________________
વાડકીથી પૂજા કરું! લાભ લેવા શેઠે હા પાડી. બહેને ખૂબ ભાવથી શ્રી આદિનાથજીની પૂજા કરી.
સંઘ પધારવાનો છે તેથી શ્રાવિકા ઘરે જાય છે. આંગણામાં ગાય કૂદવા માંડી. પત્નીના કહેવાથી પતિ ત્યાં ગયો. ખીલો ઊખડી ગયો છે, ને ત્યાં કોઇ વસ્તુ ચમકે છે. તપાસ કરતાં જમીનમાંથી ચરૂ નીકળ્યો! યુવાનને થયું કે આ ઘરમાં વર્ષોથી રહીએ છીએ. આ ચરૂ કયાંથી આવ્યો? ખૂબ ઉદાર ભાવે સંઘના પગલાં કરાવ્યાં. પછી આણંદજી કલ્યાણજી પેઢીમાં જઇને કહે છે કે પૂજાના ચડાવાના પૈસા લો: મુનિએ કહ્યું કે પૈસા ભરાઇ ગયા છે. દંપતીએ કહ્યું કે પૂજા અમે કરી છે. તમારે પૈસા લેવા પડશે. મુનીમે કહ્યું કે સંઘપતિ શેઠ ચુકવી ગયા છે. હવે નહીં લેવાય. બહેન કહે છે કે પૈસા નહીં લો ત્યાં સુધી અહીંથી ઊઠીશું નહિ અને ખાવું પીવું બંધ. મુનીમે આગેવાનોને બોલાવ્યા. વ્હેનનો અતિ આગ્રહ જોઇ પૈસા લીધા. પેઢીના ઇતિહાસમાં એક જ ચડાવાના ડબલ પૈસા આ એક જ પ્રસંગે લેવાયા છે. લગભગ ૭૫ વર્ષ પેલાની આ સત્ય ઘટના છે. બહેનના ઉછળતા શુભ ભાવથી પુણ્ય વધી ગયું. ચરૂ મળ્યો અને અનંતા કર્મો ખપાવી દીધા હશે. ભાગ્યશાળીઓ! તમે પણ પૂજા વગેરે ધર્મ ખૂબ ભાવથી વિધિપૂર્વક કરી ખૂબ આત્મહિત સાધો. જીવનભર બ્રહ્મચર્ય પાલન વગેરે કઠિન કામ આપણે કદાચ ન કરી શકીએ તો પણ આવી રીતે શુભ મનોરથ કરીએ અને આપણી શકિત પ્રમાણે મહાન લાભ લઇએ એ શુભેચ્છા.
૨ 3
જેન આદર્શ પ્રસંગો – ૧ Jain Education International
* * ર્ક For Personal & Private Use Only
www.jainelibrary.org