Book Title: Jain 1973 Book 70 Paryushan Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 97
________________ ઈટમાં ઈ મા ર ત ! : લેખક. સુનિશ્રી પૂર્ણચન્દ્રવિજયજી આકાશમાં ઘનઘોર વાદળ-દળ ગોરંભતાં હતાં. મુશળધાર વરસતાં વાદળોએ, ચેતેર જળબંબાકાર સરજ્યો હતો. નદી બે કાંઠે વહી રહી હતી. રૂપેણનાં પાણી, કેનેડામાં ઘૂસ્યાં હતાં ને રાજમાર્ગો પાણીમાં અદશ્ય બની ગયા હતા ! એક બે કે ત્રણ દિવસ ! વરસાદ હજી સાવ અટકયો નહોતો. આકાશ હજી સાવ નિરભ્ર ન હતું. આવી આ વર્ષા-ઋતુમાં એક નારી, વારંવાર બારીએ ડોકાતી હતી ને ચોમેર વરતાઈ રહેલાં જળબંબાકારને જોઈને એ મનોમન બોલતી હતી : મેઘરાજા! હવે તે ખમૈયા કરે. મારી પ્રતિજ્ઞાની નયા તમારા હાથમાં છે. આજે ત્રણ દિવસ વીત્યા, ન મેં ખાધું છે, ન મેં પીધું છે!” - ને આસપાસ–પાસ ઘૂઘવતાં પાણીને જોઈને એ નારી પાછી પિતાની સાધનામાં ખોવાઈ જતી. પ્રતિજ્ઞા પથ્થરની રેખ જેવી હતી, ત્રણ-ત્રણ દિવસ વીત્યા છતાં નારી દિલ ડયું ન હતું. આખો દિવસ એ ધર્મ–સાધના કરતી ને મનોમન એ મેઘરાજાની મહેરબાની માનતીઃ ઘ! મહેરબાની તારી! તે આવી રીત અને સાધનાની તક આપી. સાત-આઠ વરેસના જસવંતન, તો આખો દિવસ જ આ મેધલીલા જોતાં વ તી જ. એ આકાશને પ્રાર્થો ; રોજ-રોજ વાળને મોકલજો. આ પાણીમાં મારી નાવડી કેવી ત: છે ? પણ, જસવંતને ખબર ન હતી કે આ વરસાદ તે પોતાની “મા” માટે ઉપસર્ગ હતો. એટલાં બે-ત્રણ દિવસથી એ જેતો કે, મા જમવા નથી આવતી ! પણ, માની ધર્મભાવના, એને બીજો કોઈ વિચાર કરવા ન દેતી. એ સમાઘાન કરી લેતો : માને કેાઈ વ્રત–પચ્ચખાણ હશે? ચોથા દિવસની બપોરે પણ જ્યારે, મા વિનાનું રસોડું જોયું ત્યારે, જસવંતનું હૈયું હાથ ન રહ્યું. પીરસેલાં ભાણુને પડતું મૂકીને, એ મા પાસે દેડી ગયો. એણે ગળગળા સાદે : મા! મા ! તું જમતી કેમ નથી? આજે ચોથા દિવસ થયો. તારા વિના મને ખાવું ભાવતુ નથી. મા વિના સૂનો સંસાર, જેમ ગોળ વિના ફિ કો કંસાર !” સૌભાગદે આ બાળરમત પર હસી ગઈ. એને થયું કે બાળક વળી બાધામાં શું સમજે ! છતાં પુત્રપ્રેમ એની પાસે દિલ ખોલાવી ગયો : બેટા ! પહેલી પ્રતિજ્ઞા ! પછી પેટ ! તને તો કયાંથી ખબર હોય કે, રોજ ગુરુ મુખે ભક્તામરસ્તાત્ર સાંભળીને પછી જ હું દાતણપાણ કરું છું. ભક્તામર સ્તોત્ર સાંભળીને પછે જ ભજન કરવાને માટે નિયમ છે. બેટા ! તું ભણ્યો હોત તે તારી આ માને આજે ઉપવાસ ન રવા પડત!” મા-સૌભાગદેવીની આ ભીષ્મ-પ્રતિકાનો ખ્યાલ આવતા જ જસવંતના જિગરમ એક વિચાર ઝબૂકી ગયે. આમ, તો એ રોજ માની આંગળી ઝાલીને દેરાસરે ને ઉપાશ્રયે જતો ને મા ભક્તામર સાંભળી રહે ત્યાં સુધી એ શાંતિથી બેસી રહેત. પણ, માને આવી પ્રતિજ્ઞા હશે, એને ખ્યાલ એને આ પળે જ આવ્યો. જસવંત જરા ગંભીર બની ગયો. આંખ મીંચીને જાણે એણે કંઈક યાદ કરી લીધું. પછી, માના ખેાળામાં બેસતાં એ બોલ્યો : પપ૨] : જૈન : પિયુંષણક

Loading...

Page Navigation
1 ... 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138