________________
ઉપ સાધર્મિક ભકિત] અમદાવાદના હસમુખભાઇ ચુડગર. એક વાર પ.પૂ. પંન્યાસજી પાસે બેઠેલા. ગરીબ જેનો મદદની આશાથી આવ્યા. પૂ. મહારાજે સો રૂપિયા આપવા ઇશારો કર્યો. તરત ૨૦૦ આપી દીધા. તેઓના ગયા પછી ચુડગર કહે કે સાહેબ ! કાળ ખરાબ છે. દાણા આવા દુ:ખી હશે. આવા જે સાધર્મિકો આવે તેને અપાવજો. પેઢીમાં ૫ હજાર આપુ છું. કેવી ઉદારતા? હે તત્ત્વપ્રેમી સુશ્રાવકો ! કદાચ કોઇ છેતરી જાય તો પણ દાન ધર્મથી પાછા ન પડતા. શકય તપાસ કરી, દુઃખી શ્રાવકોની ભકિતનો મહાલાભ લેવા સદા તત્પર રહેજો. દરેક શ્રાવક પોતાની આજુબાજુના શ્રાવકોની સંભાળ. યથાશકિત રાખે તો કોઇ શ્રાવક દુઃખી ન રહે!
૩૬ સાધર્મિક ભકિત. ખંભાતના એક નગરશેઠ. જેટલા જૈન ખંભાત આવે એ બધાને કાયમ ભકિતથી જમાડે. એમને સમાચાર મળ્યા કે તમારો રસોઇયો ઘી પીરસવામાં કંજૂસાઇ કરે છે. થોડા દિવસે ખંભાત ગયા ત્યારે રસોઇઆને કહ્યું કે ઘણાં ધર્માત્માઓની ભકિત તું કરે છે. તને ખૂબ પુણ્ય મળે છે. વગેરે... પછી પ્રેમથી કહ્યું કે ઘીના જેટલા ડબા ખાલી કરશે તેટલા બે-બે રૂપિયા તને બક્ષીસ આપીશ. ઘી છૂટથી વાપરજે. ઠપકો આપ્યા વિના ઘીની કંજૂસાઇની દૂપણતા દૂર કરી! હે ધર્માત્માઓ ! નોકરો ને પરિવાર પાસે પણ આમ હોશિયારીથી દામ કરાવવો જોઇએ તથા સાધર્મિક ભકિતની શાએ ખૂબ પ્રશંસા કરી છે. તમે સાધર્મિક ભકિતથી સદગતિ અને શિવગતિ પામો એ જ શુભાશિપ. જૈન આદર્શ પ્રસંગો – ૧
* * *
૪૨
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org