Book Title: Jain Adarsh Prasango Part 01 Author(s): Bhadreshvarvijay Publisher: Bhadreshvarvijay View full book textPage 6
________________ આનંદસરોવરમાં ડૂબકીઓ મારે છે. અવર્ણનીય આનંદ તથા આવા ગુણો તમે પણ મેળવો એ ભાવથી તમારી સમક્ષા આ પ્રસંગપુષ્પો રજૂ કરું છું. એક અતિ મહત્ત્વની વાત કે અભ્યાસથી કશું અશક્ય નથી. આવા કાળમાં પણ પુરૂષાર્થથી ૫-૭ વર્ષના નાના બાળકો પણ કરાટે, સંગીત, તરણ, રમતગમત વગેરે અનેક ક્ષેત્રોમાં વિશ્વચેમ્પીયન બની શકે છે. તો તમે તો પુખ્ત ઉમરના અને અનંતાનંત પુણ્યથી પુષ્ટ છો. ધર્મમાં હિંમત રાખો. જરૂર સફળતા મળશે. વળી દરેક માણસ બધાં ગુણો મેળવી શકે નહિ. તેથી આવા ગુણવાનોની હૈયાથી પ્રશંસા અને સાચી અનુમોદના કરીએ તો આપણને પણ આવા ગુણો જરૂર પ્રાપ્ત થાય ! તમારા સગાસ્નેહીઓને આવા પુસ્તકો વંચાવવાના સુંદર પુણ્યથી વંચિત ન રહેશો. અહીં થોડાજ પ્રસંગો લખ્યાં છે. બીજા ૫ ભાગમાં આવા પ્રસંગો પ્રગટ થયાં છે. બીજું, પ્રસંગો મેં ખૂબ ટૂંકાણમાં લખ્યા છે. અને આમાંના કેટલાક અને બીજા કેટલાક શ્રાવકોના તો જીવન જ આવા અનેક ગુણો રૂપી પુષ્પોવાળા વૃક્ષોથી શોભતા બાગ જેવા છે ! પણ મેં તો એમના ૧-૨ પ્રસંગ જ અહીં લીધા છે. વળી વાર્તાપ્રસંગ સાથે હિતશિક્ષા થોડી વિસ્તારથી લખાય તો ઘણાંને પ્રેરણા મળે. છતાં વાંચકોને વાર્તાના પ્રવાહમાં રસભંગ ન થાય માટે અ૫ શબ્દોમાં જ દિશાસૂચન કર્યું છે. વળી આ પ્રસંગો મેં સાંભળેલા, વાંચેલા, જાણેલા લખ્યા છે. તેથી આમાં જાણકારોને જે કોઈ આધારભૂત ભૂલ લાગે તે જણાવવા હાર્દિક નિમંત્રણ છે. ગણિવર શ્રી ગુણસુંદરવિજયજીએ પ્રસ્તાવનાલેખન અને સંપાદનકાર્ય કરી આપ્યું તે બદલ હું તેમનો ખૂબ ઋણી છું. પ. પૂ. આ. શ્રી રત્નસુંદરસૂરિ મ.પ. પૂ. આ. શ્રી હેમરત્નસૂરિ મ., પંન્યાસ શ્રી ભુવનસુંદરવિજયજી. પંન્યાસ શ્રી ગુણસુંદર વિજયજી આદિ અનેક મહાતમાઓ અને સુશ્રાવકો પાસેથી મળેલા કથા પ્રસંગો પણ મેં આમાં Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52