________________
બોલવાનો હેતુ એવો પશ્ચાત્તાપ જગાડવાનો છે. ઘણાં ભવ નિષ્ફળ ગયા પણ હવે આ ભવમાં આત્માર્થ કરી લઉં. ખરો પશ્ચાત્તાપ જાગે તો પ્રસન્નચંદ્ર રાજર્ષિની જેમ ઠેઠ કેવળજ્ઞાન સુધી પહોંચી જાય. ભૂલ થઈ હોય તેની માફી માગે તો પોતાને હિત થાય અને બીજાને પણ અસર થાય છે. પશ્ચાત્તાપથી જાગૃત થવાય છે. ખોટે રસ્તેથી પાછો વળી સન્માર્ગે આવે તો કરવું તેનો ઊંડો વિચાર કરી શકે.
જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઊતરું છું તેમ તેમ તમારા તત્ત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે.
પોતાના દોષો અંતરમાં તપાસતાં ભગવાન તરફ નજર જાય છે. ભગવાનનું અંતર કેવું છે? તે સમજાય ત્યારે મારું અંતર પણ તેવું જ છે એમ જણાય. ભગવાનમાં દોષ કે વિભાવ નથી એ વિચારતાં પોતે દોષ અને વિભાવથી પાછો વળે. ત્રણ લોકના નાથ શુદ્ધ આત્મારૂપ ભગવાન છે. ભગવાનના તત્ત્વ–આત્મસ્વરૂપ સુધી નજર જાય તો ચમત્કાર લાગે કે લાગે કે મારું સ્વરૂપ તમે
૯૦