Book Title: Jain Adarsh Prasango Part 01 Author(s): Bhadreshvarvijay Publisher: Bhadreshvarvijay View full book textPage 5
________________ પ્રાક્રુથના પ્રસંગોમાં પ્રથમ પંકિતમાં પ્રકાશના આ સત્ય કથાપ્રસંગો આજ સદીના ઉત્તમ જૈનોના છે. જેમ ગુલાબ ફૂલોનો રાજા છે તેમ આ સત્ય દ્રપ્ટાંતો વર્તમાનકાલીન દઘટનાઓ પૈકી શ્રેષ્ઠ કોટિના છે. ગુલાબની આલ્હાદક સુગંધ પણ અા કાલમાં ઊડી જાય છે. જ્યારે આ પ્રશંસનીય પ્રસંગ પુણોનો પમરાટ યાવજીવ આપણને અનોખા. આનંદથી તરબતર રાખે છે. આપણને અનંત પુણ્યોદયે માનવભવ ઉપરાંત શ્રી જિનશાસન મળ્યું છે. જિનશાસનને કારણે આપણને આત્મા, કર્મ વગેરે ઘણી સૂત્રમ વસ્તુઓનું પણ વાસ્તવિક સ્વરૂપ જાણવા મળે છે! આજે જગતમાં ઘણાં સ્થળે એકાંત - સ્વાર્થાદાતા, ભોગવિલાસ, પાપાચારો આદિ પશુથી પણ બદતર દોષો તાંડવનૃત્ય કરી રહ્યાં છે. વર્તન, વાણી અને વિચારોમાં અનાર્યતા પેસી ગઈ છે. આજના વિશ્વમાં ચોમેર સ્વચ્છેદપણું જોઈ સજજનો અને સંતો ચિંતિત, દુઃખી અને હતાશ બન્યા છે. જગતમાં ઘણાં માનવો ઉત્તમ બનવાની પાત્રતા ધરાવતાં હોય છે. છતાં અશુભ વાતાવરણ, નિમિત્તો વગેરેને કારણે તેઓના જીવનમાં પણ ઘણાં દુર્ગુણો ઘુસી ગયેલા જોવાય છે શાસ્ત્રો ફરમાવે છે કે ખાણમાં પડેલા અત્યંત મલિન શ્રેષ્ઠ હીરાની જેમ આવા જીવો શુભ આલંબનોથી ઝગમગવા માંડે છે. ઉત્તમ પુરુષોના શ્રેષ્ઠ પ્રસંગો વાંચવા એ પણ અત્યંત શુભ આલંબન છે. હે ભવ્યો ! તમે પણ આ અદભુત પ્રસંગો ખૂભ ધ્યાનપૂર્વક વાંચજો, વિચારજો. વેધના ત્રીજા પધની જેમ એ આત્મગુણોને વિકસિત કરશે અને દુર્ગણો હશે તો દૂર કરશે. હે પુણ્યશાળીઓ ! આવા હડહડતા કલિકાળમાં પણ ઘણાં શ્રાવકોના ગુલાબ જેવા મામદાતા અદભુત સત્યાપ્રસંગો જાણી મારો મનમોરલો નૃતા કરે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52