Book Title: Jain Adarsh Prasango Part 01
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 42
________________ [૩૧ ધિર્મપ્રેમી સુશ્રાવિકા એ ઉત્તમ સુશ્રાવિકા મણિબહેન, વાપીના. રાત્રે પુત્ર વગેરેએ કહ્યું કે, બા તું માસક્ષમણ કર ને! એ તરત તૈયાર થઇ ગયા! અત્તરવાયણા કર્યા વિના બીજા જ દિવસથી શરૂ શરીરનું પુણ્ય ઓછું. પણ ધર્મનો પ્રેમ ખૂબ. હિંમતથી સારી રીતે માસક્ષમણ પૂરું કર્યું. ધન્યવાદ. માસક્ષમણમાં પૂજા, પ્રવચન, વગેરે બધી આરાધના કરી. આ શ્રાવિકા એ બંને પુત્રોને સંસ્કાર આપી તૈયાર કરી શાસનને સમર્પિત કરી દીધા! માનું હૈયું ચાલે? પણ ધર્મ હૈયામાં વસ્યો હોય તો એ કેવા અદભૂત પરાક્રમો કરાવે છે! પુણ્યશાળીઓ ! તમે પણ અનંતકાળે મળેલા. આ શાસનને સમજી તમારૂ પણ હિત થાય એવા સુંદર સંસ્કાર સંતાનોને આપી શાસનભકિત કરો એ જ શુભેચ્છા. અસહ્ય વેદનામાં સમાધિ ચંપકભાઇ ભણશાલી પાટણમાં સીરીયસ થઇ ગયા. ભંયકર પેટનું દર્દ. છતાં કહે કે ગુરુ મા ને બોલાવો. પધાર્યા ત્યારે ખૂબ ધ્યાનથી ઉપદેશ સાંભળ્યો. સમાધિ ખૂબ સુંદર. બધા પૂછયું કે તમારા પુત્રોને બોલાવીએ! તો કહે મારે કોઇનું કામ નથી. મને નવકાર સંભળાવો! અદભૂત સમાધિપૂર્વક સ્વર્ગવાસ થયો. બધા શ્રાવકો આશ્ચર્ય પામ્યા. પ.પૂ. ગુરૂદેવ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજે વ્યાખ્યાનમાં એમની સમાધિની પ્રશંસા કરી! આપણે પ્રભુને પ્રાર્થીએ કે અમને પણ આવું સમાધિમરણ આપજો. આ શ્રાવક ખૂબ આરાધક હતા. એમના ઘણાં અદભૂત પ્રસંગો જાણવા જેવાં છે. એમની દઢ શ્રદ્ધા, સત્ત્વ વગેરે આપણે માંગીએ. ૩૨) જૈન આદર્શ પ્રસંગો – ૧ 5 5 5 ४० www.jainelibrary.org Jain Education International For Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52