________________
૧ શુિભ આલંબનોથી દુરાચારી દિવ્ય પંથી
આ સત્ય ઘટના લગભગ ૮૦-૧૦૦ વર્ષ પહેલાં બની છે. એ જેનનું નામ સૌભાગ્યચંદ હતું. પણ આચારોથી મહાદુર્ભાગી હતો. એકલો છતાં બધી કમાણી જુગાર,દારૂ, વેશ્યાસંગમાં વેડફી નાખતો. તે કાળમાં જેનો પ્રાય: આવા પાપ ન કરતા. એના ગામમાં માનચંદ જૈન લાખોપતિ હતા. એને ૨ પુત્ર હતા. પ્રભુભકિત, ગુરૂભકિત વગેરે ધર્મ કરે. એક વાર સૌભાગ્યચંદને માનચંદે વાતવાતમાં કહ્યું કે જો તું ૧ વર્ષ માટે તારા બધા દુરાચારો છોડે તો લાખ રુપિયા ઇનામ આપું.
સૌભાગ્યચંદે પણ સાહસિક બની શરત સ્વીકારી. માનચંદ કહે કે તું આવા બણગા ન ફૂંક. તું તો દુરાચારોનો વ્યસની છે. કાયર છે. તારાથી નહીં થાય. સૌભાગ્યચંદને આ આક્ષેપોએ પાણી ચડાવ્યું. તેણે કહ્યું કે આજથી જ ૧ વર્ષ માટે બધું બંધ. તું લાખ રૂપિયા તૈયાર રાખજે. બોલી તો નાખ્યું.પણ સભાગ્યચંદને તો આ બધા વ્યસનો વર્ષોથી હતાં. તે બધાનો ત્યાગ કરવો ખૂબ અઘરો લાગ્યો. પણ. કેટલીકવાર સત્ત્વશાળી જીવો વટમાં પણ અતિ કઠિન વાતો કરી દેખાડે છે. શરત જીતવા સૌભાગ્યચંદે કુમિત્રોનો ત્યાગ કરવા માંડયો. દેરાસર અને ઉપાશ્રયે ઘણો સમય વીતાવવા માંડયો. કુવ્યસનોથી બચવા સારા નિમિત્તોને શોધવા જ પડે. ધીરે ધીરે ગુરુ મહારાજનો સત્સંગ વધતો ગયો. જિનવાણી સાંભળતા તેનો ધર્મપ્રેમ વધતો ગયો. સંસારની અસારતા સમજાવા માંડી. ૮-૧૦ માસમાં તો તે આખો. બદલાઇ ગયો. તેને થયું કે આ દુર્લભ ભવને મેં વેડફી જૈન આદર્શ પ્રસંગો – ૧
% ૬ ક. ૧૮]
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org