Book Title: Jain Adarsh Prasango Part 01
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 37
________________ પતિ જાતે લેવા આવ્યા. ઘણી કાકલૂદી કરી. ન સ્વીકાર્યું. આખરે પતિએ કહ્યું કે પિતાજી તો દેવલોક થઇ ગયા છે. હવે એ ભય નથી. ત્યારે પતિના પરિચિત બે સંબંધીને વચમાં રાખીને સાસરે સિધાવી. તાજુ લગ્ન, યુવાન વય, પતિસુખ છોડીને નોકરી કરીને પણ શીલભંગ ન જ કર્યો!!! શીલ સુગંધને અનુમોદતી એ આજે પણ માનવભવ મસ્તીથી સફળ કરી રહી છે. લાખો ધન્યવાદ હો આવી વર્તમાન સતીઓને. તમે પણ શીલની રક્ષા કરો એ શુભાભિલાષા. રિને સંયમ માટે સાહસ) અમદાવાદના રસિકભાઇ લગભગ ૨૫ વર્ષથી ધર્મ આરાઘના કરે. નિવૃત્તિ પણ લઇ દીધી. ધાર્મિક ભણાવે. વ્યાખ્યાનશ્રવણ વગેરે નિત્ય આરાધના કરે. દીક્ષાનું મન થાય. પણ ઉમર થવાથી ડરે. દીપકલાવાળા દીપકભાઇ અને ચાવાળા રતિભાઇની દીક્ષા નક્કી થઇ. બંનેએ રસિકભાઇને ઉત્સાહિત કર્યા. હિંમત કરીને એકદમ સંયમ માર્ગે સિધાવ્યા! લગભગ ૩ વર્ષથી સુંદર આરાધના , કલાકો સુધી સ્વાધ્યાય વગેરે કરે છે. પ્રવચન આપે છે! હે ભાગ્યશાળીઓ! આવા વૃદ્ધો હિંમત કરે છે તો આત્મહિત કરવું હોય તો તમે પણ હિંમત કરી સંયમ સાધના કરો. દીક્ષાથી ડરો છો? દુર્ગતિ અને સંસારના દુઃખોનો ડર નથી લાગતો? પાપોદયે દીક્ષા ન લેવાય તો પણ સામાયિક, સ્વાધ્યાય , ભવ આલોચના, ચૌદ નિયમ, પ્રવચનશ્રવણ, પચ્ચકખાણ, ૧૨ વ્રત વગેરે આરાધના તો કરો. અચિંત્ય લાભ લેવાનો આ દુર્લભ ભવ એળે ન જવા દો. જૈન આદર્શ પ્રસંગો – ૧ [૩૫] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52