાદ વગેરે શહેરમાં રહેતા હતા. ધન્ય હો શીલપ્રેમને. ખૂબ ધન્યવાદ !
જે ન આદર્શ પ્રસંગો – ૧
* *
[૨૮]
Jain Education International
૨૮ www.jainelibrary.org
For Personal & Private Use Only