Book Title: Jain Adarsh Prasango Part 01
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 23
________________ |૧૨ પૂજાનો મનોરથ જયવંતા શ્રી જિનશાસનમાં આજે પણ કેવા ઉત્તમ શ્રાવકરત્નો મળે છે! શ્રી સિદ્ધાચલજીથી થોડે દૂર ટીમાણા નામનું ગામ છે. ત્યાં એક યુવાન દંપતી રહેતા હતા. કારતી પૂનમે પાલીતાણા યાત્રા કરવા ગયા. ધર્મપત્નીને દાદાની પહેલી પૂજા કરવાનો શુભ ભાવ થયો. પતિને વાત કરી. ૫૦૦ મણ સુધી પતિ ચડાવો બોલ્યા. પણ પાલીતાણામાં તો ભારતભરમાંથી હજારો યાત્રાળુ આવે. લાભ ન મળ્યો. પત્ની કહે કે આપણું પુણ્ય નથી. કાલે લાભ અપાવજો. બીજે દિવસે પણ ૫૦૦ મણ બોલવા છતાં ચડાવો ન મળ્યો. પત્નીએ નક્કી કર્યુ કે રોજ આવવું.કયારેક તો લાભ મળશે. પણ આ શાશ્વત તીર્થમાં રોજ કોઇને કોઇ ભાવિક આવી જાય છે. અને વધુ ચડાવો બોલીને પૂજાનો લાભ લે છે. એમ પોષ વદ ૫ સુધી ૫૦૦ મણ બોલવા છતાં લાભ મળતો નથી. બેન રોજ રડે છે કે કેવા પાપ કર્યાં હશે. ઘણાં બધાં દિવસ થવા છતાં મારી ભાવના સફળ થતી નથી. પતિને તે કહે છે કે કોઇ પણ હિસાબે કાલે તો પૂજા કરવી જ છે. યુવાને પણ મૂડી વગેરે ભેગી કરીને નક્કી કર્યુ કે ૧૫૦૦ મણ સુધી બોલીને પણ શ્રાવિકાની શુભ ભાવના પૂરી કરવી. છઠના દિવસે ઉપર પહોંચ્યા. ચડાવો બોલાવા માંડ્યો. તે દિવસે પણ એક સંઘ આવેલો. સંઘપતિએ પણ પહેલી પૂજા કરવાનું નક્કી કરેલું. ક્રમશ : તે ૧૫૫૧ મણ બોલ્યા. ચડાવો તેમને મળ્યો. પત્ની પતિને પ્રાર્થના કરે છે કે આ શેઠને વિનંતિ કરો કે મને પહેલી પૂજા કરાવે. યુવાન કહે છે કે ઘી એમનું છે. આપણે કેવી રીતે કહેવાય? જૈન આદર્શ પ્રસંગો ૧ Jain Education International 事事事 For Personal & Private Use Only ૨૧ www.jainenbrary.org

Loading...

Page Navigation
1 ... 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52