________________
જિન
સતના ()ના શ્રી કુંથુનાથ માટે શ્રીસ ઘને વિજ્ઞપ્તિ
મધ્ય પ્રદેશાના વિંધ્યક્ષેત્રમાં અઠ્ઠાવીસ લાખની વસ્તી અને શ્રી દિગબર જૈન સધ તથા અન્ય ધર્મોના સુંદર દિરા હોવા છતાં, એ સાતસા કીલેામીટર જેવા વિશાળ ક્ષેત્રમાં આપણા શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિ ૪ક સંધનુ એક પણ જિનમદિર ન હતું; અને અમારા શહેરમાં એકસા વષઁ જૂનુ, શેઠશ્રી સામચદબાઇ ધારસીભાઈનુ કેવળ એક ઘર દેરાસર જ છે. આટલા વિશાળ ક્ષેત્રમાં આપણા સધનું એક પણ ભવ્ય જિનમદિર ન હેાય, એ ખામી અમને લાંબા વખતથી ખટકથા કરતી હતી. દક્ષિણમાંથી શ્રી સમ્મેતશિખરજી મહાતીર્થની યાત્રાએ જતાં પૂજ્ય સાધુ ભગવંતા તથા પૂજ્ય સાધ્વીજી મહારાજો પણ ખવારનવાર આ માટે અમને પ્રેરણા આપતા રહેતા હતા. આ ઉપરથી અમારા શ્રી સંધે અમારા શહેરમાં ત્રણ ગભારાનું એક ભવ્ય જિનમદિર બાંધવાના નિણૅય કર્યો અને એ માટે વધુ રકમ ખર્ચીને મેાકાસની અને શુદ્ધ જમીન ખરીદીને આ ધકાની મગળ શરૂઆત કરવામાં આવી.
દોઢેક વર્ષ પહેલાં, પરમ પૂજ્ય સ્વસ્થ આચાર્ય મહારાજ શ્રી વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત। પરમ પૂજય આચાર્ય મહારાજ શ્રી વિજયજયતસૂરિજી તથા પરમપુજ્ય આચાય મહારાજ શ્રી જયવિક્રમસજીિ મહારાજ આદિ, હૈદ્રાબાદથી શ્રી સમેતશિખર મહાતીર્થના રી પાળતા સધસા કે, અમારા શહેરમાં પધાર્યા, તે વખતે તેએશ્રીની નિશ્રામાં તા. ૯-૨-૭૨ના રાજ અમારા નૂતન નિમદિને શિલારાપણ વિધિ ઉજવવામાં આવ્યેા હતા.
જમીન ખર્ચ સાથે આ જિનમદિર માટે પાંચેક લાખ રૂપિયા જેટલું ખચ થવાના અંદાજ છે. અને આટલું મેટું ખર્ચ કરવાની અમારા સઘની શક્તિ નહીં હૈ।વા છતાં આપણા આણંદ કલ્યા. શ્રી સંઘની ધ શ્રદ્ધાં તથા ઉદારતા ઉપર વિશ્વાસ રાખીને શાસનપ્રભાવનાનું આ પવિત્ર કાર્ય હાથ ધર્યુ છે.
અત્યાર સુ ધીમાં આ કાર્યમાં ત્રણેક લાખ રૂપિયા વપરાઇ ગયા છે, એમાં અમારા સંધે, અમારી શક્તિ મુજબ, નેત્ર ફૂલપાંદડી રૂપે એક લાખ રૂપિયાના અને બહારગામના સધાએ ઉદારતાથી આપેલ એ લાખ રૂપિયા સમાવેશ થાય છે અને અમારે બે લાખ રૂપિયા ભેગા કરવાના બાકી છે. તેથી જુદાં જુદાં સ્થાનાના શ્રી સંધાને તથા ધર્મ ભાવનાશીલ ભાઈએ બહેનાને અમારી વિનતી છે કે તેઓ આ ધર્મકાર્ય માટે અમને ઉદારતાથી દાન આપે.
આ ત્રણ ગભારાના જિનમંદિર માટે પ્રાચીન જિનપ્રતિમાએ જોઇએ છે. તેની વિગત આ પ્રમાણે છે .
[૧] મૂળનાયક શ્રી કુંથુનાથ ભગવાનની ... ૨૭ ઇંચની [૨] મૂળનાયકની એકબાજુ શ્રી મહાવીરસ્વામીની . ૨૧ ઈંચની [૩] મુળનાયની બીજી બાજુ શ્રી પાર્શ્વનાથ ભગવાનની ...૨૧ ઇંચની [૪] એક બાતુના ગભારામાં શ્રી શાં તેનાથ ભગવાનની ...૨૭ ઇંચની [૫] બીજી બાજુના ગભારામાં શ્રી આદિશ્વર ભગવાનની.. ૨૭ ઇંચની ફાળા માવાનું, પત્ર વ્યવહારનું તથા પ્રતિમા સબધી માહિતી મેાક્લવાનું સરનામુ :— શ્રી શ્વેતાંબર જૈન સથ ટ્રસ્ટ ( ટ્રસ્ટ રજિસ્ટ્રેશન નબર STA/I/8113/729 ) દે, ધારસીભ ઈ મા; ગુજરાતી માર્કેટ : પાસ્ટ મેાસ નં. ૨૮ મું. સતના ( M. P. ) લિ॰ સંધ સેવàા : ચુનીલાલ જીવરાજ પારેખ, પ્રમુખ. કાંતિલાલ ખેતશીભાઈ શેઠ, મત્રી,