Book Title: Jain Adarsh Prasango Part 01
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 14
________________ જિનવાણીથી વ્યસની સદાચારી એ યુવાન રોજની ૭૦ સીગારેટ પીતો હતો. પ.પૂ.આ. શ્રી રત્નસુંદરસૂરિ મ. વડોદરા પધાર્યા. તેમના વ્યાખ્યાન ગમવાથી બીજા યુવાને આ ચેઇન-સ્મોકરને રાત્રિના વ્યાખ્યાન સાંભળવાની પ્રેરણા કરી. આ વ્યસની કહે કે મારે ૧૫-૨૦ મિનિટે સીગારેટ પીવા જોઇએ.મારાથી નહીં અવાય. મિત્રે કહ્યું કે ભલે સિગારેટ પીજે. પણ તું વ્યાખ્યાનમાં આવ. સેંકડો યુવાનો આવે છે. તું પાછળ છેલ્લો બેસજે. ત્યાં અંધકારમાં કોઇને ખબર નહીં પડે. આગ્રહને કારણે રાત્રે વ્યાખ્યાનમાં ગયો. ભવિતવ્યતા યોગે એ વ્યાખ્યાનોમાં પ્રસંગોપાત સિગારેટની ભયંકરતા મહારાજશ્રીએ સમજાવી. ૩ ઇંચની સિગારેટ ૬ ફૂટના આવા મહાન આત્માને કેવી નચાવે છે? એવી માર્મિક વાતો સાંભળીને યુવાનને સત્ય સમજાયું. પૂજ્ય શ્રી પાસે જીવનભરનો અભિગ્રહ માંગ્યો! તેના વ્યસનની વાત જાણી પૂ.શ્રી વિચારમાં પડી ગયા. યુવાને દૃઢ અવાજમાં કહ્યું કે ગુરૂદેવ ! ડરો નહી, ૧૦૦ ટકા પાળીશ. ખાત્રી થતાં નિયમ આપ્યો. પછી તો એ યુવાન જિનવાણી સાંભળતાં શ્રાવક બન્યો. સામાયિક, પૌપધ, ઉપવાસ આદિ ધર્મ વારંવાર કરવા માંડયો, જિનવાણીની શ્રેયસ્કરતા મુસલમાન એવા અકબર બાદશાહને પણ સમજાઇ ગઇ હતી. તમે પણ રોજ જિનવાણી રૂપ અમૃતનું પાન કરી આત્માનું હિત સાધો એ જ શુભાભિલાષા. ૪ જૈન આદર્શ પ્રસંગો Jain Education International - ૧ 5 For Personal & Private Use Only ૧૨ www.jainebay.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52