________________
૩૩ ગુરુભકિત અમદાવાદના જે. ડી. મહેતા ઓપેરા પાસે રહે છે. સાધુને વંદન કરવાથી ખૂબ લાભ થાય, તે જાણીને અમદાવાદના જુદા જુદા ઉપાશ્રયે મહાતમાના દર્શન કરવા જાય છે. યાત્રા વગેરે માટે જાય ત્યારે પણ ડ્રાઇવરને તેમણે કહી રાખ્યું છે કે મુસાફરીમાં મહારાજ સાહેબને જુએ ત્યારે ગાડી ઊભી રાખજે. તું જેટલા સાધુ બતાવીશ એટલા દસ રૂપિયા બક્ષીસ મળશે. જેમ પૂર્વે રાજાઓ, શ્રેષ્ઠીઓ ગુરૂ આગમનના. સમાચાર આપનાર સેવકને આભૂષણો વગેરેનું દાન કરતા હતા. તેમ આ ગુરૂભક્ત ગુરૂદર્શન કરાવનારને રાજી કરે છે. અગણિત લાભ કરનાર ગુરૂવંદન રોજ કરવાનો સં૫ આપણે પણ કરીએ.
૩૪ દાનપ્રેમ. લાભ આપવા એક સુશ્રાવક મહારાજશ્રીને વારંવાર વિનંતી કરે. પણ લાભ ન મળે. એક દિવસ ગદગદ્ અવાજે પૂછે છે કે લાભ કેમ આપતા નથી? મહારાજે ખુલાસો કર્યો કે તારા ભાવ તપાસું છું. દિલની ઇચ્છા ન હોય ને લાભ આપું તો તું ધર્મ છોડી દે. અતિ ગળગળા થઇ ગુરૂજીને એ કહેવા લાગ્યા કે ગુરૂદેવ! મારો પૈસો બધો પાપમાં જ ખરચાય છે. વળી પત્ની, પુત્રો બધા મને ખંખેરે છે. સ્વાર્થમાં ધન તો. જાય છે. પણ ઉપરથી પાપ બંધાય છે. તેથી મને થાય છે કે ધર્મમાં ખર્ચાય તે જ સફળ છે. માટે મારા કલ્યાણ માટે ઉદારતાથી લાભ આપવા કૃપા કરો! પુણ્યશાળીઓ ! તન-મન-ધનથી યથાશકિત કરેલા સત્કાર્યો જ અનેક ભવ સુધી સુખ ને શાંતિ આપે છે. તેથી ઉલ્લાસથી સવ્યય કરો.
જૈન આદર્શ પ્રસંગો – ૧
.
૪૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org