Book Title: Jain Adarsh Prasango Part 01
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay
View full book text
________________
તપસ્યા કરતાં કરતાં રો
ડંકા જેર બજાયા હો. મહારાષ્ટ્રના ધૂળિયાના સુશ્રાવક શિવલાલભાઇ કોટેચા. પ.પૂ.આચાર્ય શ્રી રવિચંદ્રસૂરીશ્વરજી મ. ના. ચાતુર્માસમાં વ્યાખ્યાન સાંભળતાં એમને ઉલ્લાસ થયો. ૩૫ વર્ષની તેમની ઉમર હતી. નિત્ય એકાસણાં કરવા માંડયા. કાપડની ફેરી આજુબાજુના ગામોમાં કરે. ક્યારેક ૩-૪ વાગે આવે. છતાં એકાસણુ કરે જ. પછી તો એકાસણાં. ઠામ ચઉવિહાર કરવા માંડ્યા. અંત સુધી છોડ્યા નહીં.
માસખમણથી સંકલ્પ કર્યો કે અઠ્ઠમ તપ સુધી ઉપવાસ કાયમ ચઉવિહાર જ કરવા. ઘણાં વર્ષ પ તિથિ ચઉવિહાર ઉપવાસ કર્યા. મરાઠાવાડામાં દુષ્કાળમાં સરકાર પશુનો ખોળ લોકોને આપતી. શિવલાલભાઇને સેવા વખતે દાળ રોટલી મળતી. છતાં ખોળ ખાઇ એકાસણાં કર્યા!
દીક્ષા લીધી. ૬ વર્ષે દેવલોક પામ્યા. છેક સુધી તપનો રાગ જબરો! છેલ્લા ૨૫ વર્ષ મૂળથી ગોળ, ઘી અને ખાંડનો ત્યાગ કર્યો. વર્ધમાન તપની ૪૨ ઓળી કરી. તપસ્વીજીને લાખ લાખ ધન્યવાદ. તપથી અનંત કર્મ ખપે છે. તમારે પણ યથાશકિત તપ સાથે કાયમ અભક્ષ્ય, રાત્રિભોજન વગેરેનો ત્યાગ કરવા કમર કસવી જોઇએ.
અમલનેરના મણિભાઇ. ઉમ્મર ૭૦. ચા-બીડીના ભયંકર બંધાણી. છતાં પૂ.આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મ. નો ઉપદેશ પામી પપધપૂર્વક માસક્ષમણ કર્યું. પછીથી વર્ધમાન ઓળીનો પાયો નાખ્યો. પછીથી ઉપધાન કર્યા. બીડી-ચા તો બિચારા કયાંય પલાયન થઇ ગયા.
જેન આદર્શ પ્રસંગો – ૧
૧૬ |
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52