________________
ઊતરી જાય પછી તે પ્રમાણે આચરણ કરવું તે શીલ. પ્રથમ સપુરુષનાં વચનો લક્ષમાં લે એટલે શ્રદ્ધા દઢ થાય, પછી તેને ઊંડા વિચારી તત્ત્વ સમજે એટલે જ્ઞાન થાય અને તે પ્રમાણે આચરણ કરે એટલે શીલ અથવા ચારિત્ર આવે. એમ દર્શન, જ્ઞાન અને ચારિત્રની અગત્યતા દર્શાવી.
તમાાં કહેલાં દયા, શાંતિ, સમા અને પવિત્રતા મેં ઓળખ્યાં નહીં.
શીલમાં આત્માના બધા ગુણો જેવા કે દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા વગેરે સમાય છે. તે ગુણોને લૌકિક અર્થમાં જાગ્યા છે. પરંતુ ભગવાને જેને દયા, શાંતિ વગેરે કહ્યા છે તેની ઓળખાણ પડી નથી. દયાના ઘણા ભેદ છે તે મોક્ષમાળા-શિક્ષાપાઠ નવમામાં બતાવ્યા છે તેમાં સ્વદયા એટલે પોતાના આત્માને અનાદિ કાળથી કર્મબંધ કરી દુઃખી કર્યો છે તે બંધનથી મુક્ત કેવી રીતે થાય? તે વિચારી ધર્મમાં પ્રવેશ કરવો. જે કંઈ ધર્મક્રિયા વગેરે કરવું તે આત્માર્થે કરવું, આત્માને કર્મબંધથી મુક્ત કરવા લક્ષપૂર્વક વર્તવું તે દયા છે.
૮૨