Book Title: Jain Adarsh Prasango Part 01
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 13
________________ ૩િઆ કાળના આદર્શ સુશ્રાવક એ સુશ્રાવકનું નામ હિંમતભાઇ બેડાવાળા. મુંબઇ વાલકેશ્વરમાં રહે છે. ખૂબ ઉંચા આરાધક તરીકે એમને ઘણાં બધા જાણે છે. તેમની ધર્મદઢતાના કેટલાક પ્રસંગો જોઇએ. ૪-૫ વર્ષ પહેલા મહારાષ્ટ્રમાં અહમદનગર ગામ એ સિદ્ધચક્રપૂજન ભણાવવા ગયેલા.મુંબઇથી કોલ આવ્યો કે હમણાં જ પાછા આવો. તમારા ધર્મપત્ની સીરીયસ છે. છતાં આ ધર્મશ્રધ્ધાળુ કહે છે કે સિદ્ધચક્રપૂજન છોડીને ના જવાય. ભાવિ જે હશે તે થશે. વળી આ પ્રભુભકિતથી જ તેને સારું થઇ જવું જોઇએ. એમણે તો ભાવથી પૂજન ભણાવ્યું. ત્યાં ખરેખર પત્ની સારી થઇ ગઇ! રોજ કાઉસ્સગ્ગ આદિ ઘણી આરાધના કરે છે. લગભગ છ વિગઇ ત્યાગ, પાંચથી વઘુ દ્રવ્ય ન વાપરવા વગેરે ઘણી સુંદર આરાધના ઘણાં વર્ષોથી ચાલુ છે. ઘણાં કહે છે કે આ હિંમતભાઇ સાધુ જેવું જીવન જીવી રહ્યાં છે.હે ભાગ્યશાળીઓ કરોડો રૂપિયા હોવા છતાં જો આવું ઉત્તમ જીવન જીવતા હોય તો તમે પણ મનને દટ કરી યથાશકિત ધર્મ આરાધના કરો. આવા ધર્મીને આપત્તિમાં દૈવી સહાય મળે છે. એ આ અવસર્પિણીમાં પણ અનુભવાય છે ! એકવાર એમના ઘરમાં રેડ પડી. પોતે ધર્મશ્રદ્ધાથી ચાવીઓ સોંપી દઇ નવકાર ભાવથી ગણવા માંડયા! અધિકારીઓ કબાટમાં તપાસ કરે છે. ઘણાં રૂપિયા હોવા છતાં તેઓને દેખાતા નથી! કાંઇ ન મળતાં ચાવી આપી પાછા ગયા! અનંત પુણ્ય મળેલા આવા ધર્મને ઓળખી, આરાધી, આત્મસુખ પામો એ જ શુભેચ્છા. જૈન આદર્શ પ્રસંગો – ૧ ર્ક ૧૧ www.jainelibrary.org Jain Education International For Personal & Private Use Only

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52