Book Title: Jain Adarsh Prasango Part 01
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 26
________________ ૧૩ી ધિર્મપ્રેમી એ નરબંકાને અભિનંદન) રાજનગર અમદાવાદના એ લાખોપતિ જેસિંગભાઇના જેટલા ગુણગાન કરીએ તેટલા ઓછા છે. લગભગ ૭૫ વર્ષ પહેલાં અમદાવાદમાં લાખોપતિ ગણ્યા ગાંડ્યા હતા. આ જેસિંગભાઇ માત્ર લાખોપતિ નહતા. પણ તેમના ઘરની ખાનદાનીના ચારે બાજુ ગુણગાન ગવાતા! એમની હીરાચંદ રતનચંદ નામની ખૂબ પ્રસિદ્ધ પેઢી ચાલતી હતી. તે કાળમાં તેમનો રાજાશાહી વૈભવ હતો. છતાં સાધુસાધ્વીની ભકિત કરે. વ્યાખ્યાનો પણ સાંભળે, બાળકોને પણ ધર્મના સંસ્કાર આપે. તેમના મોટા સુપુત્ર સારાભાઇના લગ્ન હતાં. તે કાળે શેઠિયાઓ લગ્ન ખૂબ ધામધૂમથી કરે. પણ આ પાપભીરુ જેસિંગભાઇએ લગ્ન દિવસે વિદ્યાશાળામાં દિવસનો પૌષઘ કર્યો! લગ્ન તો રાત્રે છે માટે લાવ મારો દિવસના વખતનો સદુપયોગ કરી લઉ એમ સમજી દિવસે પોતે પૌષધમાં બેસી ગયા. પ.પૂ.આચાર્ય ભ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી (ત્યારે મુનિ પ્રેમવિજયજી) મહારાજે કેટલાય શ્રાવકોને દીક્ષા લેવા પ્રેરણા કરી.તેઓએ છટકવા કહ્યું કે આ જેસિંગભાઇ લે તો અમારે લેવી. પૌષધમાં રહેલા જેસિંગભાઇને બોલાવી પૂ. શ્રીએ પ્રતિબોધ કરી કહયું કે તમે હિંમત કરો તો પાછળ આ શ્રાવકોને પણ આવો સર્વોત્કૃષ્ટ ધર્મ કરાવવાનું પુણ્ય પણ તમને મળશે. જો કે એ શ્રાવકોને તો મનમાં એમ હતું કે આ જેસિંગભાઇ આવી સાહ્યબીમાં દીક્ષા લેશે. જ નહીં. અને તેથી આપણે લેવાની વાત પણ ઉડી જશે. ન આદર્શ પ્ર; Jain Education International For Personal & Palate ૨૪ www.ja lennedy.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52