SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯) આજન્મ ચઉવિહાર કરનારા બાળકો) નવસારીમાં જન્મેલ એ બાળક એટલું પુણ્યશાળી છે કે એના મમ્મી એને રાત્રે દૂધ પણ ન આપે. એ ધમી કુટુંબમાં કોઇ રાત્રિભોજન ન કરે. એમને થયું કે જન્મેલા બાળકોને પણ આ પાપ ન કરાવવું. તેથી સ્તનપાન માત્રા દિવસે જ કરાવે... ! મલાડમાં પણ આવું બાળક છે. આ બાળકોએ પૂર્વ જન્મમાં કેવું પુણ્ય કર્યું હશે કે નરકમાં લઇ જનાર મહાપાપ રાત્રિભોજનથી જન્મથી બચી ગયા! આ કાળમાં કરોડપતિ ને અબજપતિ ઘણા છે પણ આ જન્મ ચઉવિહાર કરનાર પુણ્યસમ્રાટ કેટલા? બીજા પણ આવા કેટલાક બાળકો છે. પણ બધા મળીને વિશ્વમાં કેટલા નીકળે? કદાચ ૫૦-૧૦૦ હશે. આવા ઉગ્ર પુણ્યશાળીનું દર્શન કરવાનું મન થાય છે? જેમ ગીનીશ બુકમાં જગત શ્રેષ્ઠો નોંધાય છે એમ આ બાળકો તો ગીનીશ બુકમાં નહી પણ ધર્મ રાજાના ચોપડે નોંધાઇ ગયા હશે ! તમે કદાચ જન્મતી વખતે તો અજ્ઞાન હતા. વળી પુણ્ય પણ શ્રેષ્ઠ કોટિનું નહિં. જેથી માબાપ મહાધમ ન મળ્યા.પણ છતાં હે જૈનો! તમે પણ અનંત પુણ્યના સ્વામી છો. વળી તમે ખૂબ ભણેલા અને સમજુ છો. દઢ નિશ્રય કરો કે હવે તો જાવાજજીવ રાત્રિભોજન ન કરવું. મુંબઇ વગેરેમાં એવા અનેક ધર્માત્માઓ છે કે જેઓ ટીફીન મંગાવી, ઘરથી સાથે લાવી કે ચોવિહાર હાઉસમાં ચઉવિહાર કરે છે. એવા પણ ધર્મપ્રેમી છે કે શેઠને વિનંતિ કરી ઓછા પગારે પણ રાત પહેલાં ઘેર પહોંચી ચઉવિહાર કાયમ કરે છે! આજે જૈન આદર્શ પ્રસંગો – ૧ ૩૧ www.jaihemordry.org Jain Education International For Personal & Private Use Only
SR No.005425
Book TitleJain Adarsh Prasango Part 01
Original Sutra AuthorN/A
AuthorBhadreshvarvijay
PublisherBhadreshvarvijay
Publication Year
Total Pages52
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy