Book Title: Jain Adarsh Prasango Part 01
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 40
________________ ૨એિના મહિમાનો નહીં પાર તમો આ દરદીને હવે તમારા ઘેર લઇ જાવ, એની બચવાની જરા પણ આશા નથી” મો.મુ. કિલનિક સેન્ટર, ધ્રાંગધ્રાના ડોકટરે દર્દીના સંબંધીઓને બહુ જ સ્પષ્ટ શબ્દોમાં દર્દીની ભયંકર હાલત સુણાવી દીધી. દર્દી ૨૮ વર્ષથી દમની વ્યાધિથી ઘેરાયા હતાં. દર્દ વધી જતાં દવાખાનામાં ભરતી કરાયા. ત્રણ દિવસની ડૉકટરની જબરદસ્ત મહેનત. બચવાની આશા ન જણાતાં દર્દી બેનને ઘેર લવાયા. ઘરમાં દર્દી બાઇના સગાવ્હેને તો અંતિમ ક્રિયા માટે જરૂરી તમામ ચીજો ભેગી કરવા માંડી. | નવકાર મંત્ર પર ખૂબ શ્રદ્ધાબળવાળા દર્દીબહેનના પતિને પોતાની પત્ની દવાખાનામાંથી ઘેર આવ્યા પછી ગેબી અવાજ સંભળાયો. સામે જ પોતાના ગુરુદેવ દેખાયા. કહે, “ત્રીજા દેવલોકમાં હાલ છું. શ્રાવકજી! તારી મુસીબત મટી જશે. ચિંતા ન કરીશ. શ્રદ્ધાથી નવકાર મંત્ર ગણજો.” ગુરુકૃપાથી ખુશ થઇ બધા કુટુંબીજનો નવકાર મંત્રના જાપમાં લાગી ગયા. દર્દીના કાનમાં મંત્ર સંભળાવે છે. રાત્રિના ૩-૪૫ વાગે પરલોક-ગમનની તૈયારીવાળા એ શ્રાવિકાબહેન સવારે ૯ વાગે તો સ્વસ્થ જણાયા. આઠેક દિવસમાં તો રોગ જાણે મટી ગયો એવું લાગ્યું. નવકારમંત્રમાં પરમ શ્રદ્ધા ધરાવનાર એ મરઘાબહેન ત્યાર પછી તો ૧૦ વર્ષ જીવ્યા. ત્રેવીસ લાખ નવકાર ગણવા દ્વારા એમણે પોતાના આત્માને પાપોથી ઘણો હળવો બનાવી દીધો. ધ્રાંગધ્રાવાસી એમના પતિ આજે પણ નવકાર જાપ, સ્વાધ્યાય, દેવગુરુભકિત, દાન આદિ દ્વારા સુંદર જીવન જીવી રહ્યા છે. જૈન આદર્શ પ્રસંગો – ૧ 5 5 ૩૮ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52