Book Title: Jain Adarsh Prasango Part 01
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 32
________________ બહુમાન પ્રસંગે જ તેઓ સદ્ગતિમાં ચાલ્યા ગયાં ! એમનું સમાધિ-મૃત્યુ સાક્ષાત્ જોઇ ઘણાંએ દિલમાં ભાવના ભાવી કે અમને પણ આવું મોત મળે! જગત જેનાથી ખૂબ ડરે છે એ મોત પણ ઘણાંએ માંગ્યું ! ધર્માત્માઓ ! શાસન, સંઘ અને ધર્મ પ્રત્યે ઉછળતા ભાવોથી જીવનમાં શકિત પ્રમાણે આવું એકાદ પણ સત્કાર્ય કરી તમે પણ મોહનીયને મારી સદ્ગતિ પામો. ત્યાં પણ ઉત્કૃષ્ટ આરાધના કરી શાશ્વત સુખ પામો એજ એકની એક શુભાભિલાષા. ૧૮ સામાયિક રાગ ગુરુદેવ ! ૧ વર્ષનો સામાયિકનો નિયમ આપો અને જેટલા દિવસ ન પળાય તેટલા દિવસ ૧૦૦૦૦ રૂ ધર્મમાં વાપરવા ! થોડાક જ વર્ષો પહેલાં આવો નિયમ માંગનાર સુશ્રાવક સુરતના કરોડપતિ છે. મનમાં નિશ્ચય કર્યો કે શ્રાવકે એક સામાયિક તો કરવું જ જોઇએ. આગલે વર્ષે દંડ સો સો રૂ. નો રાખેલો. પરંતુ હીરાના ધંધાને કારણે એન્ટવર્પ વગેરે દેશોમાં જવું પડે. ઘણીવાર તો પ્લેનમાંથી વચ્ચેના દેશમાં ઊતરીને પણ સામાયિકનો નિયમ પાળ્યો. છતાં પ્રતિકૂળ સંજોગોને કારણે કેટલાક દિવસ પડ્યા. આવો ખુલાસો કરીને તેમણે કહ્યું કે, સાહેબ ! હવે દંડ મોટો રાખવો છે. જેથી એક પણ દિવસ મારો સામાયિક વગરનો ન જાય. તેથી દશ હજારનો દંડ રાખું છું. આવા ધર્મપ્રેમી આજના સુશ્રાવકોને લાખ લાખ ધન્યવાદ ! હે ભવ્યો ! આ વાંચીને તમે પણ મહાન સામાયિકની આરાધના યથાશકિત કરવાનો સંકલ્પ કરો. તમને ઘણાંને તો સામાયિક કરવામાં ખાસ મુશ્કેલી પણ નથી. જૈન આદર્શ પ્રસંગો ૧ Jain Education International - 555 For Personal & Private Use Only 30 www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52