Book Title: Jain 1973 Book 70 Paryushan Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 28
________________ ભગવાન મહાવીરની તીર્થ સ્થાપના-ભુમિ, અંતિમદેશના-ભુમિ, નિર્વાણ-ભુમિ | – શ્રી પાવાપુરી તીર્થના ઉદ્ધાર માટે સ્ત્રીસંઘને વિજ્ઞપ્ત – | (૧) ગામના મંદિરનો જીર્ણોદ્ધાર આ પ્રાચીન મંદિરના છેલ્લા છદ્ધારને સવા ત્રણસો વર્ષથી વધુ સમય થયો. એટલે એનો જીર્ણોદ્ધાર કરવાની જરૂર છે. વળી, આ તીર્થનાં યાત્રિકોની સંખ્યામાં દિવસે દિવસે વધારો થતો હોવાથી જીર્ણોદ્ધારની સાથે સાથે મંદિરને વિસ્તાર કરવાની પણ જરૂર છે. તેથી મંદિરનો જીર્ણોદ્ધારનો પ્લાન આ દષ્ટિએ તૈયાર કરાવવામાં આવ્યો છે. પા આ પ્લાન મુજબ મૂળ ગભારાને કાયમ રાખી એનાં બારણું મોટાં કરવાનું અને સભામંડપ અત્યારે પાંચસો ચોરસ ફુટ છે, એના બદલે ત્રણ હજાર ચોરસ ફૂટ જેટલે વિશાળ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે. અને પ્લાન મુજબ જીર્ણોદ્ધારનું કામ ઝડપથી આગળ વધી રહ્યું છે. * આ મંદિર માટે જુદાં જુદાં સ્થાનના પથ્થરનું ઘડતર કામ શ્રીમાન શેઠ શ્રી કસ્તુરભાઈ લાલભાઈની દેખરેખ નીચે થઈ રહ્યું છે અને એ રીતે આ કાર્યમાં અમને તેઓનો સક્રિય સાથ મળ્યો છે. ક ખાસ નોંધપાત્ર વાત એ છે કે જીર્ણોદ્ધાર માટે ખોદકામ કરતાં આ મંદિરની નીચેથી પુરાતન મંદિરના અવશેષો મળી આવેલ છે. એટલે આ સ્થાન ધર્મ, કળા અને ઈતિહાસ—એ ત્રણે દષ્ટિએ મહત્ત્વનું છે. આ અવશેષને સાચવવાનું પણ વિચારવામાં આવ્યું છે. જે આ જીર્ણોદ્ધારમાં બારેક લાખ રૂપિયાનું ખર્ચ અંદાજવામાં આવ્યું છે. ઉપરાંત મંદિરને ભગવાન મહાવીરના જીવન પ્રસંગોનાં સુરેખ ચિત્રોથી સુશોભિત કરવાનું પણ નક્કી કરવામાં આવ્યું છે. એમાં એક લાખ રૂપિયા જેટલું ખર્ચ થવાનો અંદાજ છે. (૨) જળમંદિરનું કામ * જળમંદિર એ તે. ભગવાન મહાવીરના અંતિમ સંસ્કારની પવિત્ર ભૂમિ છે. એના વિશાળ તળાવની ચારે તરફ પથ્થરને કઠેર ગોઠવવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ કઠેરાની ચારે બાજુની લંબાઈ એક માઈલ જેટલી થાય છે. * વળી, તળાવના ચારે તરફના કિનારાને અડીને ત્રીસ ફુટ પહોળું ઉદ્યાન કરવામાં આવશે. * આ ઉદ્યાનમાં વચે છ ફુટ પહોળા પ્રદક્ષિણાનો પાકે રસ્તે કરવામાં આવશે, વચ્ચે વચ્ચે ભગવાનના ઉપસનાં દશ્યો મૂકવામાં આવશે અને ભગવાનનો ઉપદેશ લોકભાષામાં મૂકવામાં આવશે. આના ખર્ચને અંદાજ દસ લાખ રૂપિયાનો છે. (૩) ધર્મશાળાને ઉદ્ધાર તથા વિસ્તાર - પાવાપુરીમાંની ધર્મશાળા જીર્ણ પ થઈ ગઈ છે, અને હવે તો બહુ સાંકડી પણ પડે છે. એટલે એને ઉદ્ધાર તથા વિસ્તાર કરવાની ખાસ જરૂર છે. આ માટે પાંચ લાખ રૂપિયાની જરૂર પડશે એવી ધારણા છે. (૪) કુંડલપુર તથા ગુણયાજીનાં જિનમંદિરનો જીર્ણોદ્ધાર * કુંડલપુર એટલે (નું ગોબર ગામ-–શ્રી ગૌતમસ્વામી આદિ ભગવાનના ત્રણ ગણધરોની જન્મભૂમિ. * ગુણીયાજી તે ભગવાન મહાવીરના અગિયાર ગણધરની નિર્વાણભૂમિ. * આ બને તીર્થોનાં જિનમંદિરના જીર્ણોદ્ધારની જરૂર છે. અને એમાં બે લાખ રૂપિયાનું ખર્ચ થવાની ગણતરી છે. - જળમંદિર સહિત બધાં જિનમંદિરના જીર્ણોદ્ધારમાં દેત્રદ્રવ્યનો જ ઉપયોગ કરવામાં આવશે અને છે કે તે જન તો બર મૂતિપુજક સંધમાંથી જ એક ત્રકરવામાં આવશે. આ માટે સરકારની કે બીજા કોઈની ૩ પણ સહાય દેવામાં નહીં આવે. ધર્મશાળામાં સાધારણ ખાતાનાં નાણાંને ઉપયોગ કરવામાં આવશે. આ ધર્મકાર્યમાં ઉદારતાથી ફાળો આપવાની અમે શ્રઘો, સંસ્થાઓ અને સહધર્મી ભાઈઓ-બહેન નોને વિનતિ કરીએ છીએ. ચેક અથવા ડ્રાફટ-Shree Jain Swetamber Bhandar Tirth Pavapuri એ નામને લખ; અને પત્ર વ્યવહાર પણ આ જ નામથી P. 2. Pavapuri (Dist. Nalanda, Bihar.) એ સરનામે કારો. નિવેદક– તીર્થ પાપુરી વ્યવસ્થાપક સમિતિ -

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138