Book Title: He Prabhu
Author(s): Shrimad Rajchandra Swadhyaya Mandir
Publisher: Shrimad Rajchandra Swadhyaya Mandir

View full book text
Previous | Next

Page 79
________________ તો સુગુરુગમ એટલે સ–ગુરુ-ગમ અર્થાત્ આત્મારૂપ ગુરુ જ્યારે યથાર્થ વિચારે ને સમજે ત્યારે થાય છે. નિશ્ચયનયથી આત્મા જ આત્માનો ગુરુ છે. એને જ્યારે પોતાની દાઝ આવશે ત્યારે સદ્ગુરુનો બોધ ગ્રહણ કરી તેની આજ્ઞાને આધારે પોતાને જાણવાનો પુરુષાર્થ કરશે. સમજશે ત્યારે કામ થશે. બોધ મળ્યો તે સમજવો જોઈએ, આશય સમજી આરાધવો જોઈએ. એ રીતે ખરો ખપી બનીને જે સદ્ગુરુની આજ્ઞાને આરાધશે તે સહજમાં આત્મજ્ઞાન– સમક્તિ પામશે. પરંતુ તે કયારે બને? અનન્ય પ્રેમ આવે, સર્વને બાળીને ભસ્મ કરે એવો પ્રેમરૂપ અગ્નિ, તેમાં ઝંપલાવે ત્યારે. બીજી કઈ અપેક્ષા ન રાખતાં સઘળથી પ્રીતિને સંકેલીને તે એકમાં જ તન્મય બને. તે મૂર્તિનો એક સમયનો પણ વિરહ તેને મરણ તુલ્ય લાગે. તે કોઈ બીજા પ્રકારની પ્રીતિ નહીં પરંતુ સુપ્રેમ એટલે આત્માનું શુદ્ધ પરમાત્મસ્વરૂપ તે પ્રત્યે એકતાર ભક્તિ. તે જાગે ત્યારે આત્માનું દર્શન થાય. વળી તેવી અનન્ય પ્રીતિ સરના ચરણમાં સ્થિરપણે ટકવી જોઈએ. વૃત્તિ ક્ષણ પણ બીજે ૭૧

Loading...

Page Navigation
1 ... 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106