Book Title: Jain Adarsh Prasango Part 01
Author(s): Bhadreshvarvijay
Publisher: Bhadreshvarvijay

View full book text
Previous | Next

Page 15
________________ ૫શુભ સંકલ્પો અમદાવાદના દીપકલાવાળા દીપકભાઇને ઘણાં ઓળખે છે. એક સદગૃહસ્થ સંસાર નિવૃત્તિનો સંકલ્પ કરી નિવૃત્તિ લીધી. તે લેખ વાંચી પપ વર્ષે એમણે દઢ સંકલ્પ કર્યો કે મારે ૬૦ વર્ષે નિવૃત્ત થવું ! એ ૬૦ વર્ષે ખરેખર નિવૃત્ત થઇ ગયા. આ પુણ્યાતમાં જે સારું જુવે, સાંભળે, વાંચે તે કરવાનું મન થઇ જાય. કોઇ ધર્મીએ પ્રેરણા કરી કે રજાને દિવસે તો પૂજા કરો. તો શરૂ કરી દીધી. બાળપણમાં દીક્ષા લેનારને. જોઇને પોતે પણ ભાવના ભાવતા કે આમ મારે પણ ઘોડે ચડી સંયમ સ્વીકારવું ૬૦ વર્ષ પછી ધર્મ કરતાં દીક્ષાની ભાવના વધતી ગઇ. કેટલાક કાળે નિશ્ચય કરી પરિચિત આચાર્ય ભગવંત વગેરેને પ્રાર્થના કરી. પણ વૃદ્ધાવસ્થાને કારણે તેઓએ ના પાડી. છતાં અંતરની ભાવના કેવી દટ કે અપરિચિત પ.પૂ.આ.ભ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. પાસે ગયા. રહ્યા. નિશ્ચય કર્યો. પૂ.આ. શ્રીને વિનંતી કરી. પૂ. શ્રી એ ઉદારતાથી હા પાડી. પણ પાપોદયે શારીરિક તકલીફો વધતાં ડૉકટરોએ તથા કુટુંબીજનોએ ના પાડી. છતાં પોતે હિંમત કરી ૬૮ વર્ષની જૈફ વયે સાધુ બન્યા! ૪ વર્ષથી સુંદર સાધના કરી રહ્યાં છે. હે ભવ્યો ! આજના કલિકાળમાં પણ આવા કરોડોપતિ અને વૃદ્ધ આત્માઓ હિંમતથી સ્વહિત સાદો છે તે સાક્ષાત જોવા મળે છે. તમે પણ યથાશકિત ધર્મ કરી આત્મહિત સાધો. આ દીપકભાઇ ૪૨ વર્ષે તો ઉપાશ્રયના પગથીયા ચડયા છે. છતાં જો આટલી પ્રગતિ કરી શકયા હોય તો તમે બધા બાળપણથી ધર્મ કરનારા ડરીને કેમ શકિત જેટલો પણ ધર્મ કરતા નથી? હિંમત કરો. સફળતા જરૂર મળશે જ. શુભ ભવતુ. જૈન આદર્શ પ્રસંગો – ૧ . . . (૧૩ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52