________________
પર્યુષણ મહાપર્વમાં શ્રાવિકાશ્રમની સંસ્થાને
અવશ્ય યાદ કરે ! તીર્થાધિરાજ શ્રી શત્રુંજય ગિરિરાજની શીતળ છાયામાં “શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ” પાલિતાણું ૪૯ વર્ષથી ઓંનેના ઉત્કર્ષ માટે ચાલતી આદર્શ સંસ્થા છે. ભારતભરમાં જેને બહેનો માટેની આ એક અજોડ સંસ્થા છે, તેમાં સધવા, વિધવા, ત્યક્તા અને કુમારિકા જૈન ડેનને નશાસનની પ્રણાલિકા મુજબના આચારોના પાલન સાથે દાખલ કરવામાં આવે છે.
આજ સુધીમાં હજારે બહેનોએ આ સંસ્થાને લાભ લીધો છે. કેટલીએક ભાગ્યશાળ બહેનોએ પરમ પાવની ભાગવતી પ્રવજ્યા અંગીકાર કરી જીવન ધન્ય કરવા સાથે સંસ્થાનું નામ ઉજજવળ કર્યું છે. અનેક બહેને ધાર્મિક સુંદર શિક્ષણ પ્રાપ્ત કરી ધાર્મિક શિક્ષિકા બહેન તરીકે ગુજરાત, મારવાડ, કરછ અને મહારાષ્ટ્રની પાઠશાળાઓમાં ધર્મ શિક્ષણ આપવા સાથે સંસ્કારનું સિંચન કરી રહેલ છે. અનેક બહેને આદર્શ ગૃહિણી બની ગૃહસ્થધર્મનું સુંદર જીવન જીવી રહેલ છે.
શ્રાવિકારૂપે જીવન જીવનાર બહેનોને સમાચિત વ્યાવહારિક જ્ઞાનની પણ જરૂર છે, જેથી બાળાઓને સાતમા ધોરણથી એસ. એસ. સી. (મેટ્રિક) સુધી શાળામાં વ્યાવહારિક અભ્યાસ કરાવવામાં આવે છે. સાથે તેમને સંસ્થામાં ધાર્મિક જ્ઞાન ફરજિયાત અપાયું છે. આ ઉપરાંત હે પાને હુન્નર ઉદ્યોગમાં સીવણકામ, ભરત-ગુથણકામ તથા જિનપૂજા, સંગીત આદિ શીખવવામાં આવે છે.
પ્રભુ પ્રાર્થના, વ્રત-પચ્ચક્ખાણ સામાયિક, પર્વ તિથિએ પ્રતિક્રમણ આદિ ધર્માનુ ને દ્વારા બહેનનું ધર્મસંસ્કારમય સુંદર જીવન ઘડતર થાય છે. પર્યુષણ મહાપર્વમાં માસક્ષમણ, અટ્ટાદ સેળભત્તા વગેરે મોટી તપશ્ચર્યા બહેને ઉમંગથી કરે છે.
સંસ્થાના પ્રાણસમાં શેઠશ્રી જીવતલાલ પ્રતાપશીભાઈ વયેવૃદ્ધ અવસ્થામાં પણ છે. સંસ્થા માટે ઘણું કરી રહ્યા છે. સંસ્થાના વિકાસમાં સુંદર ફાળો આપી રહ્યા છે, તેમના અથાગ પ્રયત્નથી સંસ્થાનું વિશાળ ભવ્ય સગવત મકાન રૂપિયા ૧૧ લાખના ખર્ચે તૈયાર થયું છે, જેમાં આજે ૨૫. નાની–મોટી બહેન શિક્ષણ અને સંસ્કાર લઈ રહી છે.
સંસ્થાને ઈન્કમટેક્ષ એકઝમ્પસન સર્ટિફીકેટ મળેલ છે, જેથી દાનમાં અપાતી રકમ ૯ પર ઈન્કમટેકસ લાગતો નથી.
પૂ. આચાર્ય ભગવંતાદિ મુનિવર્યો, ૫. સાધ્વીજી મહારાજાઓ તથા ગામેગામના શ્રી સંઘોને આ પર્યુષણ પર્વના માંગલિક દિવસોમાં આ સંસ્થાને યાદ કરી કુલ નહિ ને ફુલની પાંખડી મોકલીમોકલાવી સહાયરૂપ તથા પ્રેરણા રૂપ થવા નમ્ર વિનતિ કરીએ છીએ.
- લિ. ધરમશી જાદવજી વેરા માનમંત્રી
શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ- પાલિતાણા –ઃ મદદ મોકલવાનાં સ્થળો :૧ શ્રી સિદ્ધક્ષેત્ર શ્રાવિકાશ્રમ પાલિતાણું (સૌ.) ૩ શેઠ જીવતલાલ પ્રતાપશીભાઈ ૨ શેઠ જીવતલાલ પ્રતાપશીભાઈ
કલ્પના ત્રણ બંગલા, નવરંગપુરા, અમદાવાદ-૯ ૯૭, સ્ટોક એક્ષચેન્જ બીલ્ડીંગ, કટ, મુંબઈ-૧
૫૧૦ ]
: જેનઃ
પર્યુષણક