Book Title: Jain Adarsh Prasango Part 01
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 38
________________ ૨પ ધિર્મથી સમાધિ મુંબઇ ગોરેગાંવના મનુભાઇ. વર્ષો સુધી વેપાર વગેરે સંસારી પ્રવૃત્તિઓમાં જ રસ. પછી શુભ ભાવનાથી ભક્તામર રોજ ગણવા માંડયા. વ્યાખ્યાનશ્રવણ વગેરે કરે. તેનાથી આતમા એટલો પવિત્ર બની ગયો કે સમાધિમરણ મળ્યું. સીરીયસ બીમારી આવી. હાર્ટનો વાલ્વ તૂટ્યો. ડૉકટરે કહ્યું કે બચશે નહીં. ૧-૨ દિવસ માંડ કાઢશે. કાંઇ કહેવું છે? વગેરે સગાઓએ પૂછતાં તેઓ બોલ્યા કે મને નવકાર સંભળાવો. પછી સગાઓએ પૂછયું કે તમારા દીકરા-દીકરીઓને બોલાવીએ? ત્યારે કહે કે મને ધર્મ કરાવો. ભાગ્યશાળીઓ! ભાવથી આચરેલો ધર્મ મરતાં પ્રાયઃ સમાધિ આપે છે. તમે પણ કર્મનાશના ધ્યેયથી સામાયિક, વ્યાખ્યાનશ્રવણ, વાંચન વગેરે ધર્મ મનથી કરો. પ્રામાણિકતા) આ સુશ્રાવક આજે પણ અમદાવાદમાં ખૂબ સુંદર ધર્મ કરે છે. એ સરકારી ઇજનેર હતા. કપડવંજમાં સરકારી રેસ્ટ હાઉસમાં થોડા વર્ષો પહેલાં સરકારી તપાસે ઊતરેલા. બાજુની નદીના પુલના બાંધકામમાં ગેરરીતિની ફરિયાદ હતી. સરકારે તપાસ કરવા મોકલેલા. કોન્ટ્રાકટર તરફથી ઓફર આવી કે બરાબરનું પ્રમાણપત્ર આપી દો તો ૫૦ હજાર રોકડા આપીએ. સામાન્ય સ્થિતિ, બાળકોને ભણાવવા વગેરે સમસ્યાઓ. છતાં ઓફર નકારી દીધી. મારે અનીતિનું પાપ નથી કરવું. કેવી ઉત્તમ ભાવના! ભાગ્યશાળીઓ! તમે તો ઘણાં સુખી હશો. તો પછી નિશ્ચય કરો કે નાની પણ અનીતિ કરવી જ નથી. જૈન આદર્શ પ્રસંગો – ૧ 5 [૩૬] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52