Book Title: Jain 1973 Book 70 Paryushan Visheshank
Author(s): Gulabchand Devchand Sheth
Publisher: Jain Office Bhavnagar

View full book text
Previous | Next

Page 52
________________ આભરણે જોઈ મને લઈ લેવાની કુબુદ્ધિ થઈ, આથી કુંવરને મેં ઉપાડી લીધો. પરંતુ આટલેથી કુબુદ્ધિ અટકી નહિં. આગળ વધીને કુંવ નું ખૂન થઈ ગયું છે.” આ સાંભળતાં આજુબાજુ બેઠેલા સામંત આદિની આંખમાંથી અગ્નિ કરવા લાગી. એકે કહ્યું કે, “ આવા કદનીને બરાબર શિક્ષા કરવી જોઈએ. તેનાં શરીરનાં રાઈ રાઈ જેવડા ટુકડા કરી પક્ષીઓને બલી આપી દેવો જોઈએ.” બીજે બે લ્યો કે “ આવાને તો લીલા કાંટામાં સુવાડી બાળી નાંખ જોઈએ.” કેઈએ કહ્યું કે “આને જીવતો જ જમીનમાં દાટી દે જોઈએ.' વળી કઈ બોલ્યું કે “હાથીના પગ નીચે ચુંદી નાંખવો જોઈએ.” આ પ્રમાણે સૌ પોતપોતના અભિપ્રાય પ્રગટ કરવા લાગ્યા. રાજાએ શાંત ચિત્તે સભાને ઉદ્દેશીને કહ્યું કે “આના ઉપર ટૅપ કરો જરા પણ રંગ્ય નથી, કેમ કે જ્યારે હું જંગલમાં ભૂલે પડડ્યો હતો, ત્યારે એણે જ મને પાણી અને ભેજન આપી શહેરમાં પહોંચાડે હતો. માટે તેને આ ગુને માફ કરૂં છું.' રાજાનો હુકમ થતાં તે માણસને છૂટો કરવામાં આવ્યો. જે પરીક્ષા કરી હતી તે થઈ ગઈ. રાજા ખાલી શબ્દના સાથિઆ પૂરતો ન હતો, પણ હદયથી ઉપકારી માનતો હતો તેની ખાતરી થઈ ગઈ. પછી પિતાના ઘેર જઈ કુંવરને લઈને સભામાં હાજર કર્યો. સૌ આ જોઈને તાજુબ થઈ ગયા. આમ કરવાનું કારણ પૂછયું. તે માણસે કહ્યું કે “સાંભળો, રાજા સભામાં વારંવાર મારી પ્રશંસા કરતા હતા તેની મને થયું કે, તેઓ મારો સાચો ઉપકાર માને છે કે ખોટો ? આ જાણવા માટે મેં આ પ્રમાણે કર્યું હતું.' આ પ્રસંગ ભયંકર દ્વેષ થાય તેવો હતો છતાં વિક્રમરાજાએ તેને ઉપકાર યાદ કર ઠેષ થવા દીધા નહિં. ઉપરથી તેને ગુને માફ કરી છેડી દીધો. આ પરથી સુજ્ઞજનોએ ઠેષ થાય તેવા કે સંગે કેવી રીતે ક્ષમા રાખવી તેને બોધપાઠ આપે છે. સૌ કોઈ દ્વેષને નિષ્ફળ બનાવી આત્મશ્રેય સાધે એ જ શુભેચ્છા. શ્રી જૈન સાહિત્ય વિકાસ મંડળના નીચે જણાવેલા અતિપયોગી પ્રકાશન તમારા ગ્રંથાલયમાં ન વસાવ્યા હોય તો આજે જ વસાવા જૈન સાહિત્ય વિકાસ મંડળના પ્રકાશનેથી જૈનસંઘ પરિચિત છે સુંદર અને આકર્ષક બાહ્ય દેખાવ ઉપરાંત સરળ અને સમજાય તેવું તલસ્પર્શી વેવરણ જૈન સાહિત્ય વિકાસ મંડળની વિશિષ્ટતા છે. સરળ અને સંધને ઉપયોગી થાય તેવા અને મૂલ્યમાં અન્ય પ્રકાશનોથી સસ્તા. આપની નકલ માટે આજે જ લખો. [૧] નમસ્કાર સ્વાધ્યાય (સચિત્ર ) સંસ્કૃત વિભાગ ગુ. અનુ. સાથે મૂલ્ય રૂ. ૧૫ ૦૦ પાના ૩૩૬ [૨] યેગશાસ્ત્રના અષ્ટમપ્રકાશનું સવિસ્તર વિવરણ. વિભાગ ૧લો. મૂલ્ય રૂ. ૧૫-૦૦, પાના ૩૪૩ [૩] સૂરિમંત્ર ક૯પ સમુચ્ચય ભાગ ૧ લો. મૂલ્ય રૂા. ૨૦-૦૦. પાના ૧૭૫ [ ૪] ઉવસગ્ગહર સ્તોત્ર સ્વાધ્યાય (સચિત્ર–સયંત્ર) મૂલ્ય રૂા. ૧૦-૦૦. પા. પ૭+૧૮૪ [૫] પંચ પરમેષ્ટિ મંત્રરાજ ધ્યાનમાલા તથા અધ્યાત્મ સરિમાલા (સચિત્ર). મૂલ્ય રૂ ૧૦-૦૦, પા. ૬૩+૨૮૧ [ ૬ ] સામ્યશતક તથા સમતાશતક (સાનુવાદ) મુલ્ય રૂા. ૨-૦૦, પાને ૨૦+૯૪ લખો - મંત્રી જૈન સાહિત્ય વિકાસ મંડળ ૧૧૨, સ્વામી વિવેકાનંદ રેડ, ઈરલા, વિલેપારલા (વેસ્ટ) મુંબઈ ૪૦૦૦૫૬ (A. S.) પ૦૪] . : જેન: [ પયુંષણ

Loading...

Page Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138