________________
ધિર્મરાગ મયણાબહેનના ખરેખર દર્શન કરવા જેવા છે. બારામતી (મહારાષ્ટ્ર)માં રહે છે. આજે ઉંમર ૨૫ વર્ષ છે. વિલાસભાઇ દીપચંદના સુપુત્રી છે. ઘણો પૈસો છે. ખાનદાની કુટુંબ છે. આટલા બધા પુણ્યોદય વચ્ચે પણ પૂર્વે બાંધેલા કોઇ વિચિત્ર કર્મને કારણે અસામાન્ય દુઃખો ભોગવી રહયાં છે. મોટું યુવાન કન્યા જેવું સપ્રમાણ ! પણ બાકીનું શરીર માત્ર ૨-રાઈ ફૂટનું. હાથ ખૂબ નાના. સ્વયં ચાલી ન શકે! વધારે બેસી પણ ન શકે. ઘણી વાર સૂતા જ રહેવું પડે. થોડે દૂર પણ જવું હોય તો નાના ટેણીયાની જેમ દડીને, આળોટીને! વધારે દૂર જવું હોય તો કોઇ ઉપાડીને મૂકવા આવે તો જઇ શકે. ઘણી બધી પરવશતા. આટલી બધી મુશ્કેલીઓ હોવા છતાં રોજ અષ્ટપ્રકારી પૂજા કરે છે!! જો કે બીજા કોઇ ઉઠાવીને દેરાસરે મૂકી જાય ત્યારે પૂજા થઇ શકે. આના કરતાં પણ અનેકગણું અનુમોદનીય એ છે કે ધર્મનો અભ્યાસ ઘણો ઘણો કર્યો છે!! હે પુણ્યવાનો! ધ્યાન દઇને વાંચો. પંચ પ્રતિક્રમણ, નવ સ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, સંસ્કૃત, પ્રાકૃત,તત્ત્વાર્થસૂત્ર આદિ ઘણું બધું એ ભણી ગયા છે ! આજના ઘણા આરાધક શ્રાવકોએ આ વાંચી ધડો લેવા જેવો છે. ઉદ્યમ કરો તો પૂજા, અભ્યાસ વગેરે તમે પણ જરૂર કરી શકો. આગળ વધુ જાણવું છે? ટી. વી. અને સીનેમા જોતા નથી. આજે બીજા બધાં મનોરંજનો માણવા છતાં લોકોને ટી. વી. વિના ચેન પડતું નથી. જ્યારે આ ધર્મદઢ શ્રાવિકા આટલા બધાં દુઃખો. છતાં પણ ટી.વી. ને પણ ઇચ્છતા નથી. બીજા આવા દુઃખી જીવો તો કદાચ ૧૦,૧૨ કલાક ટી. વી. વગેરે જોઇને પોતાના જૈન આદર્શ પ્રસંગો – ૧ part
ઇન પોતાના
. [૮]
www.jainlembrary.org