________________
સર્વ શાસ્ત્રોનો સાર, તત્ત્વોનો સાર શોધીને કહી દીધો છે. બહુ દુર્લભ, આ કાળમાં કામ કાઢી નાખે તેવું કૃપાળુદેવે આપ્યું છે. વિશ્વાસ હોય તો કહું વીસ દુહા ભક્તિના છે તે મંત્ર સમાન છે. સો વખત, હજાર વખત બોલાય તોપણ ઓછું છે. લાભના ઢગલા છે. ક્ષમાપનાનો પાઠ’, ‘છ પદનો પત્ર, યમનિયમ” આત્મસિદ્ધિ' – આટલાં સાધન અપૂર્વ છે, ચમત્કારિક છે! રોજ ભણવાં જરૂરનાં છે. જીવતાં સુધી આટલી ભક્તિ રોજ કરવી જ. ‘દરજીનો છોકરો જીવે ત્યાં સુધી શીવે.’ એ તો ખોટી વાત છે, પણ તેમાં જીવતાં સુધી આટલું તો કરજો જ, તેથી સમાધિમરણ થશે, સમક્તિનો ચાંલ્લો થશે. વધારે શું કહ્યું? (પાના નં. ૩૮૮)
આતમજ્ઞાની હોય તે આત્મા જણાવે. પકડવા લાયક છે. એક વિશ્વાસ, પ્રતીતિ; અવશ્ય ત્યાં કલ્યાણ. ડાહ્યા ન થવું, વીસ ભક્તિના દુહા મહામંત્ર છે. યમનિયમ, સંયમ, ક્ષમાપનાનો પાઠ-ત્રણ વસ્તુ સ્મરણ કરવાનું ધ્યાન કરવા, લક્ષ-ખ્યાલમાં રાખવા યોગ્ય છે. આત્માં જોવો
૨૩