Book Title: Jain Adarsh Prasango Part 01
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 11
________________ દુઃખો ઓછા કરતા હશે. તેમના પ્રેમાળ પિતાએ દીકરીના આનંદ માટે બેબી સીટર લાવી આપ્યું છે. છતાં તેમને ફરવા જવાની ઇચ્છા થતી નથી. કેવા અંતર્મુખ ! એમની શેષ પ્રવૃત્તિઓ પણ જાણવા જેવી છે. સંસ્કૃત પ્રતો વાંચવી, બાળકોને પ્રતિક્રમણના સૂત્રો શીખવવા, વાંચવું વગેરે. ગામમાં સાધુ મહારાજ ચોમાસુ હતા તે વર્ષે ચારે મહિના સાધ્વીના ઉપાશ્રયમાં રહ્યાં. બેસણા કર્યા. રોજ સામાયિક, સ્વાધ્યાય, આદિ શુભ પ્રવૃત્તિઓ કર્યા કરે. જિનશાસન એ ભાવથી પામ્યા છે તો ઘણી આપત્તિઓ છતાં દુઃખી, હતાશ નથી બન્યા. ઉપરથી ધર્મ પ્રવૃતિઓથી જીવનને મઘમઘતા બાગ જેવું સુવાસિત કર્યું છે. જિનવચનોથી સંસાર અને કર્મની વિચિત્રતાઓ ઓળખી લઇ મસ્તીથી જીવન સફળ કરે છે! જે આત્મામાં ભાવ ધર્મ આવે તે સદા સુખી હોય એ જ્ઞાનીની વાતોનું આ જીવતું જાગતું દષ્ટાંત છે. ઘણી બધી અનુકૂળતા છતાં તમે સુખી છો? સાધુ, સાધ્વીને જોઇ એ ગદગદ બની જાય છે. કહે છે કે આપ અનંત પુણ્યના સ્વામી છો. દુર્લભ ચારિત્રને પામી સાધના કરો છો ! ઇચ્છા છતાં હું તો લઇ શકતી નથી. આપનું શીધ્ર કલ્યાણ થાઓ. હે પુયસમ્રાટ સુશ્રાવકો ! તમને બધાને પણ દિલથી આ તમારી બહેન બે શબ્દો કહેવા ઇચ્છે છે. સાંભળશો? એ કહે છે હે મારા પ્રિય સાધર્મિકો! અનંત પુણ્યોદયે તમને હાથ, પગ, આદિ બધું મળ્યું છે. અષ્ટકારી પૂજા, ધર્માભ્યાસ, સંયમી અને સાધર્મિકની ભકિત, તપ આદિ ધર્મ ખૂબ કરો. કદાચ ભવાંતરમાં કોઇ પાપોદયે મારી જેમ પરાધીન બનશો તો ઇચ્છા કરશો તો પણ નહીં કરી શકો. જેન આદર્શ પ્રસ Jain Education International For Personal & Pilate do www.jaineli rad.org

Loading...

Page Navigation
1 ... 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52