________________
ઈટમાં ઈ મા ર ત !
: લેખક.
સુનિશ્રી પૂર્ણચન્દ્રવિજયજી આકાશમાં ઘનઘોર વાદળ-દળ ગોરંભતાં હતાં. મુશળધાર વરસતાં વાદળોએ, ચેતેર જળબંબાકાર સરજ્યો હતો. નદી બે કાંઠે વહી રહી હતી. રૂપેણનાં પાણી, કેનેડામાં ઘૂસ્યાં હતાં ને રાજમાર્ગો પાણીમાં અદશ્ય બની ગયા હતા !
એક બે કે ત્રણ દિવસ ! વરસાદ હજી સાવ અટકયો નહોતો. આકાશ હજી સાવ નિરભ્ર ન હતું.
આવી આ વર્ષા-ઋતુમાં એક નારી, વારંવાર બારીએ ડોકાતી હતી ને ચોમેર વરતાઈ રહેલાં જળબંબાકારને જોઈને એ મનોમન બોલતી હતી :
મેઘરાજા! હવે તે ખમૈયા કરે. મારી પ્રતિજ્ઞાની નયા તમારા હાથમાં છે. આજે ત્રણ દિવસ વીત્યા, ન મેં ખાધું છે, ન મેં પીધું છે!” - ને આસપાસ–પાસ ઘૂઘવતાં પાણીને જોઈને એ નારી પાછી પિતાની સાધનામાં ખોવાઈ જતી.
પ્રતિજ્ઞા પથ્થરની રેખ જેવી હતી, ત્રણ-ત્રણ દિવસ વીત્યા છતાં નારી દિલ ડયું ન હતું. આખો દિવસ એ ધર્મ–સાધના કરતી ને મનોમન એ મેઘરાજાની મહેરબાની માનતીઃ ઘ! મહેરબાની તારી! તે આવી રીત અને સાધનાની તક આપી.
સાત-આઠ વરેસના જસવંતન, તો આખો દિવસ જ આ મેધલીલા જોતાં વ તી જ. એ આકાશને પ્રાર્થો ; રોજ-રોજ વાળને મોકલજો. આ પાણીમાં મારી નાવડી કેવી ત: છે ?
પણ, જસવંતને ખબર ન હતી કે આ વરસાદ તે પોતાની “મા” માટે ઉપસર્ગ હતો. એટલાં બે-ત્રણ દિવસથી એ જેતો કે, મા જમવા નથી આવતી ! પણ, માની ધર્મભાવના, એને બીજો કોઈ વિચાર કરવા ન દેતી. એ સમાઘાન કરી લેતો : માને કેાઈ વ્રત–પચ્ચખાણ હશે?
ચોથા દિવસની બપોરે પણ જ્યારે, મા વિનાનું રસોડું જોયું ત્યારે, જસવંતનું હૈયું હાથ ન રહ્યું. પીરસેલાં ભાણુને પડતું મૂકીને, એ મા પાસે દેડી ગયો. એણે ગળગળા સાદે :
મા! મા ! તું જમતી કેમ નથી? આજે ચોથા દિવસ થયો. તારા વિના મને ખાવું ભાવતુ નથી. મા વિના સૂનો સંસાર, જેમ ગોળ વિના ફિ કો કંસાર !”
સૌભાગદે આ બાળરમત પર હસી ગઈ. એને થયું કે બાળક વળી બાધામાં શું સમજે ! છતાં પુત્રપ્રેમ એની પાસે દિલ ખોલાવી ગયો :
બેટા ! પહેલી પ્રતિજ્ઞા ! પછી પેટ ! તને તો કયાંથી ખબર હોય કે, રોજ ગુરુ મુખે ભક્તામરસ્તાત્ર સાંભળીને પછી જ હું દાતણપાણ કરું છું. ભક્તામર સ્તોત્ર સાંભળીને પછે જ ભજન કરવાને માટે નિયમ છે. બેટા ! તું ભણ્યો હોત તે તારી આ માને આજે ઉપવાસ ન રવા પડત!”
મા-સૌભાગદેવીની આ ભીષ્મ-પ્રતિકાનો ખ્યાલ આવતા જ જસવંતના જિગરમ એક વિચાર ઝબૂકી ગયે. આમ, તો એ રોજ માની આંગળી ઝાલીને દેરાસરે ને ઉપાશ્રયે જતો ને મા ભક્તામર સાંભળી રહે ત્યાં સુધી એ શાંતિથી બેસી રહેત. પણ, માને આવી પ્રતિજ્ઞા હશે, એને ખ્યાલ એને આ પળે જ આવ્યો.
જસવંત જરા ગંભીર બની ગયો. આંખ મીંચીને જાણે એણે કંઈક યાદ કરી લીધું. પછી, માના ખેાળામાં બેસતાં એ બોલ્યો :
પપ૨]
: જૈન :
પિયુંષણક