Book Title: He Prabhu
Author(s): Shrimad Rajchandra Swadhyaya Mandir
Publisher: Shrimad Rajchandra Swadhyaya Mandir

View full book text
Previous | Next

Page 61
________________ થવાનું બળવાન કારણ છે. શાસ્ત્રમાં ધર્મ ચાર પ્રકારે કહ્યો છે. ૧) અહિંસા ધર્મ (૨) સ્વરૂપ ચિંતવનરૂપ ધર્મ (૩) રત્નત્રય એટલે જ્ઞાનદર્શનચારિત્રરૂપ ધર્મ (૪) ક્ષમા આદિ દશ લક્ષણરૂપ ધર્મ. આ પ્રમાણે સમજીને ધર્મ આરાધે તેથી આત્માનું સ્વરૂપ સમજાય અને આત્માના ગુણો દયા, શાંતિ, સમતા, ક્ષમા આદિ છે, તે પ્રગટ થાય. એ રીતે આત્મધર્મની વૃદ્ધિ થતાં સંસારની વાસના દૂર થાય ત્યારે સંસારના પદાર્થોથી નિવર્તે. પરંતુ જ્ઞાની ન મળે ત્યાં સુધી ખરો ધર્મ શું તે સમજાતું નથી. લૌકિક રીતે અનેક માન્યતાઓ થઈ ગઈ હોય છે. જપ તપ વગેરે ઘણું કરે અને માને કે હું ધર્મ કરું છું, પરંતુ ત્યાં વાસના સંસારની હોય તેથી સંસારની જ વૃદ્ધિ કરે. લૌકિક વિચારો ત્યાગીને સપુરુષની વાત પર લક્ષ આપે તો આત્માનો લક્ષ થાય. જગતમાં ધર્મ ઘણા કરે છે, પરંતુ ત્યાં જ્ઞાન કેમ થતું નથી? પોતે પણ અત્યાર સુધી ધર્મ અનેક રીતે કર્યો હશે છતાં સંસારથી મુક્ત કેમ ન થયો? કઈ ભૂલ રહી ગઈ? એ વિચારે તો સપુરુષનું કહેવું ૫૩

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106