________________
સ માં પ ના –કુમારપાળ દેસાઈ.
-a — —UG – U– શરીર પર કોઈ વસ્ત્ર નથી. પૃથ્વી પર કયાંય વિસામો નથી. હાથમાં પાત્ર નથી. જબાન પર કોઈની ય સામે કશી ફરિયાદ નથી. જેવો વાર કમળ કુલ પર છે, તેટલે જ જોતા કંટક પર છે.
આવા મહાવીરની પ્રેમવીણા નગર–નગરે ગૂંજી રહી છે. જાણે સુકાયેલી ધરતીને મહેરાવવા વર્ષ આવી ન હોય ! જાણે શિયાળાની કારમી ઠંડીથી ઠુઠવાઈ ગયેલી કુદરતને કિલ્લોલ કરાવવા વસંત આવી ન હોય !
સ્વર્ગના ઈંદ્ર મહામાનવ મહાવીરની મોટાઈ ગાય, પણ સંગમ નામના દેવને દેવેની અસ્મિતાને ભારે ગર્વ! નમાં માને કે માનવ બેટા, દેવ જ મેટા ! મહાવીરની મોટાઈને રાઈ બનાવી દેવાના હુંકાર સાથે રંગમદેવ પૃથ્વી પર આવ્યો.
એણે ભયાનક વળિયાનું રૂપ લીધું. ભગવાનનાં નેત્રો ધૂળથી ભરાઈ ગયાં, પણ પિપચાં તો એવા ને એવાં જ અડગ રહ્યાં. સોય જેવા તીવ્ર દેશવાળી કીડીઓ મહાવીરના દેહ પર રાફડા જમાવી બેઠી. આખો હ સૂજી ગયો. ડાંસોએ વસ્ત્ર રહિત મહાવીરના દેહમાંથી પોતાની ઝેરી સૂઢા વડે અંદરનું લોહી કાઢીને મહેફિલ જમાવી ! ધીમેલો, વીંછી અને નેળિયા આવ્યા, પણ મહાવીરના મુખમાંથી એક આર્તનાદ પણ કેવો?
બહારની સઘળી યાતના નિષ્ફળ ગઈ. આપ્તજનની અંતરને ખળભળાવનારી વ્યથા આવી રોતા કકળતા સ્વજનો આવ્યા. પ્રાણપોક મૂકીને પત્ની યશોદા રડવા લાગી. ભલભલાનું હૈયું ચીસઈ જાય! એવામાં પુત્રી પ્રિયદર્શન અત્યંત વિલાપ કરતી આવી. પણ મહાવીરને આ કશું ય સ્પર્શતું નથી. એકાએક વસંત મહોરી ઊઠી ને નાચતી-કૂદતી પાંચ સુંદરીઓ મહાવીરને વીંટળાઈ વળી, પણ મહાવીર તે
શ્રી અમદાવાદ દેરાસર જીર્ણોદ્ધાર કમિટી : અમદાવાદ
ભારતમાં કોઈપણ સ્થળના જીર્ણ જૈન મંદિરના ઉદ્ધાર અર્થે કમિટી તરફથી તેની સગવડ પ્રમાણે યોગ્ય રકમ મંજુર કરી કમિટીની દેખરેખ નીચે જીર્ણોદ્ધાર કરાવી આપવામાં આવે છે. બત્રીસ વર્ષમાં ૩૬૧ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવેલ છે. તેમાં રૂપીઆ ૨૪૮૪૦૮૮ ખર્ચવામાં આવ્યા છે.
કેઈપણ ગામના સંઘને દેરાસરના જીર્ણોદ્ધાર અંગે સલાહ સૂચનની જરૂર હોય તે તે આપે છે અને જીણું દેરાસરના એસ્ટમેંટ તથા નકશાઓ વગેરે ફક્ત તેટલા પુરતું ખર્ચ લઈને કરાવી આપવામાં આવે છે.
જીર્ણોદ્ધારના કાર્ય માટે સંસ્થાઓ કે ગૃહસ્થ તરફથી મદદ સ્વીકારવામાં આવે છે. તેમજ તેમની ઈચ્છા હોય તે તેમના નામે જીર્ણોદ્ધાર કરાવી આપવામાં આવે છે જીર્ણોદ્ધારની જરૂરીયાતવાળા ગામના સંઘે નીચેના સ્થળે અરજી કરવી. શ્રી અમદાવાદ દેરાસર જીર્ણોદ્ધાર કમિટી, ઝવેરીવાડ, પટણીની ખડકી, અમદાવાદના.
પષણાંક
[ v૭૫