________________
ળેિ પુત્રહિતેચ્છુ સુશ્રાવકો
એ સુશ્રાવિકાએ પોતાના યુવાન પુત્રનું આત્મહિત થાય એ માટે સમજાવ્યો કે મહારાજ સાહેબ પાસે થોડો સમય રહે. ભાવના એવી કે દીક્ષા લે તો તેનું કલ્યાણ થાય. શ્રાવિકા ગુજરાતના હતા. વર્ષો સુધી સાથે રહેવા છતાં એ યુવાનને ભાવ ન થયો. પછી માએ પરણાવવો. પડયો. માની મહેનત નકામી ગઇ? ના. એને દિક્ષા ગમી તો ગઇ પણ દીક્ષાનો ઉલ્લાસ ન થયો. છતાં એમણે પોતાના પુત્રને બચપણથી દીક્ષાની પ્રેરણા કરી! અને અંતે અપાવી. આ મહાતમા આજે પણ સાધુપણું પાળી રહ્યા છે. આવા કાળમાં પણ કેવા ઉત્તમ જૈનો કે પુત્રોને શાસનને સમર્પી દે!
પ. પૂ. આચાર્યશ્રી પ્રેમસૂરીશ્વરજી મ. આદિના પ્રયત્નોથી આજે તો આવા કેટલાય શ્રેષ્ઠ શ્રાવક-શ્રાવિકાઓ છે કે જેઓ પોતાના સંતાનોને તૈયાર કરી દીક્ષા અપાવે છે! કેટલાય અભિગ્રહ કરે છે કે અમારે દીક્ષાની ના ના પાડવી. જો સંતાન યોગ્ય હોય તો કેટલાય પછીથી સ્વયં રાજીખુશીથી દીક્ષા અપાવે છે! હે સ્વહિતચિંતકો! તમે પણ સંતાનો તથા આશ્રિતોને સંસ્કાર સીંચી સ્વપરહિત સાધનારા બનાવો તો અનંતાનંત પુણ્ય બંઘાશે. બાકી તો આ કાળ એવો ભયંકર છે કે સંસ્કાર નહીં સિંચ્યા હોય તો વર્તમાનકાળના વિષમ વાતાવરણના પ્રભાવે ધર્મ તો નહી કરે. પણ કદાચા તમને પણ ત્રાસ ને દુઃખ આપશે. તેથી એવું પણ બને કે અસમાધિને કારણે તમારે પણ ઘણા ભવ દુર્ગતિ વગેરેના દુઃખો ભોગવવા પડે. તેથી જેને દીક્ષા લેવી હોય તેને અંતરાય કરવાનુ ભયંકર પાપ તો ન જ કરવું. જૈન આદર્શ પ્રસંગો – ૧
૧૫
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org