________________
“મા ! મા ! તે આ વાત આટલા દિવસ સુધી મારાથી છાનીછુપી રાખી, એમ ને ? જા, આજે તે તારા વિના હું નહિ જ જમું ! ભક્તામર તે લાવ, હું સંભળાવી દઉં !”
માને થયું ? આ બાળક વળી ભક્તામરમાં શું સમજે? એણે વાત્સલ્યથી બેટાને બરડે પંપાળ્યો. પછી એણે કહ્યું :
“બેટ ! આવી હઠ ન કરીએ ! જા, જમી લે. રસોઈ ઠંડી થાય છે. આકાશમાં જરા ઉઘાડ થાય એટલી જ વાર છે. પછી હું જમવાની જ છું ને ?” પણ, જસવંતે વાત ન મૂકી એણે હઠ લીધી ઃ
મા પણ, હું ભક્તામર સંભળાવી દઉં પછી, તને જમવામાં વાંધો શું છે ? મારું ભક્તામર તને ગમતું હું ય તો કંઈ નહિ ! જા, આજે હું નહિ જમ!
સૌભા દેને નમતું જોખવું પડયું. મને મન તો એ બબડી : આ વળી મારી પ્રતિજ્ઞા પૂરી કરશે? ભગવાનનું નામ લે પણ, બાળહઠ નામ કેવું ? એ બોલી :
“બેટા ! ચાલ, સંભળાવ, ભક્તામર! એક શબ્દ પણ ઓછેવત્તો હશે તે હું નહિ જમું હોં !” “હાં, ડાં, કબૂલ, કબૂલ ! એક મીંડુ રહી જાય તે પણ તારે નહિ જમવાનું, બસ!” જસવ નાચી ઉઠે. હસતો-રમતો એ માની સામે બેસી ગયો. માને વિશ્વાસ ન હતો : આ દૂધિયો દીકરો વળી મારી પ્રતિજ્ઞા શુ પૂરી કરવાને ? જસવંતને આત્મવિશ્વાસ હતો : મારાં ભક્તામરમાં મીંડાની પણ ભૂલ કેવી ?
ભક્તામરનો પાઠ શરૂ થયો; એક ગાથા, બે ગાથા ને ત્રણ ગાથા ! માના અચરજનો પાર ન રહ્યો : આ 1 કરો વળી ક્યાંથી પંડિત બની આવ્યો.
શ્રી સમેતશિખરજી-પાવાપુરા જૈન યાત્રા પ્રવાસ
55
દીવાળી-પાવાપુરી ૪૫ દિવસને ભરચક કાર્યક્રમ (કાર્તિક પુનમ–કલકત્તા 3 કલ્યાણક ભૂમિઓ અને ઐતિહાસિક સ્થળોની યાત્રાને અમૂલ્ય અવસર. * અમદાવાદથી સંપૂર્ણ સગવડતાવાળા રીઝર્વ ડબામાં ઉપડશે. પ્ત મર્યાદિત ટીકીટ લેવાની છે. વિગત માટે મળો અગર લખો:શાહ જૈન ટ્રાવેલ
વધુ જાણ માટે૧૨૬ ૪, રાયપુર, શામળાની પોળ
શાહ જૈન ટ્રાવેલર્સ અમદાવાદ
દેશીવાડાની પોળની પાસે સંચાલક કાંતીલાલ કે. શાહ
જૈન આરામ મંદિર, (સ્પેશ્યલવાળા)
અમદાવાદ
આપના યાત્રા પ્રવાસ માટે જરૂરી રેલ્વેના ડબ્બા તેમજ રાજસ્થાની લકઝરી બસ વગેરેની તમામ વ્યવસ્થ ગ્ય મહેનતાણું લઈ અમે કરી આપશું. પ્રવાસ પાગ્રામ યાત્રામાં સરળ અને સુખદાયી કરી આપવા માર્ગદર્શન પણ આપીશું.
પર્યુષણક]
: જૈન :
[૫૫૩