Book Title: Jain Adarsh Prasango Part 01
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 39
________________ બ્રહ્મચર્યનો પ્રેમ બેંગલોરના જતીનભાઇ. યુવાન વય, સફારી બેગ કંપનીના એજન્ટ તથા તે જ કંપનીમાં મોટી પોસ્ટ. પણ લગ્નની ઇચ્છા બિલકુલ નહી! માતુશ્રીની માંદગીને કારણે એક કન્યા સાથે લગ્ન કરવા પડયા. લગ્ન પહેલાં તે કન્યાને પોતાની ભાવના વગેરે જણાવી. પીકચરો જોતી એ કોડીલી કન્યાએ આવી મુશ્કેલ વાત પણ વધાવી લીધી! કેવું આશ્ચર્ય! લગ્ન કરવા અને બ્રહ્મચર્ય પણ પાળવું! લગ્નથી માંડી દસ વર્ષ બંનેએ બ્રહ્મચર્ય પાળ્યું! મૈથુન સંજ્ઞાને કારણે ઘણાં જીવો કેવા કેવા ભયંકર દુષ્કાર્યો કરે છે એ જ્ઞાનીઓ આપણને કહે છે. જેઓ બ્રહ્મચર્ય પાળે એ અડધા સાધુ જેવા ગણાય. જતીનભાઇના ભાવ વધતાં દીક્ષા પણ સજોડે લીધી! આજે જ્ઞાન-અભ્યાસ, નિર્દોષ સયંમપાલના વગેરે સુંદર આરાધના કરે છે. બંનેમાં બીજા પણ ઘણાં ગુણો છે. એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. આ અને આવા બીજા બ્રહ્મચર્યના પ્રસંગો જાણી. તમે પણ મન મક્કમ કરી દઢ સંકલ કરો અને યથાશકિત નીચેના ગુણ લાવવા ખૂબ ઉદ્યમ કરો. જાવજજીવ બ્રહ્મચર્ય, પરસ્ત્રીગમન ત્યાગ, સ્વસ્ત્રી વિષે વધુ ન બને તો પણ પર્વ દિવસો, ૧૨ તિથિ કે ૫ તિથિ બ્રહ્મચર્ય પાલન તથા જાવજજીવા અનંગક્રિડા ત્યાગ વગેરે. વળી આવા પાપવિચારોના કારણભૂત વીડીયો, ટી. વી., સિનેમા, અશ્લીલ વાંચન અને વાતો વગેરે ત્યાગ. આવા આ ભવના સુસંસ્કારોથી આત્માને એવો સુંદર બનાવો કે જલદી આત્મહિત થાય એ જ શુભાભિલાષા. જૈન આદર્શ પ્રસંગો – ૧ [૩૭] Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52