Book Title: Jain 1973 Book 70 Paryushan Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 90
________________ સ્થિરતા પ્રાપ્તિ માટેનું પર્વ છે F = = લેખકઃ ડે. શ્રી વલભદાસ નેણસીભાઈ મોરબી મનની આત્માને વિષે વિલયતા થવાથી જે સ્થિરતા પ્રાપ્ત થાય છે તેને જ સ્થિરતાનું પયુંષણનું પર્વ કહેવામા આવે છે. પર્યુષણના આઠ દિવસ આપણે આત્મધ્યાન દ્વારા મન:શાંતિ અને આત્મસ્થિરતા મેળ વવી જોઈએ.. શ્રાવણ- ભાદ્રપદની સંધિના સમયમાં–પયુષણમાં વાતાવરણ સ્વચ્છ, હવા નિરોગી હોય છે. વરસાદ પાણી હોઈ લોકોના મન પણ શાંત હોય છે. આથી બાહ્ય-આત્યંતર મનની સ્થિરતા સ્વાભાવિક હોય છે. અને તેમાં સત્સગાદિ નિમિત્ત દ્વારા આત્મધ્યાન કરવામાં આવે છે. તો પછી મનઃ શાંતિની અપ રતા માલૂમ પડે છે. અને આત્મસ્થિરતા સંપ્રાપ્ત થાય એમાં નવાઈ પણ નથી. આ પથી મનુષ્યમાં અદીનતાનો ગુણ પ્રાપ્ત થાય છે. જીવયોનિ ખમાવ્યાથી મનમાં અદીનતા સાથે અંતઃકરણમાં નિર્મળતા આવે છે. જિનાલય દ્વારા સૌંદર્યનું ભાન થતાં પ્રાણજપ, મનેજપ, કરી શકાય છે. અભેદ ભાવનાં ભાવતાં અખિલ વિશ્વમાં જ્ઞાનમય આત્મસ્વરૂપનો સાક્ષાત્કાર થાય છે. તે ઉપરાંત શ્રી ક પસૂત્રાદિક શ્રવણધારા શ્રી મહાવીર સ્વામી આદિ મહાપુરુષોના જીવન ચરિત્રોનું શ્રવણ થતાં કઈ રીતે વર્તન કરવાથી મોક્ષની પ્રાપ્તિ થાય તે સમજી શકાય છે. મહાવીર પ્રભુની વારસદાર તરીકે આપણી પ્રવૃતિને કાંઈક આછો ખ્યાલ આપણે કરી જોઈએ. વારસામાં મળેલી સંપત્તિ વધારનારા એ સ નિને જેમની તેમ સાચવી રાખનારા અને ત્રીજા વારસામાં મળેલ સંપત્તિને ઘટાડનારા યા ઉડાવી દે .રા. વારસદારો એટલે સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકા ઉપરના ત્રણ પ્રકારના વારસદારોમાં કઈ કોટિએ આપણે આવીએ છીએ તે પર્વ દરમ્યાન આપણે વિચારવું જોઈએ. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિચહ તથા અન્યાયને તેડવાની પ્રબળ શક્તિરૂપી સંપત્તિ આપ ને વારસામાં આપી છે. આપણે તેને વધારી છે? જેમની તેમ સાચવી છે? અગર ઘટાડી છે? મને લાગે છે કે, આપણે શ્રાવક-શ્રાવિકાઓએ તે એ સંપત્તિ વધારી નથી, સાચવી પણ નથી કિંતુ ઘટાટી • ખિી તેને ઉડાડી દીધી છે, એમ કહીએ તો તેમાં ખોટું નથી પરમ ઉપકારી, દીર્ઘ દષ્ટિ મહાન પુરુષોએ યુગયુગના સમાજને દીવાદાંડીરૂપ બને તેવા ઉદ્દેશથી વર્ષ દરમ્યાન એક અઠવાડિયું એવી રીતે કે હું છે કે તેના કાર્ય ઉપર વિચાર કરવા પૂરો અવકાશ મેળવી શકીએ. ભગવાને પોતાની કઠોર સાધના દ્વારા જે સત્યો અનુભવ્યા હતા. અને તેમણે પોતે જે સત્યોને સંસારના જીવે નું સાચું કલ્યાણ સાધવા અમલમાં મૂક્યા હતાં, તે સત્યો સંક્ષેપમાં ત્રણ છે. (૧) બીજાના દુઃખને પિતાનું દુઃખ લેખી જીવન વ્યવહાર ઘડ. જેથી જીવનમાં સુખ, શીલતા અને નિષમતાના હિ સકે તો પ્રવેશ ન પામે. (૨) પોતાની સુખ-સગવડને સમાજના હિતના અથે પૂર્ણ ભોગ આપવો જેથી પરિગ્રહ બંધન મટી લોકપકારમાં પરિણમે. (૩) સતત જાગૃતિ અને જીવનનું અંતઃનિરિક્ષણ કરતાં રહેવું. જેથી અજ્ઞાન કે નબળાઈને કારણે પ્રવેશ પામતા દોષોની ચોકી કરી શકાય અને ત્મિપુરુષાર્થમાં એટ ન આવે. સૂક્ષ્મ નિરિક્ષણ દ્વારા આપણે જોઈએ તે આપણને જણાયા વિના નહિ રહે કે આપણે મહાવીર ભગવાનના સિધાંતથી બહુ દૂર ચાલી ગયા છીએ. અને કેટલીક પ્રવૃત્તિઓમાં તે ધર્મનું વાસ્તવિક પાલન માની બાત્મવંચના કરી રહ્યા છીએ. પjપણાંક ] : જન : [૫૪૫

Loading...

Page Navigation
1 ... 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138