Book Title: Jain Adarsh Prasango Part 01
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 8
________________ કયારા સુધી લાવી આપે છે. સગુણપ્રશંસા, અનુમોદનાનું જો આટલું બધું માહાસ્ય હોય તો શા માટે આપણે તદ્દન આસાન આ લાભ ન લેવો ? પણ ગુણો કાંઈ આકાશમાં નથી રહેતા. એ રહે છે ગુણવાન વ્યક્તિઓમાં... તે તે ગુણવાન વ્યક્તિની અનુમોદના કરવાથી એ ગુણોની અનુમોદના થઈ જાય છે. મોદના એટલે આનંદ. અનુ એટલો પછીથી. તે તે ગુણવાન વ્યક્તિને તે તે ગુણપ્રાપ્તિના આનંદની જે અનુભૂતિ થઈ હોય તે પછી આપણે એના ગુણકીર્તનથી એ અનુભૂતિ કરવી એ છે અનુમોદના ! વર્તમાનમાં સામાન્યથી ઈર્ષ્યા, નિંદા આદિ દુર્ગણોએ જીવો પર આધિપત્ય જમાવ્યું છે. એ દુર્ગણોના બળવાન સકંજામાંથી બચવા માટે અનુમોદનાનો ગુણ કેળવવાની તાતી જરૂરિયાત છે. માટે જ ૫.પૂ.મહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ. સાહેબે પોતાની અમૃતવેલી સજઝાયમાં ગાયું, “થોડલો પણ ગુણ પરતણો સાંભળી હર્પ મન આણ રે." અનુમોદનાથી મૈત્રી આદિ ચાર પૈકીની પ્રમોદ ભાવના પણ પુષ્ટ બને છે. એમાં પણ આપણા કાળમાં અને આપણા ફોનમાં રહેલી અને લગભગ આપણા જેવા જ સંયોગોમાંથી પસાર થતી વ્યકિતઓ જ્યારે સત્ત્વ ફોરવી ગુણપ્રાપ્તિ કરતી હોય છે ત્યારે આપણને એમના આલંબને એમના જેવા ગુણ પ્રાપ્ત કરવાનો શુભ ભાવ જલદી થાય છે. આચાર, વિચાર અને ઉચ્ચારમાં ખૂબ તકેદારી રાખનાર તરીકે સુખ્યાત થયેલા વિદ્વદ્વર્ય સ્થવિર પૂ. પંન્યાસ શ્રી ભદ્રેશ્વરવિજય મહારાજશ્રીએ ઘણી મહેનતપૂર્વક આવ; અનુમોદનીય વર્તમાનકાલીય પ્રસંગોનો રસથાળ તૈયાર કરી આપણને ભેટ ધર્યો છે. સદગુણપ્રેમ આપણે સૌ પણ આ રસથાળને જાણીએ-માણીએ અને પામીએ એ જ શુભેચ્છા ! ગીરધરનગર -પંન્યાસ ગુણસુંદરવિજયજી ગણિ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52