Book Title: Jain Adarsh Prasango Part 01
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 22
________________ ૧૧ ઘોર તપસ્વી રાધનપુરના સરસ્વતીબેન ખૂબ ધર્મિષ્ઠ હતા. એમણે વર્ષીતપ ૧ ઉપવાસથી શરૂ કરી ક્રમશઃ અટ્ટાથી પણ કરેલા! ૬૮ ઉપવાસ વગેરે બીજી પણ ઘણી તપશ્ચર્યા કરેલી. - પૂનામાં રસિકભાઇ લગભગ ૪૦ વર્ષથી અખંડ છઠને પારણે છઠ કરે છે! અઠ્ઠઇ વગેરેના પારણે પણ છઠ કરવાનો જ ! - બીજા એક તપસ્વી મણિભાઇ ૪૦ વર્ષથી ઠામ ચઉવિહાર એકાસણા કરતા હતા. ત્રણ વાર ઓપરેશન કરવાના સંજોગો આવેલા. ત્યારે એકાસણું છૂટે નહિ માટે ઓપરેશન ન કરાવ્યું. બીમાર પડ્યા. ઘરે પૂ. આ. શ્રી ભુવનભાનુસૂરિજી મ. ના પગલાં કરાવ્યાં. કુટુંબીઓ કહે કે સાહેબ! આમને સમજાવો. હમણાં છૂટુ રાખે... મણિભાઇ કહે, “સાહેબ! એક પ્રશ્ન પૂછું?” “પૂછો” “ઘરે ત્રીજા પદે બિરાજમાન આચાર્ય મહારાજ પધારે ત્યારે ત્યાગ વધારવો જોઇએ કે ખાવાનું ?” તપનો કેવો * પ્રેમ આ મણિભાઇને કયારેક છાતીએ અસહ્ય દર્દ થતું. છતાં છાતીએ ઓશીકું દબાવી ઊંધા પડ્યા રહે. તપ છોડે નહિ. એ કહેતા કે ભ. શ્રી સીમંધરસ્વામિની દેશના રોજ સાંભળું છું. ત્યાં જ જનમવાનો છે. આપણે સંકલપ કરીએ કે યથાશકિત તપ રોજ કરવો. કદાચ તપ ન કરી શકીએ તો પણ નવકારશી, ચઉવિહાર અને અભત્યાગ વગેરે તો કરવાનો દઢ સંકલા. કરવો જોઇએ. જૈન આદર્શ Jain Education International For Personal & Private Use Only www.jainboard.org

Loading...

Page Navigation
1 ... 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52